તમે ફોટામાં આવા ચક્ર જોયા તો હશે, પણ તમે આના વિષે જાણતા નહિ હોય, જાણી લો આ લેખમા.

૧. મૂલાધાર ચક્ર :

તે શરીરનું પહેલું ચક્ર છે. ગુદા અને લિંગ વચ્ચે ચાર પાંખડીઓ વાળું આ ‘આધાર ચક્ર’ છે. ૯૯.૯૯% લોકોની ચેતના આ ચક્ર ઉપર અટકેલી રહે છે અને તે આ ચક્રમાં રહીને મરી જાય છે. જેના જીવનમાં ભોગ, સંભોગ અને ઊંઘની પ્રધાનતા છે. તેની ઉર્જા આ ચક્રની આજુબાજુ એકત્રિત રહે છે.

મંત્ર : લં ચક્ર જાગૃત કરવાની વિધિ : માણસ ત્યાં સુધી પશુવત છે, જ્યાં સુધી તે આ ચક્રમાં જીવી રહ્યા છે, એટલા માટે ભોગ, ઊંઘ અને સંભોગ ઉપર સંયમ રાખીને આ ચક્ર ઉપર સતત ધ્યાન આપવાથી આ ચક્ર જાગૃત થવા લાગે છે. તેને જાગૃત કરવાનો બીજો નિયમ છે યમ અને નિયમનું પાલન કરતા સાક્ષી ભાવમાં રહેવું.

અસર : આ ચક્ર ના જાગૃત થવાથી વ્યક્તિની અંદર વીરતા, નિર્ભીકતા અને આનંદનો ભાવ જાગૃત થઇ જાય છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે વીરતા, નિર્ભીકતા અને જાગૃતતાનું હોવું જરૂરી છે.

૨. સ્વાધિષ્ઠાન ચક્ર :

આ તે ચક્ર છે, જે લિંગ મૂળથી ચાર આંગળી ઉપર આવેલું છે તેની છ પાંખડીઓ છે. જો તમારી ઉર્જા આ ચક્ર ઉપર જ એકત્રિત છે, તો તમારા જીવનમાં આમોદ-પ્રમોદ, મનોરંજન, હરવું-ફરવું અને મોજ મસ્તી કરવાની પ્રધાનતા રહેશે. એ બધું કરવાથી જ તમારું જીવન પસાર થઇ જશે તમને ખબર પણ નહિ રહે અને હાથ પણ ખાલી રહી જશે.

મંત્ર : વં કેવી રીતે જાગૃત કરવું : જીવનમાં મનોરંજન જરૂરી છે, પરંતુ મનોરંજનની ટેવ નહિ. મનોરંજન પણ વ્યક્તિની ચેતનાને બેભાન અવસ્થામાં ધકેલે છે. ફિલ્મ સાચી નથી હોતી પરંતુ તેની સાથે જોડાઈને તમે જે અનુભવ કરો છો તે તમારું બેભાન જીવન જીવવાનું પ્રમાણ છે. નાટક અને મનોરંજન સત્ય નથી હોતા.

અસર : તેના જાગૃત થવાથી ક્રુરતા, ગર્વ, આળસ, પ્રમાદ, અવજ્ઞા, અવિશ્વાસ વગેરે દુર્ગુણનો નાશ થાય છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે કે તે બધા દુર્ગુણ દુર થાય ત્યારે સિદ્ધિઓ પ્રવેશ કરશે.

૩. મણીપુર ચક્ર :

નભીના મૂળમાં આવેલા રક્ત વર્ણનું આ ચક્ર શરીરના અંતર્ગત મણીપુર નામનું ત્રીજું ચક્ર છે, જે કમલ પાંખડીઓ સાથે જોડાયેલું છે. જે વ્યક્તિની ચેતના કે ઉર્જા અહિયાં એકત્રિત છે તેને કામ કરવાની ધૂન રહે છે. એવા લોકોને કર્મયોગી કહે છે. તે લોકો દુનિયાના દરેક કાર્ય કરવા માટે તૈયાર રહે છે.

મંત્ર : રં કેવી રીતે જાગૃત કરવું : તમારા કાર્યને સકારાત્મક પરિણામ આપવા માટે આ ચક્ર ઉપર ધ્યાન લગાવશો. પેટથી શ્વાસ લો.

અસર : તેના સક્રિય થવાથી તૃષ્ણા, ઈર્ષા, ચુગલી, શ્રમ, ડર, ધ્રુણા, મોહ વગેરે કશાય-કલ્મષ દુર થઇ જાય છે. આ ચક્ર ખાસ કરીને આત્મશક્તિ પૂરી પાડે છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે આત્મવાન હોવું જરૂરી છે. આત્મવાન થવા માટે આ અનુભવ કરવો જરૂરી છે કે તમે શરીર નહિ, ચેતના છો. આત્મશક્તિ, આત્મબળ અને આત્મસન્માન સાથે જીવનનું કોઈ લક્ષ્ય દુર્લભ નથી.

૪. અનાહદ ચક્ર :

હ્રદય સ્થાનમાં આવેલા સ્વર્ણિમ વર્ણનું દવાદશ દલ કમળની પાંખડીઓ સાથે જોડાયેલુ દવાદશ સ્વર્ણોક્ષરો સાથે સુશોભિત ચક્ર જ અનાહત ચક્ર છે. જો તમારી ઉર્જા અનાહતમાં સક્રિય છે, તો તમે એક સૃજનશીલ વ્યક્તિ હશો. દરેક ક્ષણ તમે કાંઈને કાંઈ નવું બનાવવાનું વિચારો છો. તમે ચિત્રકાર, કવિ, લેખક, એન્જીનીયર વગેરે થઇ શકો છો.

મંત્ર : યં કેવી રીતે જાગૃત કરવું : હ્રદય ઉપર સંયમ કરવું અને ધ્યાન ધરવાથી આ ચક્ર જાગૃત થવા લાગે છે. ખાસ કરીને રાત્રે સુતા પહેલા આ ચક્ર ઉપર ધ્યાન ધરવાથી તે અભ્યાસથી જાગૃત થવા લાગે છે અને સુષુમ્ના આ ચક્રને છેદીને ઉપર ગમન કરવા લાગે છે.

અસર : તેને સક્રિય થવાથી લિપ્સા, કટક, હિંસા, કુતર્ક, ચિંતા, મોહ, દંભ, અવિવેક અને અહંકાર દુર થઇ જાય છે. આ ચક્રના જાગૃત થવાથી વ્યક્તિની અંદર પ્રેમ અને સંવેદનાનું જાગરણ થાય છે. તેના જાગૃત થવાથી વ્યક્તિને સમય જ્ઞાન આપોઆપ પ્રગટ થવા લાગે છે. વ્યક્તિ અત્યંત આત્મવિશ્વસ્ત, સુરક્ષિત, ચારીત્રીક રીતે જ જવાબદાર અને ભાવનાત્મક રીતે સંતુલિત વ્યક્તિત્વ બની જાય છે. એવા વ્યક્તિ ઘણા હિતે છું અને કોઈ સ્વાર્થ વગર માનવતા પ્રેમી અને સર્વપ્રિય બની જાય છે.

૫. વિશુદ્ધ ચક્ર : કંઠમાં સરસ્વતીનું સ્થાન છે, જ્યાં વિશુદ્ધ ચક્ર છે અને જે સોળ પાંખડીઓ વાળું છે. સામાન્ય રીતે જો તમારી ઉર્જા આ ચક્રની આજુબાજુ એકત્રિત છે, તો તમે ઘણા શક્તિશાળી હશો.

માત્ર : હં કેવી રીતે જાગૃત કરવું : કંઠમાં સંયમ કરવું અને ધ્યાન ધરવાથી આ ચક્ર જાગૃત થવા લાગે છે.

અસર : તેના જાગૃત થવાથી સોળ કલાઓ અને સોળ વિભૂતિઓનું જ્ઞાન થઇ જાય છે. તેના જાગૃત થવાથી જે ભૂખ અને તરસ રોકી શકાય છે તે ઋતુની અસરને પણ રોકી શકાય છે.

૬. આજ્ઞાચક્ર : ભ્રુમધ્ય (બન્ને આંખોની વચ્ચે ભૃગુટીમાં) માં આજ્ઞા ચક્ર છે. સામાન્ય રીતે જે વ્યક્તિની ઉર્જા અહિયાં વધુ સક્રિય છે, તો એવા વ્યક્તિ બોદ્ધીક રીતે પૂર્ણ, સંવેદનશીલ અને તેજ મગજના બની જાય છે, પરંતુ તે બધું જાણવા છતાં પણ મૌન રહે છે. આ બૌધીક સિદ્ધી કહે છે.

મંત્ર : ૐ કેવી રીતે જાગૃત કરવો : ભ્રુકુટીના મધ્યમાં ધ્યાન ધરીને સાક્ષી ભાવમાં રહેવાથી આ ચક્રના જાગૃત થવાથી તે તમામ શક્તિઓ જાગી ઉઠે છે અને વ્યક્તિ એક સિદ્ધપુરુષ બની જાય છે.

૭. સહસ્ત્રાર ચક્ર : સહસ્ત્રારની સ્થિતિ માથાના મધ્ય ભાગમાં છે એટલે જ્યાં ચોટી રાખીએ છીએ. જો વ્યક્તિ યમ, નિયમનું પાલન કરતા અહિયાં સુધી પહોચી જાય છે તો તે આનંદમય શરીરમાં આવી જાય છે. તેવા વ્યક્તિને સંસાર, સન્યાસ અને સિદ્ધીઓ સાથે કોઈ મતલબ નથી રહેતો.

કેવી રીતે જાગૃત કરવું? : મૂલાધારથી થઇને જ સહસ્ત્રાર સુધી પહોચી શકાય છે. સતત ધ્યાન કરતા રહેવાથી આ ચક્ર જાગૃત થઇ જાય છે અને વ્યક્તિ પરમહંસનું સ્થાન પ્રાપ્ત કરી લે છે.

અસર : શરીર સંરચનામાં આ સ્થાન ઉપર અનેક મહત્વપૂર્ણ વિધ્યુતીય અને જૈવીય વિદ્યુતનો સંગ્રહ છે. તે મોક્ષનું દ્વાર છે.