તમને પણ મળે છે પેંશન તો આજે જ જાણી લો આ વાત, નહીં તો થશે મોટું નુકશાન

સરકાર દ્વારા તેના કર્મચારીઓ માટે અનેક યોજનાઓ પૂરી પાડવામાં આવતી હોય છે અને કર્મચારીઓ તેનો લાભ પણ  મેળવતા હોય છે, આવી જ એક યોજના છે પેન્શન યોજના જેમાં કર્મચારીઓ પોતાની સેવા પૂર્ણ કર્યા પછી પેન્શનનો લાભ મેળવતા હોય છે, આવી પેન્શન યોજનામાં થોડા નિયમો પણ લાગુ પડતા હોય છે, જે નિયમો કર્મચારીઓએ નિભાવવાના હોય છે.

જેમ કે કર્મચારીએ દર વર્ષે પોતાની હયાતીનું સર્ટીફીકેટ જે બેંકમાંથી પેન્શન મેળવે છે તે બેંકમાં રજુ કરવાનું રહે છે. આવા ઘણા પ્રકારના નિયમો હોય છે, જે કર્મચારીઓએ નિભાવવાના હોય છે, આવો જ એક નિયમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જેના વિષે આજે આપણે વિગતવાર માહિતી મેળવીશું.

પેન્શનધારકની પાસબુક ઉપર પેમેંટ ઓર્ડર (PPO) હોવું જરૂરી છે, પેન્શન સંબંધિત ઘણા કાગળની કાર્યવાહી માટે PPOની જરૂર રહે છે.

જો તમને પણ પેન્શન મળે છે તો તમારી પાસબુક ઉપર પેન્શન પેમેંટ ઓર્ડર (PPO) નંબર હોવો જરૂરી છે. ઘણી વખત એવું બને છે કે બેંક પેન્શનધારક કે તેના કુટુંબને PPO નંબર ન હોવાને કારણે અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.

પેન્શન વિભાગે બહાર પાડ્યો મેમોરેંડમ :

હાલમાં જ નાણા મંત્રાલયના પેન્શન વિભાગે પેન્શનધારકને પાસબુક ઉપર PPO નંબર હોવાને લઈને મેમોરેંડમ બહાર પાડ્યો છે. પહેલા પણ આ વિભાગે પેન્શનધારકોને પાસબુક ઉપર PPO નંબર નોંધાવાને લઈને મેમોરેંડમ બહાર પાડી ચુક્યા છે.

આમ તો આ વખતે મેમોરેંડમમાં કહેવામાં આવ્યું છે કે ઘણી વખત નોટીસ બહાર પાડ્યા પછી પેન્શનર્સ વેલફેયર એસોસીએશન પાસે પાસબુક ઉપર પીપીઓ નંબર નોંધાવવાને લઈને ફરિયાદો આવતી રહે છે. લાઈફ સર્ટીફીકેટ ફોર્મ માટે પીપીઓ જરૂરી હોય છે, તેવામાં જો તમે પણ પેન્શનધારક છો તો તમારા બેંક એકાઉન્ટની મદદથી તેના વિષે તમારે માહિતી મેળવવાની રહેશે. દર વર્ષે નવેમ્બર મહિનામાં જીવન પ્રમાણપત્ર ફોર્મ ભરતી વખતે પણ પીપીઓ નંબરની જરૂર પડે છે.

જો પેન્શનધારકનો પીપીઓ ગુમ થઇ જાય છે કે ડેમેજ થઇ જાય છે તો તેના માટે તેમણે ડુપ્લીકેટ પીપીઓ માટે અરજી કરવાની રહે છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.