લસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.

પ્રિઝર્વેટિવ વગર ઘરે જ બનાવો ટેંગી ટોમેટો સોસ, ટેસ્ટ એવો કે બહારનો સોસ ભૂલી જશો.

ફ્રેંચ ફ્રાઈઝ હોય કે પોટેટો ચિપ્સ કે પછી વેજ બર્ગર અને પીઝા, ટોમેટો સોસ વગર તેનો સંપૂર્ણ સ્વાદ અધુરો રહે છે. બાળકોને તો ટોમેટો સોસ વગર કોઈ પણ સ્નેક્સ સારા જ નથી લાગતા. એટલા માટે આજે અમે રેસિપી ઓફ ધ ડે માં તમારા માટે ઘરે જ ટેંગી ટોમેટો સોસ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.

ઘરે બનાવેલો અને પ્રિઝર્વેટિવ વગરનો ટેંગી ટોમેટો સોસ ન માત્ર બાળકોને પસંદ આવશે, પણ મોટા પણ તેને સ્નેક્સ સાથે ખાઈને તેના સ્વાદનો આનંદ લેશે. તેને ટેબલ સોસ કે ટેંગી સોસ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે તે ખાસ કરીને પાકા અને રસદાર ટમેટા માંથી તૈયાર કરવામાં આવે છે. ટેંગી ટોમેટો સોસ બનાવવા માટે વૈકલ્પિક મસાલા નાખવામાં આવે છે.

તેને તમે સરળતાથી ફ્રેંચ ફ્રાઈઝ, પોટેટો ચિપ્સ, વેજ બર્ગર, પકોડા વગેરે સાથે પીરસી શકો છો. આ ટેંગી ટોમેટો સોસ સાથે તમારા સ્નેક્સનો સ્વાદ બમણો થઇ જશે. તે ઉપરાંત પાસ્તા બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આવો સ્નેક્સ, સ્ટાર્ટર્સ કે એપેટાઈઝર સાથે પીરસવામાં આવતા ટેંગી ટોમેટો સોસ બનાવવાની સરળ રેસિપી વિષે જાણીએ.

લસણ વગરનો ટેંગી ટોમેટો સોસ ઘરે બનાવો :

સામગ્રી :

ટમેટા – 12

પાણી – 1 કપ

લવિંગ – 6

તજ – 1 ટુકડો

કાળા મરી – 1 નાની ચમચી

મીઠું – 1 નાની ચમચી

ખાંડ – 2 ચમચી

વિનેગર – 1 નાની ચમચી

બનાવવાની રીત :

ટેંગી ટોમેટો સોસ બનાવવા માટે 12 મોટા પાકા ટમેટા લો. તેને ધોઈને સાફ કરી લો અને તેના ટુકડા કરી લો.

પછી ટમેટા પકાવવા માટે એક મોટા વાસણમાં પાણી નાખો. પાણીમાં લવિંગ, તજ, કાળા મરી નાખો.

જયારે તેમાં સુકા મસાલાનો થોડો ફ્લેવર આવી જાય, ત્યારે 2 મિનીટ પછી કાપેલા ટમેટા નાખો. તેને મીડીયમ તાપ ઉપર લગભગ 30 મિનીટ માટે ઢાંકીને પકાવો.

પછી ગેસ બંધ કરી દો અને મિશ્રણને સારી રીતે ઠંડુ થવા દો. હવે ઠંડુ થયેલું મિશ્રણ કાઢીને તેને પીસીને પ્યુરી બનાવી લો.

હવે પીસેલા ટામેટાની પ્યુરીને સારી રીતે ગાળી લો. ટમેટાની પ્યુરીને એક સોસ પેનમાં નાખો અને ઉકાળો આવવા દો.

પછી તેમાં મીઠું અને ખાંડ નાખીને 5 મિનીટ સુધી ઉકળવા દો. તમે સ્વાદ ચેક કરી શકો છો અને તે મુજબ મસાલા નાખી શકો છો.

હવે વિનેગર નાખો અને મિક્સ કરો. 30 મિનીટ પછી, એક વખત ફરી પ્યુરીમાં થોડી સ્થિરતા આવી જાય એટલે ગેસ બંધ કરી દો.

તમારો લસણ વગરનો ટેંગી ટોમેટો સોસ તૈયાર છે. સંપૂર્ણ રીતે ઠંડો કરીને તેને એક બરણીમાં ભરી લો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.