વેલેન્ટાઈન ડે નિમિતે સૌનુને પ્રપોઝ કરશે ટપ્પુ, ઉડી જશે ભીડેના હોશ

સબ ટીવીનો પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. શો માં આવનારા એપિસોડની વાત કરીએ તો આમાં ટપ્પુ અને સોનુની સ્ટોરી આગળ વધતા દેખાઈ રહી છે. વેલેન્ટાઇડ વિકેન્ડ પર ટપ્પુ સોસાયટી વાળાઓની સામે સોનુને પ્રપોઝ કરશે.

જોવું મજેદાર હશે કે ટપ્પુ સોસાયટી વાળાઓ સામે સોનુને કેવી રીતે પ્રપોઝ કરે છે. તે જ ઘટનાના કેટલાક ફોટો સામે આવ્યા છે. આ ફોટોમાં ટપ્પુ ઘૂંટણ પર બેસીને સોનુને પ્રપોઝ કરતો દેખાઈ રહ્યો છે.

લૂકની વાત કરવામાં આવે તો ટપ્પુ રેડ કલરના શૂટમાં દેખાઈ રહ્યો છે. ત્યાં સોનુ રેડ કલરના ડ્રેસમાં ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે આ પહેલા ટપ્પુ ભીડે પાસેથી ક્લ્બ હાઉસમાં એક સિક્રેટ આયોજનની પરવાનગી માંગે છે, પરંતુ તેને આ વાતને લઈને શંકા છે કે ટપ્પુ સેનાએ સોનુનું નામ લઈને કેમ ચર્ચા કરી રહ્યા છે. સોનુને પણ એ જ જણાવવામાં આવે છે કે, આ આયોજન તેની માટે સરપ્રાઈઝ રહેશે. તેના પર ટપ્પુ જણાવે છે ‘આ ખુબ જ મનોરંજક એપિસોડ છે, જે દરેક તરફ પ્રેમનો સુગંધ ફેલાવી દેશે.’

ટપ્પુ સોનુને પોતાની દિલની વાત બોલવા માટે પૂર્ણ તૈયારી પણ કરે છે, અને તે આ વાત સોનુને જણાવી પણ દે છે. તેવો એક પ્રોમો રીલીઝ થયો છે. હવે સોનુ ટપ્પુને શું જવાબ આપે છે? તે તો શો જોયા પછી જ ખબર પડશે. ટપ્પુના આ પગલાં પછી ગોકુલધામ સોસાયટીમાં ખુબ ધમાલ થતા જોવા મળી શકે છે.

આ માહિતી બોલિવૂડ તડકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.