‘તારક મેહતા’ ના રિપોર્ટરે દેખાડી લાડલા દીકરાની પહેલી ઝલક, વાયરલ થયો ફોટો

ટેલીવિઝનનો મોસ્ટ પોપ્યુલર શો તારક મેહતા કા ઉલટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષોથી લોકો વચ્ચે જળવાયેલી છે. લોકો આ શો ખુબ મજાથી જુવે છે અને ટીવીના ઈતિહાસમાં આ શો સૌથી લાંબો ચાલવા વાળો શો બની ગયો છે. પરંતુ તેની લોકપ્રિયતામાં જરાપણ ઘટાડો નથી જોવા મળતો. આ શો ની કહાની જેટલી વધુ રસપ્રદ છે. એટલી જ વધુ રસપ્રદ તેના પાત્રો છે. જેને કારણે જ લોકો તેને વધુ પસંદ કરે છે. આ સીરીયલમાં રીટા રિપોર્ટરનું પાત્ર અભિનેત્રી પ્રિયા આહુજા નિભાવી રહી છે. જેમણે હાલમાં જ એક દીકરાને જન્મ આપ્યો છે.

સીરીયલ તારક મેહતા કા ઉલટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું પાત્ર નિભાવનારી પ્રિયા આહુજા હાલમાં શો માંથી દુર છે, કેમ કે તેમણે હાલમાં જ એક દીકરાને જન્મ આપ્યો છે. પ્રિયા અહુજાએ પોતાના પ્રેગનેન્સી સમયને પણ ઘણો એન્જોય કર્યો હતો. જેના ઘણા ફોટા તેણે શેર કર્યા હતા. તેવામાં હવે જયારે તેમણે એક દીકરાને જન્મ આપ્યો છે, ત્યારે તે તેની તસ્વીર પણ શેર કરવાથી પોતાને રોકી શકી નહિ અને તેમણે ફટાકથી પોતાના લાડલા દીકરાની પહેલી ઝલક આખી દુનિયાને દેખાડી દીધી.

સામે આવી રીટા રિપોર્ટરના દીકરાની પહેલી ઝલક

ઘર ઘરમાં રીટા રિપોર્ટરના નામથી ફેમસ પ્રિય આહુજાએ હાલમાં જ પોતાના દીકરાની પહેલી તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે. જેને તેના ફેંસ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ તસ્વીરોમાં પ્રિયા આહુજા પોતાના દીકરાને નિહાળતી જોવા મળી રહી છે. કોઈપણ મહિલા માટે મા બનવું એક મોટું સુખ હોય છે. જેને આ સમયે પ્રિયા આહુજા ખુબ સારી રીતે ફિલ કરી રહી છે અને તેની આ તસ્વીરો તેની મમતાને રજુ કરી રહી છે. એટલું જ નહિ, પ્રિયા આહુજાની નજર એકદમ પોતાના દીકરાને નિહાળતી જોવા મળી રહી છે.

લગ્નના ૭ વર્ષ પછી રીટા રિપોર્ટર બની મા

મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ રીટા રિપોર્ટરનું પાત્ર નિભાવનારી પ્રિયા આહુજાએ વર્ષ ૨૦૧૧માં લગ્ન કરી લીધા હતા, ત્યારપછી હવે તેમણે પહેલા બાળકને જન્મ દીધો. પ્રિયા આહુજાએ તારક મેહતા કા ઉલટા ચશ્માના ચીફ ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કરી લીધા છે. ત્યારપછી બંને વચ્ચે સમય સમયે પુષ્કળ પ્રેમ જોવા મળે છે. તેવામાં હવે બંને પાસે એક બાળક પણ આવી ગયું છે, જેના કારણે જ બંને ઘણા જ વધારે ખુશ છે.

એકબીજાને ખુબ કરે છે પ્રેમ

પ્રિયા આહુજાએ ભલે પોતાના બાળક સાથે પોતાની તસ્વીર શેર કરી હોય, પરંતુ તેના પતિએ પણ પોતાના દીકરા સાથે એક તસ્વીર શેર કરી છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું કે મા નો ખોળો હંમેશા બીજાના ખોળાથી વધુ સરળ હોય છે. બંને સોશિયલ મીડિયા ઉપર પોતાના પ્રેમ રજુ કરવાનું જરાપણ ચુકતા નથી અને એકબીજા સાથે ખુબ સમય વિતાવે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે બંને એકબીજા માટે જ બન્યા છે અને એટલા માટે જ બંનેએ પોતાના પહેલા બાળકનું પ્લાનિંગ લગ્નના ૭ વર્ષો પછી કર્યું. જેથી તે પોતાના લગ્ન જીવનને પણ સારી રીતે જીવી શકે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.