તારક મહેતા શો ના ‘બાબુજી’ને ઓડિશન વિના મળ્યો હતો રોલ, જાણો કેટલી લે છે ફીસ.

ચંપક ચાચાને કોઈ ઓડિશન વિના જ મળી ગયો હતો રોલ, જાણો રોચક કિસ્સો. શો ના નિર્માતા અસિત મોદીએ અમિત ભટ્ટને મળવા એક હોટલમાં બોલાવ્યો અને તે 5 મિનીટ સુધી બસ તેને જોતા જ રહ્યા હતા. તે મુલાકાત પછી અમિત ભટ્ટને ઓડીશન લીધા વગર ચંપક લાલનું પાત્ર મળી ગયું.

‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ શો માં ‘બાબુજી’નું પાત્ર નિભાવતા અમિત ભટ્ટે પોતાના અભિનયના જોર ઉપર ઘર ઘરમાં ઓળખ ઉભી કરી છે. તમને એ જાણીને નવાઈ થશે કે શો માં જેઠાલાલના પિતા ચંપક લાલ ગડાનું પાત્ર નિભાવનારા અમિત વાસ્તવમાં પોતાના ઓનસ્ક્રીન પાત્રથી 20 વર્ષ નાના છે. બીજું તો ઠીક તે પોતાના ઓનસ્ક્રીન દીકરા જેઠાલાલથી પણ 4 વર્ષ નાના છે.

taarak mehta ka ooltah chashmah
taarak mehta ka ooltah chashmah

ક્યારેય નથી આપ્યું કોઈ શોનું ઓડીશન: એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં અમિત ભટ્ટે જણાવ્યું કે તે દિલીપ જોશી એટલે જેઠાલાલ સાથે તે પહેલા પણ ગુજરાતી પ્લે અને ફિલ્મ કરી ચુક્યા હતા. તેની સાથે મિત્રતા ઘણી સારી હતી. શો ના ડાયરેક્ટર અસિત કુમાર મોદી ચંપક લાલના પાત્ર માટે ઘણા ઓડીશન લઇ ચુક્યા હતા, પરંતુ તેને કોઈ સેટ થઇ રહ્યા ન હતા. પછી દિલીપ જોશીએ અસિત ભટ્ટનું નામ તેને સૂચવ્યું.

અસિત મોદીએ અમિત ભટ્ટને મળવા એક હોટલમાં બોલાવ્યા અને તે 5 મિનીટ સુધી તેને બસ જોતા જ રહ્યા હતા. આ મુલાકાત પછી અમિત ભટ્ટને ઓડીશન વગર ચંપકલાલનું પાત્ર મળી ગયું. તેમણે એ પણ જણાવ્યું કે તેણે અત્યાર સુધી ક્યાય ઓડીશન આપવું પડ્યું ન હતું, તેના નામથી તેને રોલ મળતા ગયા.

જ્યાં પણ જાય છે લોકો તેના ચરણ સ્પર્શ કરે છે: અમિત જણાવે છે કે તે શો પોતાના શરુઆતના થોડા મહિનામાં જ પોપુલર થઇ ગયો હતો. લોકો અમને ઘણા પસંદ કરવા લાગ્યા હતા અને અમને ખબર ન પડી કે અમે ક્યારે સેલીબ્રેટી બની ગયા.

અમિત કહે છે, ‘જયારે મેં શો શરુ કર્યો ત્યારે મારી ઉંમર 35 વર્ષ હતી, અને જેની ઉંમર 80 વર્ષની હતી, તે પણ આવીને મારા ચરણ સ્પર્શ કરતા હતા. તે મને દાદાજી, બાપુજી કહેવા લાગ્યા. હું તેને કહેતો કે હું ઘરડો નથી, તમે મારા ચરણ સ્પર્શ ન કરો. અમિતનું કહેવું છે કે મને થોડું વિચિત્ર લાગતું હતુ પરંતુ તે લોકોનો પ્રેમ છે. આજે પણ તેમની સાથે એવું થાય છે.

ફરવા અને ગાવાના છે શોખીન : અમિત ભટ્ટના ઈંસ્ટાગ્રામ ઉપર મોટાભાગે એવી તસ્વીરો છે, જે તેમણે તેના પ્રવાસ દરમિયાન લીધી હતી. તેને ફરવાનો ઘણો શોખ છે. તેને જયારે એ ખબર પડી કે બે કે ત્રણ દિવસ શુટિંગ નથી, તો તે મુંબઈથી બહાર ફરવા નીકળી જાય છે. રજાઓમાં તે ક્યારેય ઘરે નથી રહેતા. તેને કોલેજના સમયથી જ ગીત ખુબ ગમે છે. ઘરમાં પણ સમય મળે છે ત્યારે તે ગાય છે. તારક મેહતાના દરેક દરેક એપિસોડ માટે અમિતને 70-80 હજાર રૂપિયા મળે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.