તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીમના સભ્યનું થયું નિધન, એક દિવસ માટે બંધ રાખ્યું શૂટિંગ

નાના પડદાની સૌથી હિટ સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના સેટ પર આ સમયે ઉદાસી છવાયેલી છે, અને આ ઉદાસીનું કારણ છે તેમના એક સાથીનું દુનિયામાંથી જતું રહેવું. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થઈ ગયું. આનંદના નિધનના સમાચારથી આખી ટીમ દુઃખી છે. આનંદ છેલ્લા 10 દિવસોથી બીમાર હતા, 8 ફેબ્રુઆરીએ તેમણે અંતિમ શ્વાસ લીધો અને આ દુનિયામાંથી વિદાય લઇ લીધી.

રવિવારે સવારે 10 વાગ્યે મુંબઈના કાંદિવલી વેસ્ટના હિંદુ સ્મશાનમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. આનંદ લગભગ 12 વર્ષથી તારક મેહતાની ટીમ સાથે જોડાયેલા હતા. બધા સ્ટારનું મેકઅપ તે જ કરતા હતા. આનંદના નિધન પછી એક દિવસ માટે શૂટિંગ બંધ રાખવામાં આવ્યું છે.

આ પહેલા વર્ષ 2018 માં સિરિયલના પ્રખ્યાત પાત્ર કવિ કુમાર આઝાદ ઉર્ફ ડોક્ટર હાથીનું નિધન થયું હતું. તેમના નિધનના સમાચારે પણ દરેકને આઘાતમાં મૂકી દીધા હતા. ડો. હાથીનું નિધન હાર્ટ એટકેને કારણે થયું હતું. પણ તેમના મૃત્યના 2 દિવસ પછી ડોક્ટરોએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેમના મૃત્યુનું કારણ તેમની બગડેલી લાઈફસ્ટાઈલ અને ઘણું વધેલું વજન હતું. જો તેમણે ડોક્ટરની વાત માની લીધી હોત, તો કદાચ તે આજે જીવતા હોત.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.