તારક મેહતાના જેઠાલાલની ખુલી ગઈ કિસ્મત, બબીતાજી સાથે કર્યો જબરજસ્ત ડાન્સ, જુઓ વિડીયો.

ટેલીવીઝનનો મોસ્ટ પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં’ બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાનો એક વિડીઓ આ દિવસોમાં સોસીયલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યો છે. આ વીડીઓમાં બબીતાજી પોતાના સાથી કલાકાર જેઠાલાલ સાથે ડાન્સ કરતી જોવા મળે છે, જે તેમના ફેન્સને ખુબ પસંદ પડી રહ્યું છે.

જી હા, શોમાં વારંવાર જેઠાલાલ બબીતાજી સાથે સમય પસાર કરવની કોશીસ કરતા જોવા મળે છે. જેથી બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ જ પસંદ પડે છે. પરતું આની વચ્ચે જેઠાલાલનું સપનું જાણે સાચું પડી ગયું છે, જેનો વિડીઓ સોસીયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે.

સીરીયલ ‘તરકા મહેતા કા ઉલટા ચશ્માંમાં’ જેઠાલાલ કેટલીય વાર બબીતાજીને જોઈએને પોતાના હોષ ખોઈ બેસે છે, અને તેમને ઈમ્પ્રેસ કરવા માટે કાઈ પણ કરવા તૈયાર થઇ જાય છે, જેથી કેટલીય વાર તેઓ મુશ્કેલીમાં મુકાઇ જાય છે.

હમણાના એપિસોડમાં જોવામાં આવ્યું કે ગોકુલધામ સોસાયટીમાં રહેવાવાળા ગણપતિ બાપ્પાનું ધૂમધામથી સ્વાગત કરે છે, જેના પછી રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં જેઠાલાલ બબીતાજી સાથે ડાન્સ કરવા માટે ખુબ ઉતાવળા થઇ રહ્યા હતા અને આ વખતે એમનું સપનું પૂરું થઇ જાય છે.

બબીતાજી સાથે જેઠાલાલનો ડાન્સ.

બબીતાજીને જોઈને જ કેટલીય વાર સપનામાં ડૂબી જતા જેઠાલાલનું આ વખતે સપનું પૂરું થઇ ગયું છે અને તેમને એકબીજા સાથે ખુબ ડાન્સ કર્યો, જેનો વિડિઓ સોસીયલ મીડિયા ઉપર વાઇરલ થઇ ગયો છે, આ વિડીઓમાં બબીતાજી અને જેઠાલાલ એકબીજા સાથે ફિલ્મ ઈસ્કનું ગાયન ‘નીંદ ચુરાઈ કિસને’ ઉપર ખુબ ડાન્સ કરે છે. જેને તેમના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે, જાણાવી દઈએ કે બબીતાજી અને જેઠાલાલ એકબીજામાં ખોવાઈને ડાન્સ કરી રહ્યા છે અને આ વિડિઓ સેટ ઉપરથી વાઇરલ થઇ ગયો છે.

બબીતાજીએ કર્યો ગ્લેમરસ ડાન્સ.

વાઇરલ થયેલા આ વિડીઓમાં તમે ચોખ્ખે ચોખ્ખું જોઈ શકો છો કે બબીતાજીએ જેઠાલાલ સાથે ગ્લેમરસ રીતે ડાન્સ કર્યો છે, જેમાં બંનેની જોડી પણ ખુબ હિટ દેખાઈ રહી છે, જાણાવી દઈએ કે આ વિડિઓ રંગારંગ કાર્યક્રમ માટે સૂટ કરવામાં આવ્યો હતો, જે જેઠાલાલનું સપનું હતું, હકીકતમાં બબીતાજી સાથે એમના પતિ અય્યરને નીંદ ચુરાઈ કિસને ઉપર ખુબ ડાન્સ કર્યો, એવામાં જેઠાલાલ ફરી એકવાર બબીતાજીમાં ખોવાઈ ગયેલ જોવા મળે છે. જેનો વિડિઓ ખુબ ઝડપી વાઇરલ થઇ ગયો.

ફેન્સ વચ્ચે હિટ છે બબીતાજી.

સિરિયલ તારક ‘મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં’ બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા સોસીયલ મીડિયા પર ખુબ વધારે એક્ટિવ રહે છે, જેને કારણે તેમની ફેન ફોલોઇંગ પણ ખુબ વધારે છે, જાણાવી દઈએ કે મુનમુન દત્તા કેટલીય વાર સોસીયલ મીડિયા ઉપર પોતાની ગ્લેમરસ ફોટો મૂકતી રહે છે, જેના કારણે એ ફેન્સ વચ્ચે ખુબ વધુ હિટ છે, અને તેમના પાત્રને પણ ખુબ વધુ પસંદ કરવામાં આવે છે, આ દિવસોમાં શોની ટીઆરપી બબીતાજી અને જેઠાલાલના ખભા ઉપર છે કારણ કે દયાભાભી પણ હજી સુધી પાછી ફરી નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :