તરત પુરા કરી લો બેંકના કામકાજ, આ તારીખે થઈ શકે છે હડતાલ જાણી લો ખાસ

જો તમે આવતા અઠવાડિયે બેંકના કામકાજ પુરા કરવા વિષે વિચારી રહ્યા છો, તો એલર્ટ થઈ જાવ. આ કામને જલ્દી જ પુરા કરી લો. કારણ કે 8 જાન્યુઆરી એ બેંક હડતાલ થઈ શકે છે. જો હડતાલ થઈ તો બેંકમાં લેવડદેવડના કામ પ્રભાવિત થઈ શકે છે. બેન્કિંગ સેક્ટર કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 8 જાન્યુઆરીએ હડતાલનો નિર્ણય લીધો છે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના એક નેતાએ જણાવ્યું કે, આ હડતાલનું સમર્થન 10 યુનિયન કરી રહી છે.

અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના મહાસચિવ સીએચ વેકંટચલમ અનુસાર સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે હડતાલ પર જઈ રહી છે. હડતાલમાં રોજગારના નવા અવસર ઉભા કરવા, શ્રમ કાયદામાં સંશોધન પર રોક લગાવવા અને નોકરીની સુરક્ષા સંબંધિત માંગ રાખવામાં આવશે.

કેન્દ્રીય કર્મચારી પણ 8 જાન્યુઆરીએ હડતાલ પર :

શ્રમ મંત્રી સાથે મુલાકાતના એક દિવસ પછી શુક્રવારે 10 કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ સરકારની ‘શ્રમ વિરોધી નીતિઓના વિરોધ’ માં 8 જાન્યુઆરીએ સામાન્ય હડતાલ અથવા ‘ભારત બંધ’ નું એલાન કર્યું છે. 10 કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ‘કેન્દ્રીય શ્રમ મંત્રી સાથે મુલાકાત પછી એમને એકજુથ થઈને 8 જાન્યુઆરીએ સામાન્ય હડતાલનો નિર્ણય લીધો છે.’

બેઠક દરમિયાન મંત્રીએ સંગઠનોને કહ્યું કે, સરકાર કર્મચારીઓના હિતમાં દરેક પગલું ભરી રહી છે, અને શ્રમ કાનૂન આનો જ ભાગ છે. આ સંગઠનોમાં એઆઈટીયુસી, એચએમએસ, સીટૂ, એઆઈયૂટીયૂસી, સેવા, એઆઈસીસીટીયૂ, એલપીએફ અને યૂટીયૂસી શામેલ છે.

સંગઠનોએ કહ્યું કે, કર્મચારીઓને ગુલામ બનાવવા માટે શ્રમ સંહિતા તૈયાર કરવામાં આવી છે. એમણે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીએ બેરોજગારી, ન્યુનતમ પગાર, સામાજિક સુરક્ષા અને 14 સૂત્રીય માંગોને પુરી કરવાના સંબંધમાં કાંઈ પણ કહ્યું નહિ.

આ ક્રમમાં ભારતીય રિઝર્વ બેંક સહીત બધી સરકારી બેંકોમાં પણ 8 જાન્યુઆરીએ હડતાલ રહેશે. રિઝર્વ બેંકના કર્મચારીઓએ વર્ષોથી લંબાયેલી માંગો પુરી ન થવા પર હડતાલનું સમર્થન કર્યું છે. આ દિવસે બેન્કિંગ સંબંધી દરેક પ્રકારના કામકાજ ઠપ રહેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.