અજાણતામાં કેટલીયે કિમંતી વસ્તુઓને ફેંકી દઈએ છીએ, જાણો માનવ શરીર માટે ખરું સોનુ છે.

તરબૂચ તમે ખાતા જ હશો પણ તેના બીજનું તમે શું કરો છો ? ખબર જ છે કે તમે તેના બીજને ફેંકી જ દેતા હશો. પણ તેના આરોગ્યના ફાયદા જાણ્યા પછી તમે કદાચ એવું નહી કરો.

તરબુચના બીજને ચાવીને ખાવ કે તેના તેલનો ઉપયોગ કરો, બન્ને રીતે જ ફાયદાકારક છે. આયરન, પોટેશિયમ અને વિટામીન્સથી ભરપુર તરબુચના બીજ આરોગ્ય, સ્કીન અને વાળ માટે ઘણા ફાયદાકારક છે.

તેમાં રહેલ મેગ્નેશિયમ હ્રદયની કાર્યપ્રણાલીને નોર્મલ બનાવે છે અને મેટાબોલીજ્મ સીસ્ટમને મદદ કરે છે. તે ઉપરાંત તે કાર્ડીયોવસ્કુલર અને હાઈપરટેન્શનમાં પણ ફાયદાકારક છે. તરબૂચના બીજ આપણી પાચન ક્રિયા માટે ખુબ જ લાભદાયક હોય છે. જ્યારે આપણે શેકેલા કે પકાવેલ બીજનું સેવન કરીએ છીએ તો તે આપણા પાચનતંત્ર માંથી થઈને પસાર થાય છે અને તે તરત જ પાચનતંત્ર ક્રિયામાં સુધારો કરી દે છે.

તરબૂચના બીજમાં એવા ગુણ હોય છે જે શરીર માટે ખુબ જ જરૂરી હોય છે જેવા કે ફાઈબર જે પાચનક્રિયામાં સુધારો અને પોલીયો જેવા રોગ માટે જરૂરી હોય છે.

તરબુચના બીજને થોડા એવા પાણીમાં ઉકાળો. આ પાણીને રોજ ચા ની જેમ પીવો. તેનાથી બ્લડશુગર કંટ્રોલમાં રહે છે.

પ્રોટીન અને જરૂરી પ્રમાણમાં અમીનો એસીડ હોવાને કારણે બીજ વાળ માટે રામબાણ છે. તેના બીજને ચાવીને ખાવાથી વાળ મૂળમાંથી મજબુત બને છે.

ડોકટરો મુજબ તરબુચના બીજ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે હાર્ટનાં ફ્ન્ક્સનીંગમાં સુધારો કરે છે અને યાદશક્તિ માટે પણ ફાયદાકારક છે.

તેમાં અનસેચુરેટેડ ફેટી એસીડ હોય છે, જે ચામડીમાં નમી જાળવી રહે છે. તેમાં રહેલ એન્ટીઓક્સીડેંટ તત્વ કરચલીઓને દુર કરે છે.

તરબૂચના બીજની ચા :

તરબૂચના બીજમાંથી બનેલ ચા કીડનીના દર્દીઓ માટે રામબાણ છે. તરબુચના બીજમાંથી બનેલ ચા કીડનીની પથરીને દુર કરી દે છે અને પેશાબના રોગો માટે પણ કામમાં આવશે.

પહેલા ૪ ચમચી તરબૂચના બીજને સારી રીતે મસળી લો અને લગભગ ૧૫ મિનીટ સુધી બે લીટર પાણીમાં ઉકાળો અને ચા તૈયાર છે.

સતત બે દિવસ આ ચા નું સેવન કરો અને ત્રીજો દિવસ છોડીને ફરી સતત બે દિવસ સેવન કરો, આવી રીતે અઠવાડિયા સુધી ઈલાજને અજમાવો ખરેખર તમને ફાયદો થશે.