”તારી આંખનો અફીણી” 60 વર્ષ થી વધુ જુનું આ ગીત આજે પણ સુપર હીટ છે

તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત દ્વારા રચાયેલું અજીત મર્ચન્ટે મ્યુઝીક આપેલું અને દિલીપ ભિયા ધોળકિયા નાં કંઠે સૌથી પેલા ગવાયેલું આ ગીત છ દાયકા થી વધુ જુનું છે.

અજિત મર્ચન્ટ બહુમૂખી પ્રતિભા ધરાવતા સંગીતકાર હતા. તેમની વિશેષતા એ હતી કે લોક સંગીત અને ભારતીય સંગીતનું તેમનું જ્ઞાન ખુબ સારું હતું. તેમની તેટલી જ ઊંડી સમજ તેમને પાશ્વાત્ય સંગીતમાં હતી. પોતાની ઉંમરના ૨૬માં વર્ષે ૧૯૪૮માં તેમણે ચતુભૂજ દોશી દગિ્દિર્શત કરિયાવર ફિલ્મમાં સોૈ પ્રથમ સંગીત આપ્યું અને તેમાં ગીતા રોય, મીના કપૂર વગેરે પાસે ગીતો ગવરાવ્યા.

અજિતભાઇ ઓલઇન્ડિયા રેડિયોમાં હતાં ત્યારે ચંચી મહેતા લિખિત એક રેડિયો નાટકમાં તેમણે સંગીત આપ્યું હતું અને તે કથા પર આધારિત એક ફિલ્મનું નિર્માણ પછીથી પોતે કર્યું હતું તે ફિલ્મ એટલે ‘દીવા દાંડી’. તે ફિલ્મમાં વેણીભાઇ પુરોહિત લિખિત ગીત તારી આંખ નો અફીણી તેમણે દિલીપ ધોળકિયા પાસે ગવડાવ્યું, સ્વરકાર અને ગાયક બન્ને આજે આપણી વચ્ચે નથી છતાં ગીત ગૂંજે છે.

ઘણા ગીતો નો ભાવ ના સમજાય તો પણ લોકો ને તે ગાવું ખુબ ગમે છે એવાજ એક ગીત જે તો યે મનભરીને મજા લીઘી છે એ ગીતોની. આજે જો એ બધા ગીતો સાંભળવા મળે તો કદાચ બાળપણ પાછું મળ્યું હોય એવી ખુશી થાય.

દિલીપભાઈ ધોળકિયા આ ગીત વિષે એમના એક ઈન્ટરવ્યું માં કહે છે એ જ્યારે રેડિયો માં નોકરી કરતા ત્યારે એમનું એક ગ્રુપ બની ગયેલું જેમાં બરકત વિરાણી, ગીજુભાઈ વ્યાસ, ધીરુભાઈ દાણી,વેણીભાઈ પુરોહિત, નંદ કુમાર પાઠક હતા એ વખતે વોર ટાઈમ હતો એટલે ૫ વાગે બંધ થઇ જાય ત્યારે એમના ગ્રુપ ની ઓફીસ શરુ થાય એમાં એક ગીત જન્મ્યું બરકત વિરાણીએ સ્ટોરી લખેલી સિનારિયો, બળવંતભટ્ટ ડાયરેક્ટ કરેલું એમાં એક ડાયલોગ આવ્યો હીરો અરવિંદ એને ચરસ નો શોખ એ ચરસ બહુ પીવે એમાં હિરોઈન એને કે કે તું ચરસ છોડી દે તો હું તારી સાથે લગન કરું ને પ્રેમ કરું એમાં બરકત વિરાણીએ ડાયલોગ આપેલો હીરો બોલે કે આજથી આ ચરસ છોડી દીધું આજથી તારો આંખનો અફીણી તારા બોલ નો બંધાણી વેણી ભાઈ પુરોહિતે આ લાઈન લઇ લીધી અને એની ઉપર ગીત બનાવ્યું જેમાં અજીત મર્ચન્ટે મ્યુઝીક આપેલું.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

આ ગઝલ નવયુવાન થી લઇ ને અબાલ વૃધ્ધો ના મન ને પણ ડોલાવી દે છે .આ ગઝલ ના શબ્દો સંભળાય ને ત્યારે બધા ને પોત પોતા ના ભૂતકાળ મા લઈ જાય છે એક પે્મી ને એની પિ્યતમા ની આ ગઝલ દ્વારા ખૂબ યાદ આવી જાય છે માણસ ને સારી રીતે જીવવા માટે આવા ગીત,ગઝલ,કે સંગીત થી રિચાજૅ થતા રેહવુ પડે છે તો આસાની થી જીવાઇ જાય છે.

અફીણ થી જેમ નશો ચડે છે તેમ પે્મીને એની પે્મિકા ની નજર નો નશો ચડે છે .જીદગી મા જો પે્મ કયૌ હોય તો આવી ગઝલ થી દિલ બાગબાન હો ગયા

વિડીયો