ટાટાની આ કાર આપશે 300 કિલોમીટરની એવરેજ, જાણો ક્યારે થશે લોન્ચ

હાલના દોડધામ વાળા જીવનમાં લોકોને વાહનની ઘણી જરૂરિયાત રહે છે, અને દરેકે વાહન રાખવું પણ અનિવાર્ય બની ગયું છે. અને હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ દિવસેને દિવસે વધતા જાય છે, તેથી લોકોને એ ઘણું મોંઘુ પડી રહ્યું છે. અને આમ જોવા જઈએ તો આજના સમયમાં એટલા બધા વાહનો વધી ગયા છે કે, વાતાવરણમાં પણ ઘણું પોલ્યુશન વધી ગયું છે, તેને કારણે લોકોને ઘણા પ્રકારના રોગો પણ થઇ રહ્યા છે.

આ બધાના ઉકેલ માટે અનેક પ્રકારની ઇલેક્ટ્રિક કારો માર્કેટમાં આવતી રહે છે. અને આવી જ એક કાર હાલમાં જ બહાર પાડવામાં આવી રહી છે, અને તે અંગે સરકાર પણ ઘણા પગલા લઇ રહી છે. સરકાર પણ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. આવો જાણીએ આજના લેખમાં શું છે જાણવા જેવું? અને તેના વિષે વિસ્તારથી જાણીએ.

કારને એક વખત ચાર્જીંગમાં લગભગ ૩૦૦ કી. મી. સુધી ચલાવી શકાશે.

ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તેની ઇલેક્ટ્રિક કાર Nexon EV ચાલુ નાણાકીય વર્ષના ચોથા સત્રમાં લોન્ચ થશે. તેનો અર્થ કંપની જાન્યુઆરી-માર્ચ દરમિયાન નેક્સોન ઈવી (Nexon EV) ને લોન્ચ કરશે. કારની કિંમત ૧૫ થી ૧૭ લાખ રૂપિયા વચ્ચે રહી શકે છે. કારને ફૂલ ચાર્જ કરવાથી લગભગ ૩૦૦ કી.મી. સુધી ચલાવી શકાશે.

બેટરી ઉપર ૮ વર્ષની વોરંટી :

આ કાર જીપટ્રોન ટેકનોલોજી ઉપર આધારિત હશે. તેનાથી કારની બેટરી અને મોટરને લાંબા સમય સુધી ચલાવી શકાશે. તે કારણ છે કે ટાટા મોટર્સ દ્વારા ઇલેક્ટ્રિક કારની મોટર અને બેટરી ઉપર ૮ વર્ષની વોરંટી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ટાટા મોટર્સના પ્રેસિડેન્ટ (ઇલેક્ટ્રિક મોબીલીટી વેપાર અને કોર્પોરેટ રણનીતિ) શૈલેશ ચંદ્રે જણાવ્યું કે, અમને આ જાહેરાત કરતા ગર્વ થઇ રહ્યો છે કે, નેક્સોન ઈવી દેશમાં કાર ખરીદવા વાળા માટે ચાલુ નાણાકીય વર્ષના ચોથા સત્રમાં ઉપલબ્ધ થઇ જશે. આ ઈવી મોડલ બજારની હાલની મુશ્કેલીઓ દુર કરશે, અને ઝીરો એમીશન સાથે રોડ ઉપર સરસ પરફોર્મેન્સ આપશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.