ટાટાના લોખંડી સંકલ્પ આગળ અંગ્રેજોનો ગર્વ ચકનાચૂર થવાનો પુરાવો છે જમશેદપુર

સ્વર્ણરેખા અને ખરકઈ નદીના કાંઠે વસેલા આ શહેરે છેલ્લા ૧૦૦ વર્ષોમાં લાંબો રસ્તો પાર પાડી લીધો છે. આજે અહિયાં ચૂંટણીનો દેકારો છે. રાજ્યના મુખ્યમંત્રી રઘુવીર દાસ પોતે અહિયાં મેદાનમાં છે. તેમને પડકાર મળી રહ્યો છે પોતાના જ સહયોગી અને હવે બાગી બની ગયેલા સરયુ રાયથી. કોંગ્રેસ તરફથી પાર્ટીના જોરદાર પ્રવક્તા ગોપાલ વલ્લભ અહિયાથી નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણીના બહાને જ આ શહેરનો રસપ્રદ ઈતિહાસને અમે તમારી સામે લાવી રહ્યા છીએ.

જમશેદપુરની ગૌરવશાળી જૂની કહાની

જ્યારે ટાટાએ ઉભો કર્યો હતો સ્ટીલનો પાયો

ફીલીસ્તીન સુધી ગયું ઝારખંડનું લોખંડ

વાત ૧૦૦ વર્ષથી પણ જૂની છે. વર્ષ ૧૯૧૪ હતું અને પહેલા વિશ્વયુદ્ધમાં તોપો ગુંજી રહી હતી. બ્રિટીશ સરકાર જર્મની-ઓસ્ટ્રેલીયા અને હંગેરી સાથે ખરાબ રીતે યુદ્ધમાં ફસાઈ હતી. આધુનિક વિશ્વનું પહેલું યુદ્ધ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વ સુધી ફેલાઈ ગયું હતું. બ્રિટીશ સરકાર મોટા પ્રમાણમાં લોખંડ અને યુદ્ધના સામાનની સપ્લાય આખી દુનિયામાં ફેલાયેલા પોતાના સૈનિકોને કરી રહી હતી. તે સમયે બ્રિટીશ સામ્રાજ્યનો સૂર્ય અસ્ત થતો ન હતો, તેનું આ મહાયુદ્ધમાં બધું જ દાવ ઉપર લાગેલું હતું. જુના મોડલનો રેલ્વે સામાન મોકલવામાં આવતો હતો.

ઈજીપ્ત, મેસોપોટામિયા અને પૂર્વી અમેરિકા જેવા સ્થળોમાં તો રેલ્વેના પાટા પણ લગાવવામાં આવ્યા ન હતા. પરંતુ ત્યાં યુદ્ધનું વાતાવરણ ઝડપથી વધી રહ્યું હતું, આ ક્ષેત્રોમાં પોતાનો કબજો જમાવવા માટે બ્રિટીશ શાસકને ત્યાં સૌથી પહેલા અને સૌથી ઝડપથી પહોચવું હતું. તેના માટે અંગ્રેજ એન્જીનીયરોએ આ વિસ્તારમાં રેલના પાટા લગાવવા હતા.

આથી અંગ્રેજ એન્જીનીયરોએ આ વિસ્તારોમાં રેલના પાટા લગાવવાની યોજના બનાવી. કામ ઉપર અમલ પણ શરુ થઇ ગયો. પરંતુ તરત તેની સામે એક ગંભીર સમસ્યા આવી પડી. યુદ્ધમાં ફસાયેલુ બ્રિટન આટલા પ્રમાણમાં સ્ટીલનું ઉત્પાદન જ નહોતું કરી રહ્યું કે તે સ્ટીલના પાટા બનાવી શકાય. લડાઈ ચાલુ હતી. પરંતુ પાટા લગાવવાનું કામ અટકી ગયું હતું.

ઝારખંડમાં બની રહ્યું હતું લોખંડી સ્ટીલ

છેવટે બ્રિટીશ સરકારનું ધ્યાન ગયું ઉત્પાદક ભારત ઉપર. તે દિવસે અખંડ બિહાર (હવે ઝારખંડ) ના ગાઢ જંગલોમાં એક સ્ટીલનું કારખાનું નવું નવું શરુ થયું હતું, તે સમયે આ સ્થળ ઉપર નાના નાગપુરના જંગલોની રત્નગર્ભા ધરતીમાં છુપાયેલા કાચા લોખંડને ઓગાળીએ દુનિયાની ઉત્તમ ક્વોલેટીનું લોખંડ સ્ટીલ બનાવામાં આવી રહ્યું હતું. આ કારખાનું હતું જમશેદપુરજી નૌસેરવાનજી ટાટાનું અને કારખાનાનું નામ હતું ટાટા આયરન એંડ સ્ટીલ કંપની લીમીટેડ

ટાટાના સપનાની મજાક

ભારત તે સમયે બ્રિટેનની કોલોની હતું. બ્રિટેને પોતાની શરતો ઉપર TISCO ના માલિક જમશેદજી ટાટાના દીકરા દોરાબજી ટાટા પાસે સ્ટીલ ખરીદવાનો સોદો કર્યો. ત્યાં એક અંગ્રેજ હતા જે જમશેદજીને આ સ્ટીલ પ્લાન્ટ માટે લાયસન્સ આપી રહ્યા ન હતા, અને આ સપના માટે જમશેદજીની મજાક ઉડાવતા હતા. એક અંગ્રજ અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ટાટા જેટલા ટન સ્ટીલ ઉત્પન કરશે તેને પોતાને જ ખાવું પડશે. ખાસ કરીને આ ગુલામ ભારતની ખરાબ ઔધ્યોગીક હાલત ઉપર અહંકારમાં ડૂબેલા એક અંગ્રેજની ટીકા હતી.

ચૂંટણી

3 લાખ ટન સ્ટીલ, અને ૨૫૦૦ કી.મી. રેલ્વે પાટા

હવે આ કારખાના માંથી ઉત્પાદન થનારું સ્ટીલ બ્રિટેન મોકલવામાં આવવા લાગ્યું. ૧૯૧૪થી ૧૯૧૮ વચ્ચે આ કારખાના માંથી 3 લાખ ટન સ્ટીલ અને લગભગ ૨૫૦૦ કી.મી. સુધીના રેલ્વે પાટાની સપ્લાઈ કરવામાં આવી. બ્રિટેને પોતાના સેન્ય અભિયાનોમાં ઝારખંડની આ ખરાબ વસ્તુનો નિર્દયતાથી ઉપયોગ કર્યો. બ્રિટેને પૂર્વી આફ્રિકા, મેસોપોટામિયા, ફેલીસ્તીન અને મિશ્રના દુર દુરના વિસ્તારોમાં રેલ્વે પાટા લગાવ્યા અને સામ્રાજ્યવાદનો પોતાનો હેતુ સિદ્ધ કર્યો.

ફેલીસ્તીનમાં ટાટાનું સ્ટીલ

વિશ્વ યુદ્ધ પૂરું થયા પછી જાન્યુઆરી ૧૯૧૯માં ભારતમાં બ્રિટાનીયા સરકારના સૌથી મોટા અધિકારી અને તત્કાલીન વાયસરાય લોર્ડ ચેમ્સફોર્ડ પોતે આ સ્ટીલના કારખાનામાં આવ્યા અને કંપનીનો આભાર માન્યો. સાચકીમાં આવેલા ટાટા સ્ટીલના ડાયરેક્ટર બંગલેને કંપનીના અધિકારીઓને સંબોધિત કરતા કહ્યું હતું, હું ઘણી મુશ્કેલી સાથે તેની કલ્પના કરી શકું છું કે જો ટાટા કંપનીએ અમને મેસોપોટામિયા, ઇજીપ્ત, ફેલીસ્તીન અને પૂર્વી આફ્રિકા માટે સ્ટીલ ન આપ્યું હોત તો શું થાત.

તે દરમિયાન એક કાર્યક્રમમાં તેમણે આ શહેરનું નામ સાકચી માંથી બદલીને જમશેદપુર રાખ્યું. આજથી ૧૦૦ વર્ષ પહેલા પૂર્વી ભારતના પ્રસિદ્ધ રેલ્વે સ્ટેશન ટાટાનગર કાલીમાટીના નામથી ઓળખવામાં આવતુ હતું. લોર્ડ ચેમ્સફોર્ડે જ તેનું નામકરણ ટાટાનગર કર્યું.

ટાટાની ૧૦૦થી વધુ વર્ષોની સફર

ટાટા સ્ટીલની સ્થાપના ૧૯૦૭માં થઇ ગઈ હતી, પરંતુ પહેલી વખત અહિયાંથી સ્ટીલનું ઉત્પાદન ૧૬ ફેબ્રુઆરી ૧૯૧૨થી થયું. ત્યારે ભારત એશિયાનો એક માત્ર એવો દેશ હતો, જેની પોતાની સ્ટીલ ફેક્ટરી હતી. આજની ગણતરીમાં એ વાત ઘણી નાની લાગે, પરંતુ ત્યારે ચીન અને જાપાન પાસે પણ તે માન પ્રાપ્ત ન હતું. સ્વર્ણરેખા અને ખરકઈ નદીના કાંઠે વસેલા આ શહેરે છેલ્લા ૧૦૦ વર્ષોની લાંબી સફર પૂરી કરી છે.

હાવરા બ્રીજના પાયામાં છે ટાટાનું સ્ટીલ

પહેલા વિશ્વ યુદ્ધ પછી બીજા વિશ્વ યુદ્ધમાં પણ ટાટા સ્ટીલ પોતાની વિશ્વકક્ષાની ક્વોલેટીને કારણે અંગ્રેજોની નજરમાં સન્માન પાત્ર બન્યું. આમ તો આ વખતે પણ તેની અપેક્ષા સામ્રાજ્યવાદી અને શોષણકારી નીતિઓના શોષણની હતી. ખાસ કરીને લાંબી ચર્ચા અને વિચારણા પછી ૧૯૩૬માં બ્રિટીશ સરકારે કલકત્તામાં હુગલી નદી ઉપર વર્લ્ડ ક્લાસ બ્રીજ બનાવવાનો નિર્ણય કર્યો.

આમ તો પુલ બનાવવા ઉપર સંમતી ૧૯૧૦ના દશકમાં થઇ ગઈ હતી, પરંતુ પ્રથમ વિશ્વ યુદ્ધને કારણે જ કામ શરુ ન થઇ શક્યું. ૧૯૨૬માં હુગલી નદી ઉપર સસ્પેન્શન બ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

અને શરુ થઇ ગયું બીજું વિશ્વ યુદ્ધ

પુલનો નકશો મેસર્સ રેંડેસ પાલમેર અને ટ્રીટન નામની કંપનીના અધિકારીએ તૈયાર કર્યો. ૧૯૩૯માં પુલ બનાવવાનો ઓર્ડર મેસર્સ ક્લીવલેંડ બ્રીજ એંડ એન્જીનીયર કંપનીને આપવામાં આવ્યો. પરંતુ ત્યાં સુધી દુનિયા એક વખત ફરીથી યુદ્ધના દ્વાર ઉપર આવી ગઈ હતી. યુદ્ધના સ્થાન ઉપર દોસ્ત અને દુશ્મન બદલાઈ ગયા હતા અને નવા હથીયારો અને સાધનો સાથે માનવતાનો વિનાશ કરવા માટે તૈયાર હતા. ૧૯૩૯માં જ બીજા વિશ્વ યુદ્ધની જાહેરાત થઇ ગઈ.

હાવડા બ્રીજને ઈંટ ગારા અને લાકડા માંથી બનાવવાની ન હતી, બ્રિટીશ સરકાર સિવિલ એન્જીનીયરીંગના આ ચમત્કારિક અહેસાસને માત્ર સ્ટીલના મોટા મોટા ટુકડા માંથી બનાવી રહી હતી. તેને યુરોપ તરફ મોકલી દેવામાં આવ્યું. ૨૬૦૦૦ ટનની સ્ટીલની જરૂરિયાત માંથી માત્ર ૩૦૦૦ સ્ટીલ ભારત પહોચી શક્યું.

જમશેદપુરથી આવ્યું ૨૩૦૦૦ ટન સ્ટીલ

બ્રિટીશ સરકારે એક વખત ફરી ટાટા સ્ટીલને આ પુલના સ્ટીલને બનાવવાનું કહ્યું. ટાટા સ્ટીલે મેટલ એન્જીનીયરીંગની ખોટ પૂરી પાડીને ખાસ પ્રકારનું ૨૩૦૦૦ ટન સ્ટીલનું ઉત્પાદન કર્યું. ટાટા સ્ટીલ આ મોટી મોટી દીવાલોથી હાવડા બ્રીજનો પાયો નાખવામાં આવ્યો, જે આજે પણ ટાટાના નામ મુજબ ક્વોલેટીનું ઉત્તમ પ્રતિક છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.