તત્કાલ ટીકીટ બુકિંગ કરાવતી વખતે લોકો એ નહોતા સમજી શકતા કે થોડી સેકન્ડમાં જ બધી ટીકીટો કોણ બુકિંગ કરાવી લે છે. ખાસ કરીને તેની પાછળ એક રહસ્ય છે કે એમ કહીએ કે એક ટેકનોલોજી છે.
આમ તો IRCTC ઉપર ટીકીટ બુકિંગ કરાવતા ઘણા બધા લોકોને આવડે છે, પણ જયારે વાત તત્કાલ ટીકીટની હોય છે તો ભલભલાના છક્કા છૂટી જાય છે. અત્યારે તત્કાલ ટીકીટની બારી ખુલે જ છે કે થોડી સેકન્ડમાં જ તમામ અવેલેબલ ટીકીટ ‘બુકિંગ’ જોવા મળે છે. લોકો એ નથી સમજી શકતા કે છેવટે કોણ છે જે આટલી ઝડપથી બધી ટીકીટ બુકિંગ કરવી લે છે. બુધવારે સીબીઆઈ માં કામ કરનારા એક આસિસ્ટંટ પ્રોગ્રામર ને સીબીઆઈ એ ધરપકડ કરી છે. સીબીઆઈ માં આવતા પહેલા અજય ગર્ગ નામના આ વ્યક્તિએ એક સોફ્ટવેર બનાવ્યું હતું. જેની મદદથી રેલ્વેની તત્કાલ ટીકીટ અને બીજી ટીકીટ સરળતાથી બુકિંગ કરી શકાતી હતી. ગર્ગ ના સાથી અનીલ ગુપ્તાની પણ ધરપકડ કરી લેવામાં આવેલ છે. સોફ્ટવેર ની મદદથી એક વખતમાં 800 થી 1000 ટીકીટ સુધી બુકિંગ કરી શકતા હતા.
આ તો હતી પહેલી ઘટના, જેનો ખુલાસો થઇ ગયો અને તેમાં ધરપકડ પણ થઇ ગઈ. પણ આવા ઘણા કિસ્સા છે, જેની ઉપર અત્યારે પોલીસ કે સીબીઆઈ નું ધ્યાન ગયું નથી. થોડા આવા જ પ્રકારનું એક કામ વેબસાઈટ દ્વારા પણ થઇ રહ્યું છે. તમને જણાવી દઈએ કે કોઈપણ ની અંગત જાણકારીઓ એકઠી કરવી ખોટું કહેવાય, પણ આ વેબસાઈટ નો ઉપયોગ કરીને ટીકીટ નું નુકીંગ કરવાથી તમારી અંગત માહિતી વેબસાઈટ ના ડેટાબેઝ માં જતી રહે છે. આવું કરવાની પરવાનગી ન તો કોઈ વેબસાઈટને છે ન તો કોઈ પેમેન્ટ મર્ચન્ટ ને. જાણો કેવી રીતે કામ કરે છે આ વેબસાઈટ અને પોતાને તેનાથી કેવી રીતે બચાવી શકે છે.
આ છે તે પદ્ધતિ
જે ટેકનીક ની આપણે વાત કરી રહ્યા છીએ તે ‘આઈઆરસીટીસી મેઝીક ઓટો ફિલ’ છે. વેબસાઈટ નો દાવો છે કે તેનો ઉપયોગ કરવાથી તમે માત્ર 30 સેકન્ડ ની અંદર જ ટીકીટ બુકિંગ કરી લેશો અને તે પણ કન્ફર્મ. તેના માટે તમારે થોડા કામ કરવા પડશે.
* સૌથી પહેલા ગુગલમાં ‘આઈઆરસીટીસી મેઝીક ઓટો ફિલ’ સર્ચ કરો.
* તેની લીંક ઉપર ક્લિક કર્યા પછી તમારી સામે એક પેઝ ખુલશે, જેની ઉપર Poen Reservation From લખ્યું હશે. તેની ઉપર ક્લિક કરો.
* તમારી સામે જે પેઝ ખુલશે, તે જોવામાં મોટા ભાગે આઈઆરસીટીસી જેવું લાગશે. આ પેઝમાં આપણું યુઝરનેમ, પાસવર્ડ, ક્યાંથી ક્યાં જવું, ક્યાં સુધી જવું, નામ, ઉંમર, સીટ પ્રીફરેંસ અને આપણી કાર્ડ ડીટેલ્સ નાખો. બધી માહિતી લખ્યા પછી નીચે આપવામાં આવેલા બટન Submit Details ઉપર ક્લિક કરો.
* ત્યાર પછી તમારી સામે એક પેઝ ખુલશે, જેની ઉપર પીળા રંગ નું એક બટન જોવા મળશે.
* તમારે આ બટનને ડ્રેગ કરીને એટલે કે ખેંચીને બુકમાર્ક માં લઇ જવાનું રહેશે, જેમકે નીચે આપવામાં આવેલા વિડીયોમાં પણ બતાવવામાં આવ્યું છે.
* ત્યાર પછી તમારે આઈઆરસીટીસી ની વેબસાઈટ ઉપર જવું પડશે.
* દરેક પેઝ ખુલતા જ તેમાં ભરવાની માહિતી ભરવાને બદલે તમારે બુકમાર્ક કરેલા તે બટન ઉપર ક્લિક કરવાની રહેશે અને તમે જોશો કે તમારી તમામ માહિતી પોતાની જાતે જ ભરાઈ જશે. ફક્ત કૈપચા કોડ તમારે જાતે જ નાખવો પડશે.
* લોકોને ટીકીટ બુકિંગ કરાવવામાં મોડું એટલા માટે થઇ જાય છે કેમ કે તેમને આ બધી માહિતી ભરવાની હોય છે. તે ઘણા લોકો કાર્ડ થી ચુકવણું કરવા માટે કાર્ડની માહિતી ભરવામાં સમય વધુ લેતા હોય છે. પણ અહિયાં ઉપર તમારું બધું જ કામ એક ક્લિક થી થશે અને તમે પણ ઝડપથી આશરે 30 સેકન્ડ ની અંદર જ તત્કાલ ટીકીટ કે કોઈ બીજી ટીકીટ બુકિંગ કરી શકશો.
અહિયાં સાચવવાની જરૂર
આમ તો આજકાલ ના સમયમાં ઘણી બધી વેબસાઈટ તમારા કાર્ડની માહિતી લઇ લે છે, પણ આ વેબસાઈટ ઉપર આપણી કોઈ એવી જાણકારી શેયર નાં કરો, જેની તમારી પરવાનગી વગર ઉપયોગ થઇ શકે છે. બની શકે તો એક વખત આ વેબસાઈટનો ઉપયોગ કરીને ટીકીટ બુકિંગ કરાવ્યા પછી તમારો આઈઆરસીટીસી પાસવર્ડ બદલી નાખો. તમારા કાર્ડની માહિતી પણ આ વેબસાઈટ ના ડેટાબેઝ માં પહોચી જશે, એટલા માટે માત્ર તે ક્રેડીટકાર્ડનો ઉપયોગ કરો જે પીનકોર્ડ કે ઓટીપી સાથે સિક્યોર હોય. સાથે જ, તે પણ જણાવી દો કે આ વેબસાઈટ દ્વારા અમે કોઈ ટીકીટ બુકિંગ નથી કરાવી. તેવામાં તે સ્પષ્ટ રીતે નથી કહેવામાં આવી શકતું કે તમારી ટીકીટ બુકિંગ થશે કે પછી નહી. યુટ્યુબ ના વિડીયોમાં પણ જેટલા લોકોએ કોમેન્ટ કરીને એકાઉન્ટ નો ખોટા ઉપયોગથી લઈને પ્રશ્નો પૂછ્યા છે, તેમાં થી કોઈના જવાબ આપવામાં આવેલ નથી. તેના લીધે પણ આ વેબસાઈટ શંકાથી ઘેરાયેલી જણાય છે.
આવી સુરક્ષિત રીતે જ ટીકીટનું કરાવી શકો છો બુકિંગ
જો તમે ધારો તો એક સુરક્ષિત રીતે જ આ વેબસાઈટ નો ઉપયોગ કરીને ઝડપથી બુકિંગ કરાવી શકો છો. તેના માટે તમારે બસ બે વસ્તુનું ધ્યાન રાખવું પડશે. આ વેબસાઈટ ઉપર આપવામાં આવેલ ફોર્મ ને ભરતી વખતે પોતાનો આઈઆરસીટીસી નો પાસવર્ડ અને સીવીવી નંબર ન ભરવો, બાકી બધી માહિતી ભરી દો. જયારે તમે આઈઆરસીટીસી ઉપર ટીકીટ બુકિંગ કરી રહ્યા હો, તે દરમિયાન તમારો પાસવર્ડ અને ચુકવણું કરતી વખતે પોતાનો સીવીવી નંબર ભરી દો. બીજી બધી માહિતી આ વેબસાઈટ ની ટેકનીક દ્વારા પોતે જાતે જ ભરાઈ જશે.
CVV સેવ કરવો છે ગેરકાયદે
પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યુરીટી સ્ટેડર્ડ (PCI DSS) મુજબ કોઈ પણ કંપની કે પેમેન્ટ મર્ચન્ટ કોઈના ક્રેડીટ કાર્ડનો સીવીવી નંબર પોતાની પાસે રાખી શકતા નથી. તે irctc-tatkal-magic-autofill-form.com વેબસાઈટ ઉપર તમારો સીવીવી નંબર પણ સુરક્ષિત થઇ જઈ રહ્યો છે. ભલે કોઈ તમારા ઓટીપી વગર કોઈ ટ્રાન્જેકશન નહી કરી શકે, પણ તમારો સીવીવી નંબર તેના ડેટાબેઝ માં સુરક્ષિત થઇ જશે, જે નિયમ વિરુદ્ધ છે.
whois.com થી તે જાણી શકાય છે કે આ વેબસાઈટ એક વ્યક્તિ હેમંત સોની ના નામે રજીસ્ટર છે. આ વેબસાઈટ સાથે જોડાયેલ એક હેમંત સોની ની અમે તપાસ પણ કરી. તેમની માહિતી એક બ્લોગ દ્વારા મળી, જ્યાં હેમંત સોનીએ ટ્રેન મુસાફરી સાથે જોડાયેલા થોડા પ્રશ્નો ના જવાબ આપેલ છે. હેમંત સોની એ જયારે સંપર્ક કરવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે શું વેબસાઈટ તેમની છે? શું તેના દ્વારા ટીકીટ બુકિંગ કરાવવું સુરક્ષિત છે? તો તેમનો જવાબ હતો- હું પણ આ વેબસાઈટ નો ઉપયોગ કરું છું. પ્રશ્નોના વધતા મારા થી હેમંત સોનીનો જવાબ પણ બદલાઈ ગયો- મેં વેબસાઈટ ના લોકો સાથે સંપર્ક કર્યો હતો, તે સંપૂર્ણ સુરક્ષિત છે. પ્રશ્નોનું નિશાન ત્રીજા જવાબ ઉપર લાગ્યું છે, જેમાં તેમણે કહ્યું- મેં આ વેબસાઈટ માટે માર્કેટિંગ નું કામ કર્યું છે.
પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે જો હેમંત સોની આ વેબસાઈટ માટે માત્ર માર્કેટિંગ કરી છે તો પછી તેમનું નામેં ડોમેન રજીસ્ટર કરાવવાવાળા ના નામની જગ્યાએ કેવી રીતે પહોચી ગયું? સાથે જ તેમના બદલાતા જવાબ પણ એક શંકા ઉત્પન કરે છે. એવું પણ બની શકે કે કોઈએ હેમંત સોનીના નામનો દુરુપયોગ કરીને વેબસાઈટ બનાવી હોય. હશે આ વેબસાઈટ કોઈએ પણ બનાવી હોય, પણ તમારી સુરક્ષા તમારા હાથમાં છે. જો તમે તેનાથી ટીકીટ બુકિંગ કરાવવા ઈચ્છો છો તો ધ્યાનથી કરજો.
વિડીયો