ફક્ત 30 સેકન્ડ થી ૧ મિનીટ માં બુકિંગ થઇ જશે તત્કાલ ટીકીટ. ક્લિક કરી જાણો હાઈટેક પદ્ધતિ

ઇન્ડિયન રેલ્વેમાં તહેવારોની સીઝન દરમિયાન ટીકીટોની હાડમારી વિષે તો બધા જાણો જ છો. આવી પરિસ્થિતિમાં તત્કાલ ટીકીટ બુકિંગ કરાવવી એટલે ફરતી માછલીની આંખમાં તીર મારવા બરોબર છે. તેવામાં એક હાઇટેક પદ્ધતિ અમારી જાણમાં આવેલ છે. જેના ઉપયોગથી કોઈપણ જરૂરિયાતવાળા 1 મિનિટથી ઓછા સમયમાં તત્કાલ ટીકીટ બુકિંગ કરાવી શકે છે.

તત્કાલ ટીકીટ બુકિંગ કરાવનારા બધા લોકો જાણતા જ હશે કે સવાર સવારે ખુબ થોડા સમય માટે ખુલતી તત્કાલ ટીકીટ બુકિંગ કેટલું મુશ્કેલ હોય છે. થોડા જ સેકન્ડમાં તમે તમારી ટીકીટ ગુમાવી શકો છો. જે જેટલા વધુ ઝડપી હશે તેઓ તત્કાલ ટીકીટ બુકિંગ કરાવી શકશે. આ વાતને ધ્યાનમાં રાખીને બાયહટકે ડોટ કોમ તત્કાલ બુકિંગ માટે ‘તત્કાલ ફોર શ્યોર’ નામનું એવું બ્રાઉઝર બહાર પાડેલ છે. જેનો ઉપયોગ કરીને લોકો 1 મિનિટથી ઓછા સમયમાં તત્કાલ ટીકીટ બુકિંગ કરાવી શકે છે. તે ઓનલાઈન ટુલ ખુબ ઝડપી અને સલામત માનવામાં આવે છે.

આ સહેલા સ્ટેપ્સ માં જાણો ઝડપી તત્કાલ બુકિંગની હાઇટેક પદ્ધતિ

(1) સૌથી પહેલા Google ઉપર ‘તત્કાલ ફોર શ્યોર’ ના ડાયલોગ બોક્ષમાં Add to chrome ઉપર ક્લિક કરો. થોડી જ સેકન્ડમાં આ ક્રોમ એક્ટેશન તમારા બ્રાઉઝર માં એડ થઇ જશે. તેને એલાઉ કરી દો.

(2) ત્યાર પછી તમારા ક્રોમ બ્રાઉઝરમાં ‘તત્કાલ ફોર એક્સ્ટેનશન ઉપર ક્લિક કરો. એક નવી વિન્ડો ખુલી જશે જેમાં 4 ઓપ્શન આપવામાં આવશે પહેલું irctc લોગીંગનું હશે. તે જગ્યાએ તમે તમારું IRCTC લોગીંગ પાસવર્ડ નાંખો અને પ્રોસીડ કરો.

(3) બીજા પેઇજ ઉપર ડીટેલ્સ એટલે કે ક્યાંથી ક્યાં અને ક્યારે મુસાફરી કરવી છે, તે ફીડ કરો.

(4) ત્યાર પછી નેક્સ્ટ પેઇજ ઉપર પેસેન્જર ઇન્ફોર્મેશનનું ઓપ્શન આવશે. કઈ કઈ વ્યક્તિ માટે તમારે ટીકીટ કરાવવી છે, તે જગ્યાએ તમારે ડીટેલ ભરવી પડશે. ત્યાર પછીના અને છેલ્લા પેઇઝ ઉપર તો પેમેન્ટ ઇન્ફોર્મેશનનું ઓપ્શન હશે. જેની ઉપર તમે નેટ બેકિંગ, ડેબીટ કાર્ડ કે પછી વોલેટનું ઓપ્શન પણ પસંદ કરી શકો છો. ત્યાર પછી બુકિંગ નાઉ ઉપર ક્લિક કરો.

ધ્યાન રાખો ‘તત્કાલ ફોર શ્યોર’ બ્રાઉઝર એક્ટેનશન Chrome અને Firefox Browser ઉપર ચાલે છે. તેને ડેસ્કટોપની સાથે સાથે મોબાઈલ બ્રાઉઝર ઉપર પણ એડ કરવામાં આવી શકે છે. તત્કાલ ટીકીટ બુકિંગ કરવા માટે તમારે તત્કાલ ટીકીટનું બુકિંગ સમય એટલે કે 10.૦૦ વાગ્યે કે પછી 11.૦૦ વાગ્યાથી થોડી મીનીટો પહેલા ‘તત્કાલ ફોર શ્યોર’ ના પેઇજ ઉપર જવું પડશે અને પછી મુસાફરી સાથે જોડાયેલ તમામ ડીટેઈલ્સ ભરીને તૈયાર રાખવી પડશે. તત્કાલનું બુકિંગ ટાઇમ શરુ થતા જ બસ તમારે છેલ્લા પેઇઝ ઉપર બુક નાઉ ઉપર ક્લિક કરવાની રહેશે.

ત્યાર પછી તે ઓનલાઈન ટુલ પોતાની જાતે જ બુકિંગની તમામ કામગીરી કરશે. એટલે કે તમારા દ્વારા ભરેલ તમામ ડીટેલ્સ મુજબ તે તમારા માટે ટ્રેન અને બર્થ ની પસંદગી કરશે અને પેમેન્ટ પ્રોસીડ કરશે. પેમેન્ટ થતા જ તમારી તત્કાલ ટીકીટ બુકિંગ થઇ જશે. ઘણા રીપોર્ટ મુજબ આ એક્સટેન્શન દ્વારા રેલ્વે ટીકીટ બુકિંગ કરવામાં 1 મિનીટથી ઓછો સમય લાગે છે તો હવે પછી તમે પણ ટ્રાય કરશો બની શકે કે આ ઓનલાઈન ટુલ તમારી મુસાફરી થોડી સરળ બનાવી દે.

હા એક બીજી ઓનલાઈન ટુલ બનાવનારી કંપની મુજબ આ બ્રાઉઝર એક્સટેન્શન ખુબ સલામત છે, કેમ કે શેયર કરેલી અંગત માહિતી તમારા બ્રાઉઝર પેઇઝ ઉપર જ સેવ થાય છે, કંપનીના સર્વર ઉપર નહી. પણ ભરોસો રાખવો નહિ કારણ કે આજે ડીજીટલ પ્લેટફોર્મ પર ક્યા કેવીરીતે લોકો ક્રાઈમ કરતા હોય એ કહી નાં શકાય