તે માં જે CBSE માં 60% ગુણ વાળી પોસ્ટ નાખીને પ્રસિદ્ધ થઇ ગઈ.

સીબીએસઈ બોર્ડમાં દસમાં ધોરણના પરિણામે આ વખતે સૌને વિચારતા કરી દીધા. ૧૩ વિદ્યાર્થીઓ પહેલા નંબર ઉપર આવ્યા. ૫૦૦ માંથી ૪૯૯ ગુણ સાથે.

વાંચીને નીચે વિડીઓ ખાસ જોશો.

એ વાતનો અંદાઝ લગાવવો મુશ્કેલ નથી કે આ ઘરોમાં તે દિવસોમાં વાતાવરણ જ કાંઈક જુદું જ રહ્યું હશે.

અભિનંદન આપવા વાળાની લાઈન લાગી હશે. મીડિયા વાળા ઈન્ટરવ્યું લેવા પહોચ્યા હશે અને માં-બાપ ગર્વથી સૌને જણાવી રહ્યા હશે કે પોતાના બાળકે ટોપ કર્યું છે. પરંતુ શું તમે એ ઘરના વાતાવરણનો અંદાજ લાગી શકો છો? જ્યાં બાળક 60% સાથે પાસ થયા હોય.

કેટલાક લોકો કહી શકે છે કે બિચારા માં-બાપ, બાળકોનું ભવિષ્ય શું હશે? કેવી રીતે સર્વાઇલ કરશે? પરંતુ દરેક માં-બાપ એવું નથી વિચારતા. તેમના માટે બાળક મહત્વ ધરાવે છે નહિ કે માર્ક્સ કે ટકા. એવી જ એક માં છે વંદના સુફિય કટોચ.

માર્ક્સના વાવાઝોડાની દોડ વચ્ચે દરેક માતા પિતાએ આ વિડીયો જોવો જોઈએ, જેમના બાળકો 10 માં ધોરણમાં કે 12 માં ધોરણમાં છે કે પછી હમણાં જ પાસ થયા છે.

દિલ્હીની ઇસ્ટ ઓફ કૈલાશમાં રહેવા વાળી વંદના તે અભીલાશીઓ માંથી છે. જે માને છે કે બાળકોની પ્રતિભા નંબર કે ટકાથી નક્કી નથી થતી. વંદનાના દીકરા આમીર આ વર્ષે દસમાંની પરીક્ષા પાસ કરી છે પરંતુ 60% ગુણ સાથે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગઈ વંદનાની પોસ્ટ :-

આજ કાલના સમયમાં જો કે મોટાભાગના બાળકોના નંબર 80-90 ટકા જ આવી રહ્યા છે, તો એવું ઓછું જોવા મળતું હોય છે કે બાળક 60 ટકા ગુણ સાથે પાસ થાય અને માં-બાપ તેને ગર્વથી સૌને બતાવે, પરંતુ વંદનાએ તેને ફેસબુક ઉપર શેર કરી.

તેમણે લખ્યું ‘મારા બાળક મને તારા પર ગર્વ છે. તે દસમાં ધોરણમાં 60 ટકા મેળવ્યા છે. હા એ 90 ટકા તો નથી જ. પરંતુ એ વાતથી તારા પ્રત્યે મારી ભાવનાઓમાં કોઈ ફરક નથી પડવાનો. કેમ કે મેં તારી લડાઈને ઘણી નજીકથી જોઈ છે. જે થોડાક વિષયોમાં તને તકલીફ હતી અને તું બસ હાર માનવાનો જ હતો. પરંતુ બસ દોઢ મહિના પહેલા તે એક દિવસ નક્કી કર્યું કે તું હાર નહિ માને. અને જોયું તે.

વંદનાની આ પોસ્ટ થોડા જ કલાકમાં વાયરલ થઇ ગઈ અને લોકો તેને અભિનંદન આપવા લાગી ગયા. આમ તો ઘણી એવી કોમેન્ટ પણ આવી. જેમાં લોકોએ તેની ઉપર વધુ ઉત્સાહ ઉપર પ્રશ્ન પણ ઉઠાવ્યા. લોકોએ લખ્યું કે જે મહેનત દોઢ મહિનામાં થઇ શકી તે શું આખા વર્ષમાં ના થઇ શકે?

તેની ઉપર વંદનાનું કહેવું છે કે સામાન્ય રીતે લોકોને લાગે છે કે નંબર ન આવ્યા તેનો અર્થ બાળકોએ બે પરવાહી કરી હશે આખું વર્ષ. પરંતુ એ કારણ હોવું જરૂરી નથી.

તે કહે છે કે ‘દરેક બાળક એક સરખા નથી હોતા, તો બધા માટે એક જેવું કારણ પણ હોય એ જરૂરી નથી.

કેટલું મુશ્કેલ હતું આ બધું? :-

વંદના જણાવે છે કે આ ઘણો મુશ્કેલ હતો આ સફર, ફક્ત પૈસાદાર લોકો માટે જ નહિ પરંતુ મારા પોતાના માટે પણ. હું પોતે ઘણી વખત દુ:ખી થઇ જતી હતી. રડવાનું પણ આવતું હતું, પરંતુ અમે નક્કી કર્યું કે અમે અટકીશું નહિ. નાના નાના ભાગમાં વહેચ્યા. વિષય નક્કી કર્યા અને મહેનત મૂકી નહિ.

વંદના કહે છે, ‘મારી તકલીફ એટલા માટે પણ વધુ હતી, કેમ કે આમેર તે સમયે ડીપ્રેશનમાં પણ આવી ગયો. હું દરરોજ તેને ઝઝુમતા જોઈ રહી હતી. તે સખ્ત મહેનત કરી રહ્યો હતો, પરંતુ પરિણામ તે નોહતું મળી શકાતું, જેની અમને આશા હતી. હું મારા દીકરાને રોજ લડતા જોઈ રહી હતી.’

પરંતુ જયારે બીજા બાળકોના ગુણ વિષે ખબર પડી તો કેવું લાગ્યું? :-

આ પ્રશ્નના જવાબમાં વંદના કહે છે કે મેં ક્યારે પણ સરખામણી નથી કરી. હા, એ સાચું છે કે 90 ટકા આવતે તો વાત જુદી હોત, પરંતુ હું એ જાણું છું કે મારા બાળકોની ખાસિયત નંબર લાવવા નહિ, પરંતુ કાંઈક બીજું જ છે.

બીજા લોકોને શું કહેવા માગીશ? :-

વંદના જણાવે છે કે તેને તે સમયે ખુબ નવાઈ થઇ છે, જયારે તે 97-98 ટકા વાળા બાળકો અને તેની સાથે તેમના માં-બાપને પણ રડતા જુએ છે.

બાળકોનું રડવું તો એમ પણ સમાજમાં આવે છે કે તે પ્રેશરમાં હોય એટલે, પરંતુ માં-બાપનું રડવું સમજાતું નથી. કમસે કમ તેમણે તો મોટા જેવો વ્યવહાર કરવો જોઈએ.

વંદના માને છે કે માં-બાપે બાળકો ઉપર દબાણ ન કરવું જોઈએ. તે પોતાની ખુશીઓને બાળકોના નંબર સાથે જોડી દે છે, પરંતુ એમ કરવું યોગ્ય નથી.

તે કહે છે, ‘તમને રાજી કરવા બાળકોની જવાબદારી નથી. તમે તમારી ખુશીનો ભાર તેની ઉપર નાખશો નહિ. નહીતો બાળક એ પણ કરવાનું ભૂલી જશે, જે તે કરવા માંગે છે. અને જેમાં તે ખરેખર સારો છે.

પણ શું ઓછા ગુણ સાથે જીવન નિભાવવું શક્ય છે?

તેની ઉપર વંદના કહે છે, ‘સફળતા માટેના વિચાર બધા માટે અલગ હોય છે. જરૂરી એ તો નથી કે જે લાખો કમાય તે જ સફળ કહેવાય? અને મારો દીકરો તેના પોતાના માટે કાંઈક તો કરી લેશે, તે વિશ્વાસ છે અને તેના માટે નંબર જરૂરી નથી.

વંદના પોતે પણ એક બિજનેશ વુમન છે. તે ફ્લેગ્રાઉન્ડ કમ્યુનિકેશન નામની કંપનીની ફાઉંડર છે. તેમનો આમેરથી પણ એક મોટો દીકરો છે. જે હાલમાં કોલેજમાં ભણી રહ્યો છે.

આ માહિતી બીબીસી ન્યુજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વીડિઓ :