મજેદાર જોક્સ : ટીચર : નાલાયક ક્લાસમાં આખો દિવસ છોકરીઓ સાથે વાતો કેમ કરે છે? વિદ્યાર્થી : સર હું ગરીબ છું…

1. છોકરી : ok, F9 I will talk 2 u T9i8, W8 4 me.

મહેરબાની કરીને બહેન હિન્દી કે ઈગ્લીશમાં વાત કરો,

Maths મારું નાનપણથી જ નબળું છે.

2. છોકરો છોકરી હોટલમાં ગયા.

વેઈટર : મેડમ શું લેશો?

છોકરી : મરચા વાળો રોટલો.

વેઈટર : શું ?

છોકરી : મરચા વાળો રોટલો.

વેઈટર : હસવા લાગ્યો.

છોકરો : અરે ભાઈ ગામડાની છે, તું ટેન્શન ન લે,

પીઝા માગી રહી છે.

3. જેવી રીતે આપણે વર્ષના છેલ્લા મહિના ડીસેમ્બરમાં આવી ગયા છીએ,

એવી જ રીતે મહિનો પસાર થઇને, આ વર્ષ પણ પસાર થઇ જશે.

તો જાણે અજાણે મેં તમારું 2020 માં દિલ દુભાવ્યું હોય અને કોઈ તકલીફ આપી હોય,

તો 2021 માં પણ તૈયાર રહેજો. કેમ કે માત્ર કેલેન્ડર બદલાઈ ગયું છે, અમે નહિ.

4. એક વખત એક રેલગાડીમાં લખ્યું હતું,

રેલ્વે આપણી સંપત્તિ છે.

એક ચોરે એ વાંચ્યું, તો પંખો ઉતાર્યો અને લખી નાખ્યું.

હું આ સંપત્તિ માંથી મારો ભાગ લઇ જાવ છું.

5. પત્ની : સાંભળો જી આજે ઓફીસથી જલ્દી આવી જજો મુવી જોવા જઈશું.

પતિ : ન આવ્યો તો?

પત્ની : જો સમયસર આવ્યા તો બીજેપીના ચૂંટણી ચિન્હથી સ્વાગત કરીશ,

અને મોડું કરશો તો પછી કોંગ્રેસના ચૂંટણી ચિન્હથી.

અને વધુ મોડું કર્યુ તો પછી કેજરીવાલનું ચૂંટણી ચિન્હ દરવાજા પાછળ મુક્યું છે, ધ્યાન રાખશો.

6. પિતા તેના દીકરાને

પિતા : તું સિગરેટ પીવે છે?

દીકરો : નહિ પપ્પા, મેં તો આજ સુધી સ્પર્શ પણ નથી કર્યો

પિતા : તો આ લે દસ રૂપિયા અને મારા માટે એક ગોલ્ડ ફ્લેક લઇ આવ

દીકરો : ૨ રૂપિયા બીજા આપો, ૧૨ ની આવે છે.

દે ચાપ્પ્લ.. દે ચપ્પલ.. સાલા બાપને મુર્ખ બનાવે છે.

7. પાર્કના નોટીસ બોર્ડ ઉપર એક સુવિચાર લખ્યો હતો,

ઝાડ ઉપર તમારી પ્રેમિકાનું નામ લખવાથી તો સારું છે

તેના નામનું એક ઝાડ ઉગાડીએ.

વાત મનમાં લાગી ગઈ.

ગર્લફ્રેન્ડની ગણતરી કરી અને છેવટે ૪ એકર જમીન ઉપર શેરડી ઉગાડી દીધી.

8. એક છોકરાના નવા નવા લગ્ન થયા.

થોડા દિવસો પછી તેની સાસુ તેને મળવા તેના ઘેર આવી.

છોકરાએ સાસુની ઘણી સેવા કરી, સાંજે જયારે છોકરો ખાવા બેઠો તો,

એણે પત્નીને કહ્યું : આજે ખાવાનું સાસુમાએ બનાવ્યું છે શું?

છોકરી : હા તમને કેવી રીતે ખબર પડી?

છોકરો (ગુસ્સામાં) : પહેલા ખાવામાં કાળા વાળ નીકળતા હતા, આજે સફેદ નીકળી રહ્યા છે.

9. ટીચર (વિદ્યાર્થીને) : નાલાયક ક્લાસમાં આખો દિવસ છોકરીઓ સાથે એટલી વાતો કેમ કરતો રહે છે?

વિદ્યાર્થી : સર હું ગરીબ છું, મારા મોબાઈલમાં વોટસઅપ નથી.

ટીચરની આંખોમાં આંસુ આવી ગયા.

10. છોકરી : દાદીમાં સ્કુલ નહિ જાઉં, રસ્તામાં છોકરા છેડતી કરે છે.

દાદી : બહાના ન બનાવ, હું પણ તે રસ્તેથી જ રોજ બજારે જાઉં છું. મારી તો કોઈ છેડતી નથી કરતું.