શિક્ષકની એક પહેલથી બચ્યું ૩ લાખ થાળી ભોજન, 350 બાળકોની થઈ રહી છે ભૂખ પૂરી

વર્ષ ૨૦૧૬માં પશ્ચિમ બંગાળના આસાનસોલમાં રહેતા એક શિક્ષક ચંદ્ર શેખર કુંડુએ ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી માહિતી મેળવવાના અધિકાર હેઠળ ભોજનના બગાડ વિષે જાણકારી માગી. જવાબ આવ્યો, ભારતમાં દર વર્ષે ૨૨,૦૦૦ મેટ્રિક ટન ખાદ્યપદાર્થોનો બગાડ થાય છે. જો આ ભોજનને બચાવી લેવામાં આવે તો ૧ કરોડથી વધુ લોકોનું પેટ ભરી શકાય છે.

RTI નાખવાનો વિચાર ચંદ્ર શેખરને કેવી રીતે આવ્યો? તેના વિષે પૂછવાથી તે જણાવે છે કે, મારા દીકરા શ્રીદીપના જન્મ દિવસ ઉપર અમે એક પાર્ટી રાખી હતી. પાર્ટી પછી જે ખાવાનું વધ્યું તેને મેં હોટલના સ્ટાફને આપી દીધું. ત્યાર પછી પણ ખાવાનું વધ્યું હતું જે ફેંકી દેવામાં આવ્યું. તે સમયે મને ખબર ન હતી કે મેં કેટલી મોટી ભૂલ કરી છે.

જયારે અમે ઘરે પાછા ફરી રહ્યા હતા અને હું પૈસા કાઢવા માટે એક એટીએમ ઉપર રોકાયો, ત્યારે મેં ત્યાં જોયું કે પાસે રાખવામાં આવેલા ડસ્ટબિનમાંથી બે બાળકો કાંઈક વીણીને ખાઈ રહ્યા છે. આ બાળકોને આ હાલતમાં જોઇને મને ઘણું ખોટું લાગ્યું અને મેં વિચાર્યું કે, હમણા જ કેટલો ખાવાનો બગાડ કરીને આવી રહ્યા છીએ અને અહિયાં આ બાળકોએ કચરામાંથી ઉપાડીને ખાવાનું ખાવું પડે છે.

ચંદ્ર શેખર તે બાળકોને પોતાના ઘરે લઇ ગયા, તેને ખાવાનું ખવરાવ્યું અને પછી કાંઈક બીજું ખાવા પીવાની વસ્તુ આપીને મોકલ્યા. તે આખી રાત તેમને ઊંઘ ન આવી. તેમણે આ ઘટનાને પોતાના જીવન માટે એક સંદેશ સમજ્યો અને પોતાની કક્ષાએથી કાંઈક કરવા માટે વિચાર્યું.

તેમણે પોતાની કોલેજ કેન્ટીન અને આજુ બાજુની એવી જગ્યાઓની તપાસ કરી જ્યાં દરરોજ વધુ પ્રમાણમાં ખાવાનું બને છે. આ સ્થળો ઉપર જઈને તેણે લોકો સાથે વાત કરી અને વધેલું ખાવાનું ગરીબ અને જરૂરીયાતમંદને વહેંચવાની મંજુરી માગી.

તેમણે વધેલું ખાવાનું એકઠું કરવા માટે વાસણ ખરીદ્યા. અઠવાડિયામાં ચાર દિવસ તે જરૂરિયાતમંદ લોકોને ખાવાનું વહેંચવા લાગ્યા. તે કોલેજ પછી સાંજે ખાવાનું વહેંચવાનું કામ કરતા હતા. પોતાના આ અભિયાન વિષે તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી. તેઓ જણાવે છે કે, સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ્ય મહાન બનાવવાનો ન હતો, પરંતુ તેને પોતાના કામને લોકો સુધી પહોંચાડવાનો હતો. તેમણે લોકોને ભોજનનો બગાડ અટકાવવા અને તેને જરૂરિયાત વાળા સુધી પહોંચાડવા માટે જાગૃત કર્યા.

લોકોની પ્રતિક્રિયા સારી રહી અને તેમનો પ્રોજેક્ટ આગળ વધતો રહ્યો. પોતાના આ કામને વધુ આગળ વધારવા માટે તેમણે ૨૦૧૬ માં એક સામાજિક સંસ્થા ફૂડ, એજ્યુકેશન એંડ ઇકોનોમિક ડેવલપમેન્ટ (FEED)ની સ્થાપના કરી. તેના દ્વારા તેમણે આસાન સોલ અને કોલકતાની મોટી મોટી શેક્ષણિક સંસ્થાઓ સાથે સંપર્ક કર્યો, અને તેને પોતાના હોસ્ટેલ કેન્ટીનમાં વધેલું ખાવાનું જરૂરિયાત વાળા સુધી પહોંચાડવાનો આગ્રહ કર્યો.

તેમણે જણાવ્યું કે, અમે અમારા સંગઠન હેઠળ અલગ અલગ પ્રોજેક્ટ શરુ કરી દીધા જેવા કે ‘કમીટમેંટ ૩૬૫ ડેઝ’, ‘પ્રોટીન ક્લબ’ વગેરે. ‘કમીટમેંટ ૩૬૫ ડેઝ’ પ્રોજેક્ટ માટે અમે સીઆઈએસએફ બેરક, આઈઆઈએમ, કોલકાતા અને થોડી બીજી ઓફિસો સાથે ભાગીદારી કરી છે. અમારા વોલંટીયર્સ અહિયાંથી ખાવાનું એકઠું કરીને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચે છે. તેમણે જણાવ્યું પ્રોટીન ક્લબ દ્વારા તેમનો ઉદેશ્ય બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાનો છે.

ચંદ્ર શેખર અને તેની ટીમે પોતાના કામ દ્વારા જાણ્યું કે, રાતનું ભોજન ઘણું જરૂરી હોય છે. આપણે ત્યાં હંમેશા સ્લમ, ફૂટપાથ ઉપર રહેવા વાળા બાળકોને રાત્રે ખાવાનું નથી મળી શકતું અને એટલા માટે તે કુપોષિત હોય છે.

અમે રાત્રે જ ક્યાયથી વધેલું ખાવાનું મળવા ઉપર આધારિત રહી શકતા ન હતા. ક્યારેક ખાવાનું મળે અને ક્યારેક ન મળે. તેવામાં અમે વિચાર્યું કે, કેમ ન રાત્રે અમે બાળકોને જાતે ખાવાનું બનાવીને ખવરાવીએ. એટલા માટે અમે બે ત્રણ સ્થળો ઉપર અલગ અલગ લોકોની નિમણુક કરી. તેને સંપૂર્ણ વસ્તુ સંગઠન તરફથી આપવામાં આવે છે, અને તે લોકો ખાવાનું બનાવીને ખવરાવે છે.

‘કમીટમેંટ ૩૬૫ ડેઝ’ પ્રોજેક્ટથી ૪ સ્થળો ઉપર ૧૯૦ બાળકોનું પેટ ભરાઈ રહ્યું છે અને ‘પ્રોટીન ક્લબ’ દ્વારા રાત્રે ૩ સ્થળો ઉપર ૧૮૦ બાળકોને ખાવાનું મળી રહ્યું છે. તે મુજબ અત્યાર સુધીમાં તેઓ લગભગ ૩ લાખ પ્લેટ ખાવાનું બચાવી શક્યા છે.

બાળકોને સારું ખાવાનું પહોંચાડવા ઉપરાંત ચંદ્ર શેખરે બીજી પણ ઘણી તૈયારી શરુ કરી છે. તેમણે આ બાળકોને શિક્ષણ સાથે જોડવા માટે સાંજની સ્કુલ પણ શરુ કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, સાંજે થોડો સમય કાઢીને જરૂરિયાતમંદ બાળકોને ભણાવો. જોત જોતામાં આજે ૭ સ્થળો ઉપર આ સ્કુલ ચાલી રહી છે, અને ૯ શિક્ષક આ બાળકોને ભણાવે છે.

એક વખત કોલકાતામાં મેં જોયું કે, એક બાળકને ઘણો તાવ છે પણ માં-બાપ તેને લઈને હોસ્પિટલ જઈ શકતા ન હતા. જયારે મેં તેની સાથે વાત કરી તો સમજાયું કે તેમના માટે તેમની એક દિવસની મજુરી ઘણું મહત્વ ધરાવે છે, જો તે એક દિવસ કાઢીને ડોક્ટરને ત્યાં લાઈનમાં ઉભા રહે, તો તેના ઘરમાં રાત્રે ખાવાનું નહિ મળે. મને તે લોકોની વાતોએ વિચારવા માટે મજબુર કરી દીધા.

આ વિષે ચંદ્ર શેખરે પોતાના થોડા મિત્રો સાથે વાત કરી, જેમાં ઘણા ડોક્ટર હતા. જેમણે પોતે આગળ આવીને, આ કામમાં પોતાનું યોગદાન આપવાની ઈચ્છા દર્શાવી. ગયા વર્ષે તેમણે ડૉ. અતુલ ભદ્ર સાથે મળીને ફૂટપાથ ડિસ્પેન્સરી શરુ કરી. ડૉ. ભદ્રએ પોતાના જેવા બીજા પણ ઉદાર એવા ડોકટરોને તેમની સાથે જોડ્યા.

આ પ્રોજેક્ટ હેઠળ આ ડોક્ટર્સ મહિનામાં એક, બે, ત્રણ દિવસ કાઢીને આ ગરીબ બાળકોનો ઈલાજ કરતા હતા. લોકોને ચેકઅપ, તેને દવાઓ આપવી, ઇન્જેક્શન આપવા, બધું જ આ ડોક્ટર ફ્રી માં કરે છે. અત્યાર સુધી આ લોકો લગભગ ૧૫૦ બાળકો સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડી ચુક્યા છે.

સાથે જ અમે અનેક સ્થળોએ ‘ભગવાનની દુકાન’ નામથી કપડા, સ્ટેશનરી, બેગ વગેરે માટે પણ સ્ટોલ ઉભા કર્યા છે. અહિયાં સક્ષમ લોકો પોતાના જુની પરંતુ વાપરવા લાયક વસ્તુ આપી શકે છે અને જેને જરૂર છે, તે અહિયાંથી લઇ જઈ શકે છે.

ચંદ્ર શેખરે જણાવ્યું, આજે તેમના અલગ અલગ અભિયાનથી આસનસોળ અને કોલકાતાના લગભગ હજાર બાળકોનું જીવન સુધરી રહ્યું છે. હવે તેમની આ સારી પહેલ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા શહેરોમાં પણ પહોંચી રહી છે. તેમણે અલગ અલગ વિસ્તારોમાં કામ કરી રહેલા સંગઠનોને પોતાની પહેલ જણાવી અને તેને પોતાને ત્યાં પ્રોજેક્ટ શરુ કરવા માટે જણાવ્યું.

ફંડીંગ વિષે વાત કરતા તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં તેમણે પોતાનું અભિયાન ફંડ કર્યું અને પછી ધીમે ધીમે તેને પોતાના સાથીઓ, કુટુંબ વાળા અને સંબંધિઓ દ્વારા મદદ મળી. સોશિયલ મીડિયા દ્વારા તેને ઘણા બધા લોકો ફંડીંગ માટે સંપર્ક કરે છે, પરંતુ આ પૈસા પોતે લેવાને બદલે, તે તેમાંથી તેમનો કોઈ એક પ્રોજેક્ટ સ્પોન્સર કરવાનું કહે છે. આવી રીતે તેની આખી પ્રક્રિયા પારદર્શી રહે છે અને તેને મદદ પણ મળી જાય છે.

ચંદ્ર શેખર જણાવે છે કે, હંમેશા લોકોને લાગે છે કે કોઈની મદદ કરવું ઘણું મોટું અને મુશ્કેલ કામ છે. કામ મોટું તો છે પરંતુ મુશ્કેલ નથી, કેમ કે જયારે સાથે મળીને કાંઈક કરવામાં આવે છે ત્યારે કાંઈ મુશ્કેલ નથી હોતું.

કોઈના જીવનમાં ફેરફાર લાવવાનું વિચારતા પહેલા તમે તમારી રહેણીકરણીમાં થોડો ફેરફાર કરો. જો તમને ક્યાયથી આયોજનનું નિમંત્રણ છે અને તમે ત્યાં નથી જઈ શકતા તો પહેલાથી જણાવી દો. તેથી સામે વાળા તે હિસાબે જ ખાવાનું ઓર્ડર આપે અને ખાવાનું બગડે નહિ. અહિયાં એક નાની એવી શરુઆત છે પણ મોટો ફેરફાર લાવી શકે છે.

તેમણે છેલ્લે જણાવ્યું, જો તમને આ સ્ટોરીએ પ્રભાવિત કર્યા છે અને તમે ચંદ્ર શેખર કુંડુ સાથે સંપર્ક કરવા માગો છો, તો ૯૬૪૭૬૨૭૬૧૬ ઉપર કોલ કરો. તેના અભિયાન વિષે જાણવા માટે ફેસબુક પેજ જોઈ શકો છો.

આ માહિતી ધ બેટર ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.