18 કલાક કરાવે છે તેજસમાં ડ્યુટી, છેડછાડ અને દુર્વ્યવહારની ફરિયાદ કરી તો નોકરીમાંથી કાઢી મૂકી

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

એક ડઝનથી વધુ ફીમેલ ક્રુ મેમ્બર્સને છેડછાડ અને લાંબી ડ્યુટીની ફરિયાદ ઉપર નોકરીમાંથી દુર કરી દેવામાં આવ્યા છે.

લખનઉ : ભારતીય રેલ્વેની પહેલી પ્રાઈવેટ રેલગાડી ‘તેજસ’ પોતાની સ્પીડ, લુક અને સુવિધાઓને લઈને ચર્ચામાં છે પરંતુ તેમાં કામ કરવા વાળા કેબીન ક્રુ અને અટેંડેંટ ઘણા દુઃખી છે, ૧૮ કલાકની નોકરી, પેસેન્જર્સ અને સ્ટાફ દ્વારા કરવામાં આવતી છેડછાડ અને મોડા મળી રહેલા પગારથી તે ઘણા દુઃખી છે, તેવામાં એક ડઝનથી વધુ કેબીન ક્રુ અને અટેંડેંટને નોટીસ વગર નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.

હાલમાં આ યુવાનો દુઃખી છે અને ટ્વિટ કરીને રેલ મંત્રી અને આઈઆરસીટીસી પાસે મદદ માગી રહ્યા છે. પરંતુ તેમનું કોઈ સાંભળી રહ્યું નથી. તેમને જે ખાનગી ફર્મ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા તે પણ નોકરી માંથી કાઢવાનું કારણ જણાવી નથી રહ્યા.

નોટીસ વગર દુર કર્યા નોકરી માંથી

ગયા ઓક્ટોમ્બરથી તેજસ ટ્રેન લખનઉથી દિલ્હી વચ્ચે ચાલવાની શરુ થઇ. તેનું સંચાલન આઈઆરસીટીસી કરી રહ્યું છે. પરંતુ હોસ્પીટાલીટીની જવાબદારી વૃંદાવન ફૂડ પ્રોડક્ટ્સ (આરકે એસોસીએસ) ની છે, તે પ્રાઈવેટ કોન્ટ્રાકટ બેઝ ઉપર આઈઆરસીટીસી સાથે જોડાયેલું છે. આ ફર્મે કેબીન ક્રુ અને અટેંડેંટ તરીકે ૪૦ થી વધુ છોકરા છોકરીઓની ભરતી કરી હતી.

પરંતુ એક મહિનાની અંદર ૨૦ ને છુટા કરી દીધા છે જેમાં લગભગ એક ડઝન છોકરીઓ છે, અને ઘણા દિવસો સુધી રાહ જોવડાવ્યા પછી તેમને પગાર તો આપ્યો પરંતુ ફરી કામ ઉપર ન રાખ્યા. તેજસ દ્વારા હોસ્પીટાલીટીની ફિલ્ડમાં સારા ભવિષ્યના સપના માત્ર થોડા દિવસોમાં જ તૂટીને રહી ગયા.

આ માહિતી ધ પ્રિન્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.