તેજસ એક્સપ્રેસની હોસ્ટેસને લોકો કરે છે આવી રીતે હેરાન એમાય પબ્લિક સૌથી વધુ ડિમાન્ડ કરે છે આવી

મિત્રો, આ વર્ષે 4 ઓક્ટોબરથી શરુ થયેલ તેજસ એક્સપ્રેસ પોતાની સુવિધાઓના કારણે જ ચર્ચામાં બનેલી છે. આને ભારતની પહેલી ‘પ્રાઇવેટ ટ્રેન’ પણ કહેવામાં આવે છે. પણ આ ટ્રેનને IRCTC સંચાલિત કરે છે. IRCTC ભારતીય રેલવેનું જ એક અંગ છે.

વિમાનની એયર હોસ્ટેસની જેમ જ તેજસમાં રેલ હોસ્ટેલ રહેલી હોય છે. મુસાફરોની આરામદાયક મુસાફરીને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થાને અપનાવવામાં આવેલી છે. સીટની પાસે રહેલા બટનને દબાવવા પર રેલ હોસ્ટેલ યાત્રીની પાસે જઈને તેમની જરૂરત વિષે પૂછે છે.

BBC ના એક રિપોર્ટ મુજબ લોકોએ રેલ હોસ્ટેસને વગર કામે પરેશાન કરવાનું શરુ કરી દીધું છે. કેટલાક લોકો કામ વિના પણ બટન દબાવી નાખે અને તેમને બોલાવે છે. તે હોસ્ટેસ આવ્યા પછી તેમને જણાવે છે કે, મેડમ અમે તો આ ફક્ત ટેસ્ટ કરી રહ્યા હતા. તો કેટલાક તેમને જોવા માટે પણ બટન દબાવી નાખે છે. મેનેજર શિવાંગી જણાવે છે કે, “એક કોચમાં 70 મુસાફરો હોય છે, જયારે બે ક્રુ મેમ્બર હોય છે. વગરકામની ઘંટી વગાડવા પર તે મુસાફરોને સુવિધા આપવામાં સમસ્યા થાય છે જેને હકીકતમાં જરૂર છે.”

સૂંબુલ જણાવે છે કે, “ઘણા લોકો તેમને બટન દ્વારા બોલાવે છે અને પહેલાથી જ કેમેરા ચાલુ રાખે છે. અમે તેમને જમવાનું પીરસી રહ્યા હોય છે ત્યારે અમારી પરવાનગી લીધા વિના અમારો ફોટો અને વિડિઓ બનાવી લે છે. કેટલાક તો સેલ્ફી ખેંચવા લાગે છે. આ મને સારું લાગતું નથી, પરંતુ અમે કંઈક કહી પણ શકતા નથી.”

સિમરન જણાવે છે કે, “પૂછ્યા વિના અમારો વિડિઓ બનાવવામાં આવે છે, જે વાયરલ થઇ શકે છે અને પરિવાર સામે અમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.”

સંધ્યાને આવા વિડીયો બનાવવા વાળાથી ખુબ પરેશાન થાય છે. તે જણાવે છે કે, “લોકો ફેસબુક પર લાઈવ કરી નાખે છે, ટિક્ટોક માટે વિડિઓ બનાવે છે, અમારી પરવાનગી વિના યુટ્યુબ પર પોસ્ટ કરી નાખે છે.”

ટ્રેન મેનેજર શુભાંગી જણાવે છે કે, “આ એક નવી ટ્રેન છે. લોકો ટ્રેનની સાથે અને અમારી હોસ્ટેસની સાથે ફોટો પાડવાનું ખુબ પસંદ કરે છે. પરંતુ આનાથી અમારી હોસ્ટેસ અસહજ હોય છે.”

કેટલાક મુસાફરોએ રેલ હોસ્ટેસના વેસ્ટર્ન કપડાઓ ઉપર પણ આપત્તિ જણાવી છે, ટ્વીટર પર રેલ મંત્રી પિયુષ ગોયલે મેંશન કરી મુસાફરોએ ડ્રેસને બદલીને સાડી કરવાનું નિવેદન કર્યું છે.

લખનઉની રહેવા વાળી શ્વેતા સિંહ પોતાની આ નવી નોકરીને લઈને ખુબ ઉત્સાહિત છે. ચહેરા પર મુસ્કાનની સાથે તે જણાવે છે, “મને દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસમાં કામ કરવા પર ગર્વ છે. અમે ભારતની પહેલી મહિલાઓ છીએ જે ટ્રેનની હોસ્ટેસ છીએ. હું પોતાના સપના જીવી રહી છું”. તે આગળ જણાવે છે કે “અમે દરરોજ નવા નવા મુસાફરોને મળીએ છીએ, વાતો કરીએ છીએ, આ બધું સારું લાગે છે. દરેક પ્રકારના લોકો મળે છે, તેમને તેમને સંતોષજનક સેવા આપવું જ સૌથી મોટો ચેલેન્જ છે.

તેજસ એક્સપ્રેસના દસ ડબ્બાઓમાં શ્વેતા જેવી 20 કોચ ક્રૂ હજાર હોય છે. આ બધાએ લખનઉના એક ઇસ્ટિયૂટમાંથી એવિએશન હોસ્પિટલિટી અને કસ્ટમર સર્વિસમાં ડિપ્લોમા કર્યું છે. આ બધી આઈઆરસીટીસીની કર્મચારી નથી પણ એક અન્ય પ્રાઇવેટ કંપની દ્વારા આમની સેવા લેવામાં આવી રહી છે.

આ બધું થવા છતાં પણ તેજસમાં કામ કરી રહેલી હોસ્ટેસ પોતાના કામને લઈને સકારાત્મક છે, અને મુસાફરોના ખરાબ વ્યવહાર પર પણ હસીને જવાબ આપે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડીયો :