ટેકસાસની આ મહિલાને થયું ચાર વખત અલગ અલગ પ્રકારનું કેંસર, દરેક વખત લડીને દરેક વાર જીતી.

રેયર ડીઝીઝને કારણે કોલોન, રેકટમ, યુટ્ર્સ, બ્રેન અને બ્લડ કેન્સર થવાનું જોખમ ૧૬ ગણું વધી જાય છે.

અમેરિકાના ટેક્સાસની રહેવાસી લારેન માર્લર એક એવી દુર્લભ બીમારી સાથે ઝઝૂમી રહી છે. જે તેને ચાર વખત જુદા જુદા પ્રકારના કેન્સર આપી ચુકી હાર છે. બીમારીનું નામ છે “કોન્સ્ટીટ્યુશનલ મિસમેચ રીપેયર ડીફેશીએંશી” અને તે જનીન સાથે જોડાયેલી છે. બીમારીને કારણે જનીનમાં એવા પરિવર્તન આવે છે. જે નાનપણથી જ રોગીમાં કેન્સરનું કારણ બને છે. ૨૮ વર્ષની ઉંમરમાં લેરીન અત્યાર સુધી ૪ વખત જુદા જુદા પ્રકારના કેન્સરનો સામનો કરી ચુકી છે.

૧૫ વર્ષની ઉંમરમાં થયું શરુઆત :-

આ વારસાગત બીમારીને કારણે શરીરમાં જે ફેરફાર થયો તેની અસર ૧૫ વર્ષની ઉંમરમાં દેખાવાનું શરુ થયું. બોથરૂમમાં બ્લડ આવ્યા પછી લોરેનને ગંભીર બીમારીનો પહેલી વખત અહેસાસ થયો. પેરેન્ટ્સને બીમારી વિષે બતાવવામાં અસહજ અનુભવવાને કારણે લોરેન ચુપ રહી.

પરંતુ જયારે પેટમાં દુ:ખાવો અસહ્ય થયો તો માંને પત્ર લખીને આખી વાત જણાવી. તપાસમાં સામે આવ્યું કે કોલીનમાં કેન્સરની ગાંઠ હતી. લોકોન કેન્સરના ઈલાજ માટે સર્જરી કરવામાં આવી અને પેટમાં એક કૃત્રિમ આહાર નાળને ઈમ્પ્લાન્ટ કરવામાં આવી. આમાં કીમોથેરોપી આપવી પડી નહતી.

૧૯ વર્ષની ઉંમરમાં બીજો ઝટકો :-

સર્જરી પછી રાહત મળવાથી લોરેન ઘણી ખુશ હતી પરંતુ ૯ મહિના પછી એક ફરી વખત કોલોન કેન્સર ડીરેક્ટ થયું. ફરી ઈલાજ માટે પહેલા કીમોથેરોપી આપવામાં આવી જેથી ટ્યુમરનો આકાર ઓછો કરી શકાય. લોરેનના જણાવ્યા મુજબ સર્જરી પછીની સ્થિતિ ઘણી તકલીફ આપનારી હતી. સ્થિતિ સામાન્ય થયા પછી ૨૦ વર્ષની ઉંમરમાં લોરેનના લગ્ન થયા, પરંતુ થોડા જ સમય પછી છૂટાછેડા થઇ ગયા. પરિણામે લોરેન એક એપાર્ટમેન્ટમાં એકલી રહેવા લાગી.

૨૩ વર્ષની ઉંમરમાં યુટ્ર્સ કેન્સર :-

લગભગ ૨૩ વર્ષની ઉંમરમાં કેન્સરે લોરેનને ત્રીજી વખત ઝકડી. આ વખતે યુટ્ર્સ કેન્સર હતું. તે કર્સીનોમાં કેન્સર હતું જે કોશિકાઓમાં ફેલાય છે. ઈલાજ દરમિયાન ડોક્ટર્સને લોરેન્સને યુટ્ર્સ અને ઓવરીને કાઢવી પડી. લોરેન્સના જણાવ્યા મુજબ કેન્સર આ હદ સુધી મારા જીવનને બદલી દેશે વિચાર્યું ન હતું.

મહિનાના ઈલાજ પછી ઓસ્ટ્રેલીયાના એક ડોક્ટરે તેનું કારણ જાણી અને સામે આવ્યા કે લોરેન્સ એક દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહી છે. જેને “કોન્સ્ટીટ્યુશનલ મિસમેચ રીપેયર ડીફેશીએંશી” બતાવવામાં આવ્યું. ૨૦૧૭ માં લોરેન્સના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો અને કેટી માર્લર સાથે લગ્ન કર્યા.

ચોથી વખત લીમ્ફોમાંનો એટેક :-

રૂટીન સ્કેન દરમિયાન જ ચોથી વખત લોરેનમાં લીમ્ફોમાં (કેન્સરનો એક પ્રકાર) ની જાણ થઇ. જે ઘણી ગંભીર સ્થિતિમાં હતી અને તાત્કાલિક ઈલાજ માટે હ્યુંસ્ટનના એમડી એંડરસન કેન્સર સેન્ટર શિફ્ટ કરવામાં આવી. જ્યાં લગભગ ૬ મહિના સુધી રહી અને ૬ પ્રકારની કીમોથેરોપી કરવામાં આવી. ઈલાજ પછી ૨૦૧૭ માં લોરેનના આરોગ્યમાં સુધારો આવ્યો અને કેટી માર્લર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા. લોરેન કહે છે કે હું હવે આ બીમારીથી નફરત કરું છું અને તેને હરાવી ચુકી છું.

શું છે આ બીમારી :-

“કોન્સ્ટીટ્યુશનલ મિસમેચ રીપેયર ડીફેશીએંશી” એવી બીમારી છે, જયારે માણસના જનીનમાં નકારાત્મક ફેરફાર થાય છે અને તે કેન્સર થવાના કારણ બનવા લાગે છે. DNA માં ફેરફાર આવે છે. એવી સ્થિતિમાં કોલોન, રેકટમ, યુટ્ર્સ, બ્રેન અને બ્લડ કેન્સર થવાનું જોખમ ૧૬ ગણું વધી જાય છે. લોરેનના જણાવ્યા મુજબ જનીન કેન્સરમાં ફેરવાઈ ગયા હતા. બીમારીને દુર કરવી અશક્ય હતી, માત્ર સમય સમય ઉપર તપાસ જ મારા માટે બચવાનો એક રસ્તો હતો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.