થઈ જાવ તૈયાર, આવતા મહીનેથી દરેક કંપનીઓ કરશે ડેટા અને કોલિંગ મોંઘુ

એયરટેલ, જીઓ અને વોડાફોન આઈડિયાએ આવતા મહિનાથી પોતાના ટેરીફમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ શું ડેટા પણ મોંઘા થશે? જી હાં મિત્રો, તમામ કંપનીઓ વધારી રહી છે પોતાના ટેરીફ રેટ. અને ડેટા પણ થઈ જશે આવતા મહીનાથી મોંઘા. આવો તમને એના વિષે થોડી જાણકારી આપીએ.

ભારતમાં હાલમાં બીજા દેશોની સરખામણીમાં સૌથી સસ્તા ડેટા છે. રિલાયન્સ જીઓના આવ્યા પછી ડેટા રેટમાં ઝડપથી ઘટાડો આવ્યો, અને લોકોએ તેનો વધારે ઉપયોગ કરવાનો શરુ કરી દીધો. પરંતુ રિલાયન્સ જીઓના ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી માત્ર ડેટા અને કોલિંગ સસ્તા થયા એવું નથી, પરંતુ બીજી ટેલીકોમ કંપનીઓનો પણ ખરાબ સમય શરુ થઈ ગયો.

એયરસેલ, ટેલિનોર અને આર કોમ જેવી કંપનીઓ તૂટી ગઈ, જયારે આઈડિયા અને વોડાફોનનું મર્જર થઇ ગયું. હવે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે, વોડાફોન ભારતમાંથી પોતાનો બિઝનેસ બંધ કરી શકે છે. એયરટેલના પણ ગ્રાહક ઘટ્યા છે. પરંતુ હવે સસ્તા ડેટા મોંઘા થવાના છે.

એયરટેલ, વોડાફોન અને રિલાયન્સ જીઓ આ ત્રણે મોટી કંપનીઓએ ડીસેમ્બરથી પોતાના તમામ ટેરીફ વધારવાની જાહેરાત કરી દીધી છે. તેમાં પ્રીપેડ અને પોસ્ટપેડ બંને જ યુઝર્સ હશે. આમ તો હજુ સુધી આ કંપનીઓએ નવા પ્લાન્સ જાહેર કર્યા નથી.

ખાસ વાત એ છે કે, હવે કોલિંગ સાથે સાથે ડેટા પણ મોંઘા થશે. વોડાફોન આઈડીયાને બીજા ત્રિમાસિક સત્રમાં અત્યાર સુધીમાં સૌથી મોટુ નુકશાન થયું છે. એટલું જ નહિ સપ્ટેમ્બર મહિનામાં કંપનીના ૨૫.૭ લાખ ગ્રાહક ઓછા થઈ ગયા છે.

નિષ્ણાંતોનું માનવું છે કે, સતત થઈ રહેલ નુકશાનીને કારણે કંપનીઓ ઝડપથી પોતાના ટેરીફના ભાવ વધારશે. આમ તો આ ત્રણે કંપનીઓએ ટેરીફ રેટ વધારવા પાછળ જે કારણ જણાવ્યું છે તે AGR છે. ૯૪ હજાર કરોડ રૂપિયાની રકમ તમામ ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર્સને ખાસ કરીને AGR સરકારને ચૂકવવવાની છે. આ રકમમાં અડધાથી વધુ વોડાફોન આઈડીયાના ભાગમાં આવે છે.

હાલમાં જ રિલાયન્સ જીઓએ IUC નો હવાલો આપતા નોન જીઓ કોલિંગ ઉપર પૈસા લેવાની જાહેરાત કરી હતી. તેના માટે કંપનીએ નવા પેક્સ લોન્ચ કરી દીધા છે. તેની પછી રિલાયન્સ જીઓએ એવો તર્ક આપ્યો કે TRAI એ કહ્યું કે, IUC ચાર્જ દુર કરી દેવામાં આવશે, પરંતુ એવું ન બની શક્યું. શું કહેવાનું છે ટેલીકોમ કંપનીઓનું?

IUC ને લઈને એયરટેલ અને વોડાફોન આઈડીયાનો અભિપ્રાય રિલાયન્સ જીઓથી એકદમ અલગ છે. આ બંને કંપનીઓએ જણાવ્યું છે કે TRAI જે IUC ચાર્જ લે છે, તે હજુ પણ ઈન્ડસ્ટ્રી સ્ટેન્ડર્ડથી ઓછા છે. આ કંપનીઓનું કહેવું છે કે, તેને કારણે પણ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીની હાલત આ સમય ખરાબ થઈ ગઈ છે. બધું મળીને આ કંપનીઓનું એવું કહેવું છે કે, IUC ચાર્જ હજુ વધારવો જોઈએ. જેથી આ ઈન્ડસ્ટ્રીને રીવાઈઝ કરી શકાશે.

BSNL ની વાત કરીએ તો આ સરકારી ટેલીકોમ કંપનીની હાલત દિવસે દિવસે ખરાબ થતી જાય છે. મીડિયા અહેવાલ મુજબ બીએસએનલને વેચવાની તૈયારી ચાલી રહી છે. કર્મચારીઓને છુટા કરવાનું ઘણા પહેલાથી શરુ થઇ ગયું છે. સરકાર જો ૨૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ નથી ચુકવતી તો કદાચ બીએસએનલના લાખો કર્મચારીઓ ઉપર બેરોજગારીની તલવાર લટકી શકે છે. એક અહેવાલ મુજબ પેન્ડીંગને કારણે જ આખી સીસ્ટમને અસર પડી રહી છે.

૧ ડીસેમ્બરથી ટેરીફ રેટ થશે રીવાઈઝ :

૧ ડીસેમ્બરથી ભારતની તમામ ટેલીકોમ કંપનીઓના ટેરીફ રેટ રીવાઈઝ થશે. તેમાં કોલિંગથી લઈને ડેટા સુધી મોંઘા કરવામાં આવશે. આમ તો એક વખતમાં કંપનીઓ ગ્રાહક ઉપર વધુ મોટો બોજ નહી નાખે. પરંતુ ટેલીકોમ સેક્ટરમાં જે પ્રકારની ક્રાઈસીસ ચાલી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે, આવનારા સમયમાં ફરીથી કંપનીઓ ટેરીફ રેટ વધારી શકે છે.

સરળ શબ્દોમાં કહીએ તો હવે રીવાઈવલ માટે કંપનીઓ સરકાર પાસે આશા રાખી રહી છે. ટેલીકોમ કંપનીઓ અને સરકાર વચ્ચે AGR ને લઈને વાતચીત ચાલી રહી હતી. આમ તો સુપ્રીમ કોર્ટે સરકારના હીતમાં નિર્ણય આપતા કંપનીઓને AGR ચૂકવવાનો આદેશ કર્યો છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.