બોલીવુડના 10 એવા સ્ટાર્સ, જેમને કોઈ પ્રખ્યાત સ્ટાર સાથે લગ્ન કર્યા નથી, જાણો તેમના વિષે

બોલીવુડ સાથે કોઈ સંબંધ ન ધરાવનારા સાથે આ 10 સ્ટાર્સે કર્યા લગ્ન, જાણો કોણ કોણ છે લિસ્ટમાં.

બોલીવુડ જગતમાં ઘણા એવા સેલિબ્રિટી પણ છે, જેમણે ઇન્ડસ્ટ્રીની અંદર જ પોતાના જીવનસાથી શોધ્યા અને પછી તેની સાથે લગ્ન કર્યા. પરંતુ તે વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે બી-ટાઉનમાં ઘણા એવા કલાકારો પણ છે, જેમણે ઇન્ડસ્ટ્રીની બહારના લોકો સાથે લગ્ન કર્યા છે. તો આવો તમને એવા જ 10 સેલિબ્રિટી વિષે જણાવીએ, જેમને તેમનો પ્રેમ અભિનેતા કે અભિનેત્રીમાં નહિ પરંતુ કોઈ બીજામાં મળ્યો કે જે સ્ટાર્સ જેટલા ફેમસ ન હતા.

1. રવિના ટંડન અને અનીલ થડાની :

આ લીસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે લાખો-કરોડોના દિલ ઉપર રાજ કરનારી અભિનેત્રી રવિના ટંડનનું. બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર સાથે રવિના ટંડન રીલેશનશીપમાં રહી હતી. પરંતુ તેમને પોતાનો સાચો પ્રેમ ફિલ્મ નિર્દેશક અનીલ થડાનીમાં મળ્યો. રવિના ટંડને વર્ષ 2004 માં અનીલ થડાની સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ઉદયપુરના જગ મંદિર પેલેસમાં પંજાબી રીત રીવાજ સાથે લગ્ન કર્યા હતા.

2. જુહી ચાવલા અને જય મેહતા :

બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલાએ વર્ષ 1995 માં બિઝનેસમેન જય મેહતા સાથે લગ્ન કર્યા. જુહી અને જય મેહતા હંમેશા કહેતા હતા કે, તેઓ ‘માત્ર સારા મિત્ર’ છે. પરંતુ તેમના ગુપ્ત લગ્નના સમાચારોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આમ તો આ દંપત્તિએ સત્તાવાર રીતે પોતાના આ સંબંધની જાહેરાત તે સમયે કરી હતી, જયારે તેઓ તેમના ઘરે દીકરી થવાની આશા રાખી રહ્યા હતા. હાલ આ દંપત્તિને એક દીકરો અને એક દીકરી છે અને તેઓ પોતાનું આનંદમય જીવન જીવી રહ્યા છે.

૩. જીતેન્દ્ર અને શોભા :

જીતેન્દ્રએ પોતાના અભિનયને કારણે ઇન્ડસ્ટ્રીને ઘણી હીટ ફિલ્મો આપી. બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે તેમના સંબંધની અફવાઓ સામે આવી, પરંતુ તેમણે લગ્ન શોભા સાથે કર્યા. જયારે બંનેના લગ્ન થયા તે સમયે શોભા બ્રિટીશ એયરવેઝમાં એયરહોસ્ટેસ તરીકે કામ કરી રહી હતી. લગ્ન કર્યા પછી દંપત્તિના ઘરમાં દીકરી એકતા કપૂર અને એક પુત્ર તુષાર કપૂરનો જન્મ થયો.

4. વિવેક ઓબેરોય અને પ્રિયંકા અલ્વા :

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોયનું નામ એશ્વર્યા રાય સાથે જોડાયું હતું અને બંને રીલેશનમાં પણ રહ્યા હતા. પરંતુ પાછળથી બંને અલગ થઇ ગયા. ત્યારબાદ વિવેકે પ્રિયંકા અલ્વા સાથે લગ્ન કર્યા, જે કર્નાટકના એક પૂર્વ મંત્રીની દીકરી છે. લગ્ન પછી દંપત્તિના ઘરમાં એક દીકરા અને એક દીકરીએ જન્મ લીધો.

5. માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને :

જયારે બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે ભારતીય હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો, તો તેમના આ નિર્ણયે લાખો દિલોના સપના તોડી નાખ્યા. માધુરી ડોક્ટર શ્રીરામ સાથે 17 ઓક્ટોબર 1999 ના રોજ અમેરિકામાં જ સ્થાઈ થઇ ગઈ હતી, અને પછી થોડા સમય પછી તે ભારત પણ આવી. હાલમાં તેને એક દીકરો રિયાન નેને અને એક દીકરી અરીન નેને છે.

6. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા :

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બ્રિટીશ ભારતીય બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે 22 નવેમ્બર 2009 ના રોજ લગ્ન કર્યા. લગ્ન પછી બંને એક વખત ફરી ચર્ચાઓમાં આવ્યા જયારે આ દંપતીએ મળીને આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સને ખરીદી. તે સમયે મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યુ કે, રાજ કુન્દ્રા દર વર્ષે 100 મીલીયન ડોલર કમાય છે.

7. ઈશા દેઓલ અને ભરત તખ્તાની :

અભિનેતા ધર્મેન્દ્ર અને તેની પત્ની હેમા માલિનીની દીકરી ઈશા દેઓલે 29 જુન 2012 માં મુંબઈના એક બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા. હાલમાં આ કપલને બે દીકરીઓ રાધ્યા અને મીરાયા છે.

8. ઇમરાન ખાન અને અવંતિકા મલિક :

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇમરાન ખાને ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ થી એન્ટ્રી કરી અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી. ઇમરાનની ફીમેલ ફેન ફોલોઈંગ ઘણી છે, પરંતુ તેમણે પોતાની ફીમેલ ફેંસનું તે સમયે દિલ તોડી દીધું જયારે તેમણે પહેલી વખત પોતાની થનારી જીવનસાથી અવંતિકા મલિકનો દુનિયાને પરિચય કરાવ્યો. અવંતિકા નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. લગ્ન પહેલા બંનેએ એક બીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યા અને પછી લગ્ન કરી લીધા.

9. ફરદીન ખાન અને નતાશા માધવાની :

એક સમયે બોલીવુડના હ્રદયના ધબકારા રહેલા ફરદીન ખાને પોતાની નાનપણની મિત્ર નતાશા સાથે વર્ષ 2005 માં લગ્ન કર્યા હતા. તેમણે નતાશા સાથેના પોતાના સંબંધનો જાહેરમાં સ્વીકાર કર્યો. પીઢ અભિનેત્રી મુમતાજની પુત્રી હોવા છતાંપણ નતાશા ક્યારે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રીસીદ્ધીમાં રહી નથી. બંને હાલમાં પોતાના લગ્નજીવનમાં ખુશ છે.

10. મુમતાઝ અને મયુર માધવાણી :

એક એવી અભિનેત્રી જેણે પોતાના અભિનયથી દરેકના દિલ જીતી લીધા, જેને આપણે મુમતાઝના નામથી ઓળખીએ છીએ. મુમતાઝના સુંદર અભિનય અને ઉત્તમ ડાંસે દરેકને પ્રભાવીત કરી દીધા. વાત જો તેમના લગ્નની કરીએ તો મુમતાઝે બિઝનેસમેન મયુર માધવાણી સાથે 29 મે 1947 ના રોજ લગ્ન કરી લીધા હતા.

અહિયાં અમે તમને બોલીવુડના એવા 10 સેલિબ્રિટી વિશે જણાવ્યું જેમણે કોઈ ફેમસ સ્ટાર સાથે લગ્ન નથી કર્યા. આવી જ રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે. તો તમને આ સ્ટોરી કેવી લાગી? અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો.

આ માહિતી બોલીવુડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.