આ 10 સ્ટાર કિડ્સે ડૂબાડ્યું પોતાના માં બાપનું નામ, ફિલ્મોમાં નથી બનાવી શક્યા પોતાનું નામ

બોલીવુડમાં હાલના દિવસોમાં બે સ્ટાર કિડ્સએ ડેબ્યુ કર્યુ, અને તેમની ફિલ્મોએ બોક્સ ઓફીસ ઉપર ધમાલ મચાવી દીધી. એ છે શ્રી દેવીની દીકરી જાહનવી કપૂર અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન. બન્ને અભિનેત્રીએ હાલમાં જ બોલીવુડમાં ડેબ્યુ કર્યુ અને લોકોના દિલોમાં પોતાનો જાદુ ચલાવી દીધો. જાહનવી કપૂરની ‘ધડક’ અને સારા અલી ખાનની ‘કેદારનાથ’ અને ‘સીંબા’ એ ઘણા રેકોર્ડ બનાવ્યા. માત્ર સારા અને જાહનવી જ નહિ પરંતુ બીજા પણ ઘણા સ્ટાર કિડ્સ છે, જે બોલીવુડમાં આવ્યા અને છવાઈ ગયા. અને હાલના દિવસોમાં આજે બોલીવુડના ટોપ સેલીબ્રેટીઝ માંથી એક છે. આમ તો તેમના સફળ થવા પાછળ નેપોટીઝમને પણ કારણ ગણાવવામાં આવે છે. પરંતુ ખરેખરમાં એવું જરાપણ નથી.

જો આ સ્ટાર કિડ્સ પોતાના ફિલ્મી બેકગ્રાઉન્ડને કારણે જ હીટ થાત, તો બીજા પણ ઘણા સ્ટાર કિડ્સ છે જે ફિલ્મોમાં આવ્યા પરંતુ તે કમાલ ન દેખાડી શક્યા જેવી તેમના માતા પિતાએ દેખાડી હતી. આ લીસ્ટમાં જેકી ભગવાની, ઉદય ચોપરા અને લવ સિંહ જેવા સ્ટાર કિડ્સના નામ આવે છે, જે એક ફ્લોપ કલાકાર બનીને રહી ગયા છે. આજે અમે તમને એવા જ થોડા સ્ટાર કિડ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને મોસ્ટ ફ્લોપ કલાકાર બનીને જતા રહ્યા.

ઉદય ચોપરા : ઉદય ચોપરાએ બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ એક સફળ કલાકાર ન બની શક્યા. ઉદય ચોપરા બોલીવુડના જાણીતા ફિલ્મ મેકર યશ ચોપરાના દીકરા છે. ઉદયએ ફિલ્મ ‘મોહબ્બતે’ થી પોતાનું ડેબ્યુ કર્યુ હતું. આમ તો ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર હીટ રહી હતી. પરંતુ ઉદય લોકોના દિલમાં પોતાનું સ્થાન ન જમાવી શક્યા. પોતાના કરિયરમાં ઘણી ફ્લોપ ફિલ્મો આપ્યા પછી ઉદય હવે ફિલ્મોથી દુર છે. અને તેને માત્ર ધૂમ ફિલ્મની સીરીઝમાં જ જોઈ શકાય છે.

જેકી ભગવાની : જેકી ભગવાનીએ વર્ષ ૨૦૦૯ માં ફિલ્મ ‘કલ કિસને દેખા’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તેમની એ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ફ્લોપ સાબિત થઇ હતી. જેકી ભગવાની પસિદ્ધ પ્રોડ્યુસર વાશુ ભગવાનીના દીકરા છે.

મહાઅક્ષય ચક્રવર્તી : જેમ કે તમે સરનેમ ઉપરથી સમજી ગયા હશો કે તે પોતાના સમયના જાણીતા હીરો મિથુન ચક્રવર્તીના દીકરા છે. મહાઅક્ષયે વર્ષ ૨૦૦૮ માં આવેલી ફિલ્મ ‘જીમ્મી’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું, પરંતુ તેમની એ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર કાંઈ વિશેષ કમાલ ન કરી શકી. ત્યાર પછી તેમની ફિલ્મ રોકી, ઈશ્કેદારિયા અને હોંટેડ થ્રીડી રીલીઝ થઇ, પરંતુ તે ફિલ્મો પણ મહાઅક્ષયના ડૂબતા કરિયરને ન બચાવી શકી.

જાવેદ જાફરી : ડાન્સિંગ હરીફાઈ ‘બુગી બુગી વું’ ના જજ રહી ચુકેલા જાવેદ જાફરી વિષે કદાચ જ લોકોને વધુ ખબર હોય. જાવેદે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ, પરંતુ તે એક સફળ કલાકાર ન બની શક્યો. તેમને ફિલ્મોમાં સ્પોર્ટીંવ રોલ જ મળ્યા. જાવેદ જાણીતા કોમેડિયન અને ડાંસર છે. જાવેદ જાફરી બોલીવુડના સૂરમાં ભોપાલી એટલે જગદીપના દીકરા છે.

હરમન બાવેજા : હરમન બાવેજાએ વર્ષ ૨૦૦૮ માં ફિલ્મ ‘લવ સ્ટોરી ૨૦૫૦’ થી પોતાનું બોલીવુડ ડેબ્યુ કર્યુ હતું. તે ફિલ્મમાં તે પ્રિયંકા સાથે જોવા મળ્યા હતા. પરંતુ બોક્સ ઓફીસ ઉપર ફિલ્મ કોઈ ખાસ કમાલ ન દેખાડી શકી. ત્યાર પછી તે ૨૦૦૯ માં ‘વોટ્સ યોર રાશી’ અને ‘વિકટ્રી’ માં જોવા મળ્યા. પરંતુ બન્ને જ ફિલ્મો ફ્લોપ થઇ. હરમન પ્રોડ્યુસર ડાયરેક્ટર હેરી બાવેજાના દીકરા છે.

અધ્યયન સુમન : અધ્યયન સુમન બોલીવુડ કલાકાર શેખર સુમનના દીકરા છે. અધ્યયને થોડી જ ફિલ્મોમાં કામ કર્યુ છે, જે બોક્સ ઓફીસ ઉપર સારું પ્રદર્શન ન કરી શકી. ત્યાર પછી તેમણે ફિલ્મોથી અંતર બનાવી લીધું.

રાહુલ ખન્ના : પોતાના જમાનાના જાણીતા કલાકાર વિનોદ ખન્નાના દીકરા રાહુલ ખન્નાએ પણ ફિલ્મોમાં કામ કર્યુ છે. શરુઆતના દિવસોમાં તેનું કરિયર ઠીક ચાલી રહ્યું હતું. પરંતુ થોડા સમય પછી તે ફ્લોપ સ્ટારની લીસ્ટમાં જોડાઈ ગયા.

લવ સિન્હા : શત્રુઘ્ન સિન્હાના દીકરા લવ સિન્હા ફિલ્મોમાં પોતાનો જાદુ ન ચલાવી શક્યા. લવની બહેન સોનાક્ષી સિન્હા આજે બોલીવુડની ટોપ હિરોઈનો માંથી એક છે. પરંતુ તેના ભાઈ મોટા પડદા ઉપર તે કમાલ ન દેખાડી શક્યા. લવે વર્ષ ૨૦૧૦ માં ફિલ્મ ‘સદિયાં’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. પરંતુ ફિલ્મ ફ્લોપ થઇ ગયા પછી તેમની કોઈ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ન આવી.

સુનીલ આનંદ : દેવાનંદના દીકરા સુનીલ આનંદે પણ ફિલ્મોમાં કામ કર્યુ છે. આમ તો તે ક્યારે ફિલ્મોમાં આવ્યા અને ક્યારે જતા રહ્યા તે વાતની કોઈને ખબર ન પડી. વર્ષ ૧૯૮૪ માં પોતે દેવ આનંદે પોતાના દીકરાને ‘આનંદ ઓર આનંદ’ ફિલ્મથી બોલીવુડમાં લોન્ચ કર્યો હતો. પરંતુ તેમની ફિલ્મ કાંઈ ખાસ કમાલ ન દેખાડી શકી.

અભિષેક બચ્ચન : બોલીવુડના બિગ બી કહેવાતા અમિતાભ બચ્ચન પોતાના સમયથી લઈને આજ સુધી સુપર હિટ રહ્યા છે. આજે પણ તેમના ફેન્સ ઓછા થવાના બદલે દિવસે ને દિવસે વધતા જાય છે. પણ તેમનો દીકરો તેમના જેવો સુપર હિટ સાબિત થયો નહિ. અભિષેકે ઘણી બધી હિટ ફિલ્મો કરી પણ તે એક હિટ અભિનેતા તરીકે સાબિત થઇ શક્યા નહિ. પણ તેમનો પ્રયત્ન હજુ પણ ચાલુ છે. તેઓ હેરાફેરી 3 માં દેખાઈ શકે છે.