મોટાભાગના લોકોના ઘરની સમસ્યા છે કે એ લોકો પોતાના ઘરમાં ઉંદરને લઈને પરેશાન રહે છે. ઉંદરનો ત્રાસ દૂર કરવા માટે અલગ-અલગ પ્રકારની દવાઓ અને અન્ય ઉપાય આપણે કરતા રહીએ છીએ. એ તો સત્ય છે કે ઉંદર ઘરમાં ઘણું નુકશાન કરે છે. ઉપરાંત તે પોતાના મળમૂત્રથી બીમારી પણ ફેલાવે છે. એનો અર્થ એ છે કે ઉંદર જ્યાં-જ્યાં જશે, જે-જે સમાન પર બેસશે ત્યાં તે બીમારી છોડતા જશે.
એ જ કારણ છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ઉંદરની હાજરી નથી ઇચ્છતા. એમને ભગાડવા તેઓ લાખ ઉપાય પણ કરે છે. ઉંદર મારવાની દવાઓના ઉપયોગથી ઘણા પ્રકારના ઈન્ફેશનનો ભય બની રહે છે. માટે જો કુદરતી રીતો અજમાવીને ઉંદર ભગાડવા માંગો છો તો આ લેખને જરૂર વાંચો, તમને ફાયદો થશે.
ઘણું નુકશાન કરે છે ઉંદરો :
તમારા ઘરમાં જો ઉંદર છે તો એ તમારા સામાનને નુકશાન તો પહોંચાડે જ છે. અને જો વાસ્તુશાસ્ત્રનું માનવામાં આવે તો ઉંદર નકારાત્મક અને અજ્ઞાની શક્તિનું પ્રતીક હોય છે. એવું માનવામાં આવ્યું છે કે જે ઉંદર ઘરમાં રહે છે ત્યાં ઘરમાં રહેતા સભ્યોની બુદ્ધિનો વિનાશ થઈ જાય છે. હંમેશા એવું જોવા મળે છે કે ઉંદર ગંદકીમાં રહે છે, અને તે કોઈ પણ ઘરમાં દરિદ્રતાને જન્મ આપે છે. એટલા માટે ઉંદરને ઘરમાંથી ભગાડવા જરૂરી થઈ જાય છે. તો આવો તમને ઉંદર ભગાડવાના થોડા સરળ ઘરેલુ ઉપાય જણાવીએ.
ઉંદર ભગાડવાના ઉપાય :
1. કાંદાનો ટુકડો :
ઉંદરને કાંદાની દુર્ગંધ જરા પણ પસંદ નથી હોતી. માટે એમને તમારા ઘરમાંથી ભગાડવા માટે કાંદાના ટુકડાને એ જગ્યાઓ પર મૂકી દો, જ્યાં તમને ઉંદર દેખાય છે. આમ કરવાથી ઘણી સરળતાથી ઉંદર તમારા ઘરમાંથી ભાગી જશે.
2. મનુષ્યના માથાના વાળ :
તમારા ઘરમાં પણ ઉંદરોએ આતંક મચાવી દીધો છે, તો તે તમારા માથાના વાળથી સરળતાથી ભાગી શકે છે. એવું એટલા માટે કારણ કે માથાના વાળને ગળી જવાથી તે મરી જાય છે. એટલા માટે ઉંદર મનુષ્યના વાળની આસપાસ તે નથી આવતા. તો તમે ઉંદરના દર પાસે અથવા ઘરમાં જ્યાં ઉંદર દેખાય ત્યાં થોડા વાળ મૂકી દો.
3. લાલ મરચું :
ઉંદર ભગાડવાનો સૌથી સારો ઉપાય લાલ મરચું છે. તમારા ઘરમાં જે જગ્યાઓ પર ઉંદરનું આવવા જવાનું સૌથી વધારે હોય છે ત્યાં થોડા લાલ મરચા મુકી દો. ત્યારબાદ ઉંદર ઘરમાં નહિ આવી શકે.
4. પિપરમેંટ :
પિપરમેંટની સુગંધ પણ ઉંદરોને ઘણી પરેશાન કરે છે. તમારા ઘરમાં પણ ઉંદરનો ત્રાસ છે, તો ઘરના દરેક ખૂણામાં થોડા રૂ માં પિપરમેંટ લગાવીને મૂકી દો. આમ કરવાથી ઉંદર તમારા ઘરને જલ્દી જ છોડીને ભાગી જશે.
5. ગોબર (છાણ) :
ઘરમાં ગોબર રાખવાથી પણ ઉંદરને દૂર રાખી શકાય છે. જણાવી દઈએ કે ગોબર ખાઈ લીધા પછી એમના પેટમાં સંક્રમણ થઈ જાય છે, અને એનાથી ઉંદર મરી પણ જાય છે.
6. ફુદીનાના પાન અને એના ફળ :
જો તમે પણ ઉંદરથી પરેશાન છો તો એમના દરની આસપાસ અથવા ઉંદર જ્યાંથી આવે છે ત્યાં ફુદીનાના પાન મૂકી દો. જણાવી દઈએ કે ઉંદરને ફુદીનાના પાન પણ પસંદ નથી હોતા.
7. ઘુવડની પાંખ :
તમારા ઘરમાં ઘુવડની પાંખ રાખો. એનાથી ઉંદર ઘણા ઝડપથી ડરી જાય છે. અને ઘરની આસપાસ પણ દેખાતા નથી.