3 આતંકવાદીઓએ મળીને કરી પ્રેગ્નેન્ટ, પછી રોજ રાત્રે નવા આતંકવાદી આવતા હતા, પ્રેગ્નેંસીમાં પણ નહોતી છોડી.

આ વાત છે મોરક્કોની ઇસ્લામ મયતાતની. એક ખોટા વ્યક્તિ સાથે ઓનલાઈન થયેલી દોસ્તીએ તેને આઈએસ આતંકીઓની વિધવા બનાવી દીધી. ત્રણ વર્ષ સુધી નરકનું જીવન જીવ્યા પછી તે કોઈ પણ રીતે બચીને નીકળી આવે છે. તેણે ત્રણે આતંકીઓ સાથે લગ્ન કર્યા હતા.

ઇસ્લામે જણાવ્યું, કે ખાલીદ અહમદ સાથે તે પહેલી વખત ૨૦૧૪ માં ઈન્ટરનેટ મારફતે મળી હતી. તે વખતે તે દુબઈમાં અફઘાન બ્રિટીશ ટ્રેડર તરીકે કામ કરતા હતા. ઇસ્લામે લગ્ન માટે મોરક્કો છોડયું અને દુબઈ પહોંચી. ત્યાંથી તે અહમદની ફેમીલીને મળવા અફઘાનીસ્તાન પહોંચી. લગ્ન પછી અહમદ તેને એમ કહીને તુર્કી લઇ આવ્યો, કે અહિયાંથી લંડન સેટલ થવું તેના માટે સરળ રહેશે. તે ફેશન ડીઝાઈનનો કોર્સ કરવા માંગતી હતી. પરંતુ અહિયાંથી ઓગસ્ટ ૨૦૧૪ માં અહમદ સીરીયા પહોંચી ગયો. ત્યાં સુધીમાં આઇએસએ સીરીયામાં ખલીફતનું એલાન કરી દીધું હતું.

ઇસ્લામના જણાવ્યા મુજબ તેણે પોતાના પતિના આઇએસ જોઈન્ટ કરવાનો વિરોધ પણ કર્યો. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું. ૨૦૧૪ માં ઇસ્લામ પ્રેગનેન્ટ હતી તે દરમિયાન અહમદ મિલેટ્રી ટ્રેનીંગ માટે કોબાની જતો રહ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થઇ ગયું. એટલે તે વિધવાઓના ગેસ્ટ હાઉસમાં રહેવા જતી રહી. ત્યાં આતંકી રોજ રાત્રે તેનો ગેંગરેપ કરતા.

અહમદના મૃત્યુ પછી પોતાનો જીવ બચાવવા માટે ઇસ્લામે એક બીજા આતંકી સાથે લગ્ન કર્યા. તે તેને રક્કા લઇ ગયો. આમ તો થોડા સમય પછી બન્નેના છૂટાછેડા થઇ ગયા. ત્યાર પછી તેણે ભારતીય આઇએસ આતંકી અબુ તુલ્લહા અલ હિન્દી સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેણે મારિયા નામની દીકરીને જન્મ આપ્યો. પાછળથી અબુ તલ્લાહ પણ નાટો ફોર્સના હુમલામાં મરી ગયો.

ત્યાર પછી તે યજીદી મહિલાના સંપર્કમાં આવી. તેની સાથે તે કોઈપણ રીતે આઇએસના કબ્જા માંથી આઝાદ થવામાં સફળ થઇ. ઇસ્લામ પોતાના બન્ને બાળકોના ભવિષ્યને લઈને ડરી ગયેલી હતી. તે કહે છે કે હું મોરક્કો પાછી જવા માગું છું. પરંતુ મને ખબર ન હતી કે મારું અહિયાં કોઈ ભવિષ્ય બનશે કે નહિ. આવી ઘણી બધી મહિલાઓ હશે જે આ આતંકીઓની હવસનો ભાગ બનતી હશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.