ટેસ્લાએ નવા ચાર્જરની જાહેરાત કરી છે જેનાથી 1 કલાકમાં 1,600 કિલોમીટર ચાલશે

ટેસ્લા મોટર્સના માલિક એલોન મસ્ક દુનિયાના એ થોડા બહુમુખી પ્રતિભાશાળી ધનિક વ્યક્તિઓમાંના એક છે, જે પોતાના આકર્ષક વ્યક્તિત્વ, વિચાર અને દીર્ઘદ્રષ્ટિના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. આજે અમે તમને એમની કંપનીની કારની થોડી ખાસિયતો જણાવીશું.

ટેસ્લા કાર આધુનિક વિજ્ઞાન અને એલોનની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. મોટી ટેકનોલોજીની આ મોંઘી કારોને ચલાવવાળાની સંખ્યા ઘણી ઓછી છે. આ લેખમાં જાણીશું ટેસ્લા કાર કેમ શ્રેષ્ઠ છે અને માર્ગ પરિવહનનું શું ભવિષ્ય બતાવે છે.

ટેસ્લા કંપનીએ કાર માટે નવી ચાર્જીંગ સર્વિસની જાહેરાત કરી છે. કારની વિશેષતાની સાથે સાથે એની પણ વિશેષતા જાણી લઈને.

ટેસ્લાએ ‘વી 3 સુપરચાર્જિંગ’ સર્વિસનું અનાવરણ (જાહેર કરવું) કર્યુ છે, અને સાથે જ દાવો કર્યો છે કે તે કારના મોડેલ 3 ની કાર્યક્ષમતાને ચરમ સીમાએ પહોંચાડશે. તે એ દરે ચાર્જિંગ કરશે કે એક કલાકમાં 1,610 કિલોમીટરની રેન્જમાં ઉમેરી શકશે. કંપનીએ જણાવ્યું કે ચાર્જિંગ સ્ટેશન સુધી ડ્રાઇવિંગ કરતી વખતે કાર 25% સમય બચાવવા માટે આપમેળે બેટરીને શ્રેષ્ઠ સ્તરે ગરમ કરશે. અને આ સુપરચાર્જિંગ ચાર્જ કરવા માટે ખર્ચવામાં આવતા સમયના સરેરાશ 50% સમય બચાવશે.

ટેસ્લા કારની ૨૦ વિશેષતાઓ :

૧. ટેસ્લા કારનો દરવાજો ખોવવા માટે અને ગાડી સ્ટાર્ટ કરવા માટે ચાવી લગાવવાની જરૂર પડતી નથી. કારની પાસે જતા જ દરવાજો પોતાની જાતે ખુલી જાય છે. ટેસ્લા કારોનો દેખાવ ખૂબ જ શાનદાર અને કુલ છે.

૨. હવે અંદર બેસો અને બ્રેકસ પર પગ જમાવો, ગાડી સ્ટાર્ટ. નહિ ઇંધણ ભરવાનું, નહીં ધુમાડો કે નહિ એન્જીનનો અવાજ, બેટરી પાવરનો આજ છે કમાલ.

૩. ગિયર વગરની આ કારની પિકઅપ ખૂબ સરસ છે. વારંવાર ગિયર બદલવાની અને ક્લચની કચકચથી આઝાદી.

૪. સામાન્ય કારના એન્જીનની સરખામણીમાં ટેસ્લા કારના એન્જિનની સાઈઝ લગભગ ત્રીજા ભાગની છે.

૫. જો તમારી ટેસ્લા કારનું એક્સિડન્ટ થાય છે, તો ટેસ્લા કસ્ટમર કેરને એની માહિતી મળી જશે અને એ તમારી મદદ માટે ફોન કરશે.

૬. ટેસ્લા કારના ઘણા ફંક્શનનું સંચાલન તમે ટેસ્લાની મોબાઈલ એપથી પણ કરી શકો છો. જેમકે ટેમ્પરેચર કંટ્રોલ કરવું. તમે મોબાઈલ એપથી જ કારને સુવિધાજનક તાપમાન પર સેટ કરવાનો નિર્દેશ આપી દો. જ્યાં સુધી તમે કાર પાર્કીંગમાં પહોંચશો, કારમાં બેસશો ત્યાં સુધી કારની અંદરનું તાપમાન તમારી ઈચ્છા મુજબનું થઈ જશે.

૭. મોબાઈલ એપમાં કાર લોકેશન ફીચરની મદદથી તમે ગમે ત્યારે પોતાની કારની લોકેશનની માહિતી મેળવી શકો છો. કાર ચોરી થવાની પરિસ્થિતિમાં આ ફીચર ખૂબ જ કારગર છે. આ સિવાય જો તમે પાર્કિંગમાં પોતાની કાર શોધી શકતા નથી તો પણ આ ફીચર તમારી મદદ કરશે.

૮. ટેસ્લા કારનું સોફ્ટવેર પણ સમયે સમયે અપડેટ થયા કરે છે. કારની અંદર લાગેલી સ્ક્રીન પર ઘણી જાણકારીઓ અપડેટ થયા કરે છે. જેમકે ટેસ્લા કારના માટે ચાર્જીગ સ્ટેશન ક્યાં ક્યાં છે, કારથી સૌથી નજીકનું ચાર્જીગ સ્ટેશન કયું છે, ડૈશબોર્ડ અને મીટરનો દેખાવ બદલાયા કરે છે. રસ્તાના નકશાઓ અને સંભવિત ટૂંકા રસ્તાઓ વગેરે. જેનાથી સમયની સાથે તમારી કાર વધારે સારી રીતે ચાલી શકશે.

૯. ટેસ્લા કાર ચાર્જીગમાં ટાઇમર સેટિંગ છે. જેટલા વાગ્યાથી જેટલા સમય માટે ચાર્જીગ કરવું હોય એ સેટ કરી લો. મનોરંજન માટે ટેસ્લા કારમાં સામન્ય રીતે રેડિયો સિવાય પ્રીમિયમ ઈન્ટરનેટ રેડિયો ચેનલની મફતમાં સુવિધા આપવામાં આવી છે.

૧૦. જો તમારી ટેસ્લા કારમાં કોઈ પ્રોબ્લેમ છે અને તમે ટેસ્લા સર્વિસ સેન્ટર જઇ શકતા નથી, તો ટેસ્લાની રેજર સર્વિસની મદદ લો. ટેસ્લાના કર્મચારી તમારા ઘરે આવીને તમારી કારને સર્વિસ માટે લઈ જશે અને તમને બીજી ટેસ્લા કાર આપી જશે. અને જ્યાં સુધી તમારી કાર ઠીક ના થઇ જાય ત્યાં સુધી તમને બીજી ટેસ્લા કાર વાપરવા આપશે.

૧૧. જો તમે ઠંડા વિસ્તારમાં રહો છો જ્યાં વારંવાર બરફ વર્ષા થાય છે, તો ટેસ્લા સર્વિસ કર્મચારી તમારી કારમાટે ખાસ ટાયર્સ ઘરે આવીને બદલી જશે. અને ખાસ વાત તો એ છે કે આ સુવિધા બિલકુલ મફત છે.

૧૨. ઇલેક્ટ્રિક કાર છે તો એ ના વિચારશો કે સ્પીડમાં કોઈ સમાધાન થશે. ટેસ્લા કાર ફરારી જેટલી જ ઝડપી છે. ટેસ્લા કાર ૩.૭ સેકન્ડમાં 0 થી ૯૭ કિલોમીટર/કલાકની સ્પીડ પકડી લે છે.

૧૩. પેટ્રોલ પંપની જેમ ટેસ્લા કારના પોતાના ચાર્જીગ સ્ટેશન હોય છે. આ ચાર્જીગ સ્ટેશન પર કાર ચાર્જીગ ફ્રી માં થાય છે. ટેસ્લા કારનું ૮૦% ચાર્જીગ ૪૦ મિનિટમાં થઈ જાય છે, અને ૭૫ મિનિટમાં ૧૦૦% ચાર્જ થઈ જાય છે.

૧૪. ટેસ્લા કારનું માઇલેજ અવિશ્વાસનીય છે. ટેસ્લા કારનું મોડેલ એક વાર ફુલ ચાર્જ કરીને ૩૫૦ થી ૪૫૦ કિલોમીટર ચાલી શકે છે. જ્યારે માઇલેજ આટલું જોરદાર હોય અને ચાર્જીગ ફ્રી માં હોય તો શું ટેન્શન. ચિંતા કર્યા વગર મુસાફરી કરતા રહો.

૧૫. ટેસ્લા કારનું સેંટર ઓફ ગ્રેવીટી બીજી કારની તુલનામાં નીચું હોય છે, જેના લીધે આ કારની રોડ પર પકડ વધારે રહે છે. આ કારણે ગાડી પર જોરદાર કંટ્રોલિંગ રહે છે અને ડ્રાઇવિંગ લાજવાબ હોય છે.

૧૬. સેલ્ફ ડ્રાઈવિંગ કે ઓટોપાયલોટ ફીચર, એટલે કે પોતાની જાતે ચાલવાવાળી કારનો ખ્યાલ વ્યવહારિક રીતે સૌથી પહેલા ટેસ્લા કારે જ રજૂ કર્યો હતો. અમુક ઘટનાઓને છોડીને આ પ્રયોગ ઘણો સફળ રહ્યો છે. સાથે જ ટેસ્લા આ ફીચરમાં નિરંતર સુધારો કરી રહ્યું છે. એવી આશા રાખીએ કે ટેસ્લાના નવા મોડેલમાં વધારે સારી ગુણવત્તાનો સેલ્ફ ડ્રાઇવિંગ અનુભવ મળશે.

૧૭. ટેસ્લા કાર બેટરી પુરી થતા પહેલા તમને સંકેત આપી દે છે, જેથી બાકી રહેલા ચાર્જીગથી તમે નજીકના ચાર્જીગ સ્ટેશન સુધી પહોંચી શકો છો.

૧૮. ટેસ્લાકારમાં મોટા એન્જિન હોતા નથી, પરંતુ આગળના અને પાછળના ટાયર પાસે એક મોટર લાગેલી હોય છે. જેના લીધે એક મોટી ડિક્કી એટલે કે ટ્રંક સ્પેસ અને કારમાં આગળના બોનેટની નીચે પણ સામાન મુકવામાટે જગ્યા હોય છે

૧૯. અન્ય કારમાં પાર્કિંગ સેન્સરના રોકવાથી બીપ બીપ અવાજ થાય છે, જયારે ટેસ્લા કાર પાર્કિંગ કરતી વખતે ગાડી રોકવા માટે દરેક ઇંચ પર કેટલું દૂર છે એ દેખાડે છે.

૨૦. ટેસ્લા કારમાં સેફ્ટી સ્ટાન્ડર્ડ ઉંચ્ચ શ્રેણીના છે. NHTSA દ્વારા કરવામાં આવેલા ક્રશ રેસિસ્ટન્સ ટેસ્ટમાં ટેસ્ટ મશીન પણ તૂટી ગયું, આ ટેસ્લા કારની બોડીની મજબૂતાઈ કેટલી છે એ બતાવે છે.