શારીરિક થાકને વધુ દુર ભગાડવા અને શક્તિ મેળવવાના ૧૦ સરળ ઘરગથ્થું ઉપાય

થાકને દુર કરવા માટેના ઉપાય અને ઘરગથ્થું ઉપાય એનર્જી ઓછી હોવી અને ઊંઘ પૂરી ન થવા ને લીધે શરીરમાં થાક, નબળાઈ અને આળસ હોવી સામાન્ય વાત છે. ખાવા પીવાની ખોટી ટેવો અને ખોટું જીવનધોરણ પણ શારીરિક અને માનસિક નબળાઈનું કારણ છે. નબળાઈ અને આળસ ને કારણે જ કોઈપણ કામ સારી રીતે નથી થઇ શકતું. ઘણા લોકો સુસ્તી અને થાકનો ઈલાજ કરવાની દવા વાપરે છે પણ તમે વગર દવાએ ઘરગથ્થું ઉપાય અને દેશી આયુર્વેદિક નુસખા થી સુસ્તી, આળસ અને થાક ઓછો કરવા માટે ના ઉપાય કરી શકો છો. આવો જાણીએ થાકને કેવી રીતે દુર કરવો.

જે લોકો રમતનો શોખ ધરાવે છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે રનિંગ, યોગ અને કસરત કરે છે, તે જો જલ્દી થાકી જવાથી પરેશાન છે અને સ્ટેમિના વધારવા માંગે છે તો તેમણે અહિયાં જણાવેલ નુસખા ધ્યાનથી વાચવા જોઈએ.

થાક અને આળસ ના કારણો -Causes of Fatingue

* પાણી ઓછું પીવું

* શરીરમાં લોહીની ખામી હોવી

* ધ્રુમપાન અને દારુ નું સેવન કરવું

* સવારે નાસ્તો ન કરવો અને જંક ફૂડ વધુ ખાવું

* કસરત ઓછી કરવી કે જરૂર કરતા વધુ કરવી

* રાત્રે સારી રીતે ન સુવું અને ઊંઘ પૂરી ન થવી

તનાવ, ડીપ્રેશન, મોટાપો, થાઈરોઈડ, કેન્સર, ડાયાબીટીસ અને હ્રદયના રોગ હોવા.

થાક દુર કરવાના ઉપાય અને ઘરગથ્થું ઉપાય

થાક અને સુસ્તી કોઈપણ કારણે હોય તમે તમારા ડાયેટ માં થોડો ફેરફાર કરીને અને થોડા ઘરગથ્થું નુસખા અપનાવીને તેનો ઈલાજ સરળતાથી ઘરે જ કરી શકો છો, શારીરિક થાક જો વધુ સમય સુધી રહે તો વ્યક્તિ ધીમે ધીમે માનસિક થાક પણ અનુભવવા લાગે છે તેથી સમય સમયે તેનો ઉપાય કરાવવો જરૂરી છે.

થાક, સુસ્તી, આળસ, નબળાઈ

(૧) દહીંમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ હોય છે જે સુસ્તી અને થાકના લક્ષણ દુર કરે છે. જયારે શરીરમાં સુસ્તી જોઈએ તો દહીનું સેવન કરો. ધ્યાન રાખશો કે દહીં મલાઈ વાળું ન હોય. અને રાત્રે તેનું સેવન ના કરો.

(૨) થાક મટાડવાના ઉપાયમાં ૧ કપ ગ્રીન ટી પીવું સારું છે. જયારે વધુ કામ હોય કે પછી તનાવ ને લીધે થાક રહેતો હોય તો ગ્રીન ટી પીવાથી એકાગ્રતા વધે છે અને તમે શરીરમાં એનર્જીનો અનુભવ કરશો.

(૩) કેળામાં પોટેશિયમ જરૂરી પ્રમાણમાં હોય છે જે શરીરમાં શુગરને એનર્જી માં ફેરવવામાં ઉપયોગી છે. તે ઉપરાંત કેળામાં બીજા પણ ઘણા પ્રકારના પોષક તત્વો રહેલ છે જે થાક અને સુસ્તી મટાડવા માં મદદ કરે છે.

(૪) શરીરમાં પાણીની ખામી હોવાથી પણ સુસ્તી આવવા લાગે છે જેનાથી કોઈપણ કામમાં મન નથી લાગતું. ત્વચા સુકી હોવું, વારંવાર મોઢું સુકાવું, પેશાબમાં પીળાશ હોવી અને એકાગ્રતા ઓછી થવી શરીરમાં પાણીની ખામી નું લક્ષણ છે. આ તકલીફથી બચવા માટે પાણી વધુ પીવો અને ફળનું જ્યુસ, નારીયેલ પાણી પણ પી શકો છો.

(૫) સુસ્તી દુર કરવાના ઉપાયમાં ઓટમીલ ઉત્તમ આહાર છે. તેમાં રહેલ કાર્બોહાઈડ્રેટ શરીરમાં ગ્લાઈકોજન તરીકે ફરી જાય છે જે આખો દિવસ માંસપેશીઓ અને મગજને શક્તિ પૂરી પડે છે. શરીરમાં એનર્જી વધરવા માટે સવારે નાસ્તા માં ઓટમીલ ને તમારા આહારમાં ઉમેરો કરો.

(૬) આળસ અને સુસ્તી દુર કરવા માટે પોતાના ડાયેટ માં પાલક ખાવ, શરીરમાં શક્તિના સ્તરને વધારે અને મેટાબોલીજ્મ વધારવામાં પલક ખુબ ફાયદાકારક છે.

(૭) આયરન અને વિટામીન B-૧૨ પણ શરીરને સુસ્ત બનાવી રાખવામાં ઉપયોગી છે, શરીરમાં તેની ખામી થી પણ આળસ રહે છે. આવી સ્થિતિમાં કોઈપણ દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. .

(૮) થાકને દુર કરવામાં અખરોટ ફાયદાકારક છે. તેમાં ઓમેગા ૩ ફેટી એસીડ પૂરતા પ્રમાણમાં હોય છે જે ડીપ્રેશનના ઇલાજમાં પણ ઉપયોગી છે. રનિંગ અને કામકાજ પછી થાક દુર કરવા માટે અખરોટ ખાવા જોઈએ.

(૯) બિલકુલ શારીરિક કસરત ન કરવી કે પછી જરૂર કરતા વધુ કસરત કરવાથી પણ થાક નો અનુભવ થાય છે કેમ કે જયારે તમે કસરત નથી કરતા ત્યારે તમારું શરીર માનસિક તનાવ સહન કરવાની શક્તિ નથી હોઈ શકતી અને ક્ષમતા થી વધુ કસરત કરો છો તો પણ થાક લાગવા લાગે છે.

(૧૦) થાઈરોઈડ, શુગર, હ્રદયની બીમારી અને ડીપ્રેશન જેવા રોગોને લીધે શરીરમાં શક્તિ ની ખામી થઇ જાય છે જેથી થોડું કામ કરવાથી પણ જલ્દી થાક લાગવા લાગે છે. જો તમે જો આવા કોઈ રોગથી પીડિત છો તો તેને કન્ટ્રોલમાં રાખો અને તેના ઈલાજ માટે જરૂરી ઉપાય કરો.

થાક અને સુસ્તીથી દુર રહેવા માટે શું કરવું

પોતાના આહારનું ધ્યાન રાખવું, યોગ્ય સમયે ખાવ અને એક જ સમયમાં વધુ ખાવાથી પણ દુર રહો.

આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહે તેમતે હેલ્દી નાસ્તો કરો અને બપોરે પણ યોગ્ય સમયે ભોજન કરો.
શરીરમાંથી થાક દુર કરવા માટે અને માનસિક તનાવ થી દુર રહેવા માટે મેડિટેશન અને યોગ પોતાની દિનચર્યા માં ઉમેરો કરો.

નાની નાની વાતો ઉપર જલ્દી પરેશાન થવાને બદલે શાંત મગજથી તકલીફનો ઉકેલ કાઢો અને પોતાની શક્તિને સમસ્યા ના સમાધાન માટે ઉપયોગ કરો.

ઊંઘ પૂરી ન થવી પણ શરીરમાં આળસ અને થાકનું કારણ બને છે. એક વ્યક્તિ એ ૭ થી ૮ કલાકનું ઊંઘ જરૂર લેવી જોઈએ.

સુસ્તી કેવી રીતે દુર કરવી. ચા, કોફી ઓછી પીવો અને તળેલ મસાલેદાર ખાવાથી પરેજી રાખો.

ધ્રુમ પાન દારુ અને નશા વાળા પદાર્થોના સેવનથી દુર રહો. તેનાથી બોડી ની સ્ટેમિના ઓછી થાય છે.

વધુ સમય સુધી મોબાઈલ અને લેપટોપ ઉપર લાગી રહેવાથી પણ તનાવ વધે છે જે થાક અને આળસનું એક મોટું કારણ છે. રાત્રે સુતા પહેલા મોબાઈલ ન વાપરો અને આરામ કરો. આજના સમયમાં શારીરિક અને માનસિક થાક ઓછો કરવાની આ સૌથી સારી રીત છે.