હેમા માલિનીના પ્રેમમાં પાગલ હતા ‘શોલે’ ના ઠાકુર, આ કારણે આખું જીવન કુંવારા રહ્યા

અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સ્ટારર ફિલ્મ ‘શોલે’ માં ઠાકુરનો રોલ ભજવવાવાળા એકટર સંજીવ કુમારની 6 નવેમ્બરે પુણ્યતિથિ હોય છે. શોલેમાં ઠાકુરનો રોલ ભજવીને એમણે બધાનું દિલ જીતી લીધું હતું. ઠાકુરની ભૂમિકા આજે પણ લોકોની યાદોમાં છે. સંજીવે 6 નવેમ્બર 1985 ના રોજ 47 વર્ષની ઉંમરમાં જ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. તો ચાલો જાણીએ એમના અંગત જીવન સાથે જોડાયેલી થોડી ખાસ વાતો.

22 વર્ષની ઉંમરમાં 60 વર્ષના વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું :

સંજીવ કુમારની આ વાત ઘણા ઓછા લોકોને ખબર હશે કે, એમનું સાચું નામ હરિહર જેઠાલાલ જરીવાલા હતું. તે 1938 માં ગુજરાતના સુરતમાં જનમ્યા હતા. જો કે પછી એમનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. એમને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો અને એમણે ફિલ્મ સ્કૂલમાં જ એડમિશન લીધું હતું. સંજીવ પોતાના જીવનમાં પાત્રો પર હંમેશા પ્રયોગ કરતા હતા. જયારે બીજા અભિનેતા હિરોઈનનો સાથે રોમાંટિક ફિલ્મો કરતા હતા, ત્યારે તે બીજા પાત્ર ભજવવાથી પાછળ રહ્યા ન હતા.

કહેવામાં આવે છે કે, થિયેટર દરમિયાન સંજીવ કુમારે 22 વર્ષની ઉંમરમાં 60 વર્ષના માણસનું દમદાર પાત્ર ભજવ્યું હતું. વર્ષ 1970 માં આવેલી ફિલ્મ ‘ખિલોના’ માં સંજીવના પાત્રને લોકોએ ઘણું પસંદ કર્યું. ફિલ્મ સુપરહિટ રહી અને સંજીવ કુમાર રાતો રાત સ્ટાર બની ગયા. એ વર્ષે જ ફિલ્મ ‘દસ્તક’ પણ રિલીઝ થઈ હતી, જેમાં એમને પોતાના પાત્ર માટે બેસ્ટ એકટરનો નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો.

સંજીવ હેમા માલિનીના પ્રેમમાં પાગલ હતા :

મોટા પર્દા પર સંજીવ કુમારે મોટાભાગે ગંભીર રોલ જ પ્લે કર્યા હતા. અને અસલ જીવનમાં પણ તે ખુબ ગંભીર વ્યક્તિ હતા. એમણે બોલીવુડની ડ્રીમ ગર્લ કહેવાતી એક્ટ્રેસ હેમા માલિની સાથે પણ ગંભીરતાથી પ્રેમ કર્યો, પણ તે પ્રેમ એમની કિસ્મતમાં ન હતો અને એમણે પોતાનું આખું જીવન એકલા રહીને જ પસાર કર્યું. હકીકતમાં એમનો સંબંધ ન બનવાનું કારણ ધર્મેન્દ્રને માનવામાં આવે છે.

કહેવામાં આવે છે કે, હેમા પણ સંજીવને પસંદ કરવા લાગી હતી, પણ એ દરમિયાન ધર્મેન્દ્રએ હેમાને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું હતું, એ પછી હેમાએ સંજીવના લગ્નના પ્રપોઝલને નકારી દીધું હતું. હેમા સિવાય એમનું અફેયર અભિનેત્રી સુલક્ષણા પંડિત સાથે પણ હતું, પણ સંજીવે લગ્ન કરવાની ના પાડી દીધી. પરિણામ એ આવ્યું કે, સુલક્ષણા પંડિતે પણ આજીવન લગ્ન નહિ કર્યા. સંજીવ કુમારને નાનપણથી જ હૃદયની બીમારી(કન્ઝેનાઈટલ હાર્ટ કંડિશન) હતી. એ કારણે 47 વર્ષની ઉંમરમાં જ તે દુનિયા છોડીને જતા રહ્યા.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.