ફિલ્મ ‘થલાઈવી’ માં કંગના રનૌતનું ફર્સ્ટ લૂક આઉટ, જયલલિતાના ગેટઅપમાં ઓળખવી બની મુશ્કેલ

કંગના રનૌત પોતાના આખાબોલા નેચર માટે ઓળખવામાં આવે છે, અને અવાર નવાર તે કોઈને કોઈ એવા નિવેદન આપી દે છે જેને કારણે જ મીડિયા તેની પાછળ પડી જાય છે. કંગના રનૌત બોલીવુડની એકમાત્ર એક એવી અભિનેત્રી છે, જે પોતાના બળ ઉપર ફિલ્મ હીટ કરાવવાની કળા ધરાવે છે. તેની એક્ટિંગ એટલી જોરદાર હોય છે કે, ફિલ્મમાં કોઈ હીરોની ખોટનો અનુભવ થતો નથી.

ફિલ્મ ‘ક્વીન’ ના સુપરહિટ થયા પછી કંગનાએ ક્યારે પણ પાછા વળીને જોયું નથી, અને એક પછી એક ઉત્તમ ફિલ્મો આપી. કંગના રનૌત છેલ્લી વખત રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘જજમેન્ટલ હે ક્યા’ માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફીસ ઉપર સારી એવી કમાણી કરી હતી.

જયલલીતાની બાયોપિક ‘થલાઈવી’ માં જોવા મળશે :

હાલના દિવસોમાં કંગના રનૌત પોતાની અપકમિંગ ફિલ્મ ‘થલાઈવી’ ને લઈને સમાચારોમાં છવાયેલી છે. થોડા સમયથી કંગના રનૌત ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે, અને અત્યારથી જ આ ફિલ્મની ચર્ચા ચારે તરફ છે. થલાઈવીમાં કંગના રનૌત જયલલીતાનું પાત્ર નિભાવી રહી છે. જે એક હિરોઈન હોવા સાથે સાથે એક મોટી રાજકારણી વ્યક્તિ પણ હતી.

સાઉથમાં જયલલીતા ઘણી વધુ પ્રસિદ્ધ હતી, અને ત્યાંના લોકો તેની દેવીની જેમ પૂજા કરતા હતા. ત્યાંના લોકો તેને ‘અમ્મા’ નામથી બોલાવતા હતા. પડદા ઉપર જયલલીતાનું પાત્ર સારી રીતે નિભાવવા માટે કંગના રનૌતે ઘણી મહેનત કરી છે. થોડા દિવસો પહેલા કંગના રનૌત મનાલીમાં ફિલ્મ માટે ભારતનાટ્યમની પ્રેક્ટીસ કરતા જોવા મળી હતી.

ફિલ્મમાંથી બહાર આવ્યો કંગના રનૌતનો ફર્સ્ટ લુક :

હાલમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક બહાર આવ્યો છે, જેમાં કંગના રનૌત જયલલીતાના લુકમાં જોવા મળી રહી છે. કંગના રનૌત આવી રીતે જયલલીતાના રંગમાં રંગાઈ ગઈ છે કે તેને લોકો ઓળખી પણ નથી શકતા. લોકોને કંગના રનૌતનો આ જોરદાર લુક ઘણો પસંદ આવી રહ્યો છે. પોસ્ટરમાં તમે કંગના રનૌતને ઓળખી નહિ શકો કેમ કે, તેમાં તે એકદમ અલગ દેખાઈ રહી છે.

પોસ્ટરમાં તમે જોશો કે કંગના રનૌતે લીલા રંગનું કાફ્તાન પહેર્યું છે. સાથે જ માથા ઉપર ચાંદલો લગાવ્યો છે. હાથમાં વિકટરી સાઈન દેખાઈ રહી છે. કંગના રનૌતનો આ લુક જોઇને તમારું દિલ પણ ખુશ થઇ જશે. સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટર ઘણું ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. આ ફિલ્મમાં ઘણા સ્ટાર જોવા મળશે.

કંગના રનૌત ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રી છે જેમણે ઘણી મોટી ફિલ્મોની ઓફર જતી કરી છે. તેમણે સુલતાન, સંજુ, ડર્ટી પિક્ચર, ઝીરો, બજરંગી ભાઈજાન, એયરલીફ્ટ અને રુસ્તમ જેવી ફિલ્મોની ઓફર જતી કરી હતી. કેમ કે તેને લાગતું હતું કે, આ ફિલ્મમાં હિરોઈનનો રોલ નથી અને આ ફિલ્મમાં હિરોઈન હોવું ન હોવું એક સરખું છે. તમને પણ કંગના રનૌતનો આ લુક પસંદ આવ્યો હશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.