ઠંડા પાણી થી નહાવા નાં ફાયદા અને ગરમ પાણી થી નહાવા નું નુકશાન જાણો

આપણે બધા જાણીએ છીએ કે આયુર્વેદમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ક્યારેય ગરમ પાણી થી સ્નાન ના કરવું જોઈએ. હંમેશા નહાવા માટે ઠંડા પાણી નો ઉપયોગ કરો. કારણ કે ઠંડા પાણી નું તાપમાન સામાન્ય રહે છે જેનાથી શરીરને કોઇ પણ પ્રકારનું કોઈ નુકશાન નથી પહોંચતું.

માની લો કે તમને ખુબ જ તાવ છે અને ઠંડા પાણી થી નહાવા માટે અસમર્થ છો , તો આ પરિસ્થિતિમાં ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો.

આમ તો ગરમ પાણી અત્યંત લાભદાયી છે, પરંતુ તે માત્ર પીવા માટે ઉપયોગ કરવા માં આવે તો. પરંતુ તમારું શરીર ખૂબ તંદુરસ્ત છે તો કદી પણ ગરમ પાણીથી ના નહાવું જોઈએ. ગરમ પાણી થી નહાવા થી તમને ઘણા પ્રકારના રોગો થઇ શકે છે.

આયુર્વેદમાં નિશ્ચિત કરેલ એક સૂત્ર છે કે જો તમે માથા ઉપર ગરમ પાણી રેડો છો , તો તમને 123 પ્રકારનાં ખતરનાક રોગો થવાની સંભાવના રહેલી છે. આ રોગ માનસિક અને શારીરિક હોઈ શકે છે.

ઘણા બધા ભારતીયો ને શિયાળામાં ગરમ પાણીથી નહાવાની ટેવ છે. ખાસ કરીને ” મહારાષ્ટ્ર રાજ્ય” માં.લોકો શિયાળામાં ગરમ પાણી વગર સ્નાન નથી કરી શકતા.

જો તમને પણ ગરમ પાણીથી નહાવાની ટેવ પડી ગયેલ હોય તો ગભરાવાની જરૂર નથી પરંતુ એક સરળ ઉપાય થી તમે બીમારીઓ દૂર રાખી શકો છો. અને તે ઉપાય એ છે કે જયારે તમે ગરમ પાણીથી ન્હાશો તો, પાણીને બધા અંગો ઉપર નાખો પણ માથા પાર નઈ નાખતા, કેમકે માથા અને આંખ ઉપર પાણી નાખવાથી કફ થવાની શક્યતા વધુ છે. એટલે આ બન્ને અંગો પાર ગરમ પાણી ના નાખતા.

આંખો અને માથા માટે ઠંડુ પાણી ખુબજ લાભદાયક સિદ્ધ થઇ શકે છે. એટલા માટે એવો પ્રયાસ કરો કે જ્યારે પણ ચહેરો ધુવો ત્યારે હંમેશા ઠંડા પાણીથી જ ધોજો. બની શકે કે શિયાળામાં માં પણ નવશેકું ગરમ પાણી જ વાપરો.

ઘણા લોકો એવું વિચારે છે કે શિયાળામાં ઠંડા પાણી થી સ્નાન કરવાથી ઠંડી લાગસે. જ્યારે આવું કઈ નથી. ઠંડા પાણી અને શરદી ને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. શરદી તેવા જ લોકોને થાય છે જેનું પેટ સાફ નથી રહેતું.

જો તમને શરીર નો દુઃખવો રહેતો હોય એટલે કે હાડકા અને માંસપેશીયો માં દર્દ હોય તો, તો તમે શરીર પર ઠંડા પાણી પછી ગરમ પાણી નાખો. આવીરીતે નહાવા થી તમારા દર્દ માં ખુબ રાહત મળશે.વધારે જાણકારી માટે નીચે ની વિડીયો જોજો.

હાઇપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર), મસા, તાવ, લૂ લાગવી , ગીનોરિયા (Ginoria), પેશાબ ના રોગ, રક્તપિત્ત , ધબકારા, કબજિયાત, પેટમાં બળવું , વગેરે રોગોમાં વધુ માં વધુ પાણી પીવું જોઇએ.

ક્ષય ( ટી.બી.), અપચો, આંખના રોગ, જૂનો તાવ, કોઢનો રોગ અને ડાયાબિટીસ ની વિકૃતિઓમાં વારંવાર પરંતુ થોડું થોડું પાણી પીવું જોઈએ.

મધુ પ્રમેહ (ડાયાબિટીસ) ના અને બહુમુત્ર (વારંવાર પેશાબ) ના રોગમાં પાણી ની સરખામણી માં દૂધ વધારે પીવું જોઇએ.

જાડાપણું ઘટાડવું , ગેસ, કોલાયટીસ, અમીબાયસિસ, કૃમિ (વોર્મ્સ), પાંસળી ઓ ના દુખાવો, શરદી, ગળા ના રોગ, કબજિયાત, નવો તાવ, ઝાડા, શ્વસન (દમ), ઉધરસ, હેડકી, માટે ચીકાશ વાળી વસ્તુઓ કે જમ્યા પછી 1 ગ્લાસ ગરમ પાણી પછી જેટલું ગરમ પાણી તમારા થી પીવાય એટલું પીવું પિતા રહેવાથી ઠીક થશે.

 

ગરમ પાણી માં અડધાલીંબુનો રસ નીચોવી દેવાથી સમય પાર ભૂખ પણ સારી લાગશે અને પેટમાં ગેસ અને સડન પણ નહીં થાય. શિયાળામાં સવારે ગરમ પાણી પીવાથી શરદી, ખાંસી થતી નથી.

વધુ જાણકારી માટે નીચે ની વિડીયો જોઈ શકો છો.

વિડીયો