ઠંડીને કારણે રસ્તા પર તડપી રહ્યો હતો પૂર્વ હૉકી ખિલાડી, રિજિજૂ – અમિતાભ બચ્ચન કરશે મદદ.

ક્યારે ભારતીય ટીમ માટે હોકી સ્ટિક પકડવા વાળા આ ખિલાડીએ વિચાર્યું ન હશે કે તેને આ દિવસ પણ જોવા પડશે. કંપાવનારી ઠંડીમાં આ પૂર્વ ખિલાડી દિલ્હીના ફૂટપાથ પર કઠિન દિવસ ગુજરી રહ્યા હતા. સોસીયલ મીડિયા પર આ ખિલાડીનું પરિચય સામે આવ્યું તો રમત મંત્રી કિરણ રિજિજૂ અને બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન પણ મદદ માટે આગળ આવ્યા.

આ ખિલાડીની ફોટો સોસીયલ મીડિયા પર વાયરલ થઇ ચુકી છે. એક પોસ્ટ મુજબ આ હોકી ખિલાડીનું નામ અમરજીત સિંહ છે. તે જુનિયર હોકીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તેમણે પોતાના રમત દ્વારા લંડન અને જર્મનીમાં પણ ઘણા વર્ષ વિતાવ્યા છે. પરંતુ હવે આ પૂર્વ ખિલાડી દિલ્હીના પહાડ ગંજ વિસ્તારમાં કોઈ રીતે ગુજારો કરી રહ્યો છે.

આ ખિલાડી વિષે હમણાં વધારે જાણકારી નથી. સોસીયલ મીડિયા પર પોસ્ટને જોયા પછી રમત મંત્રી રિજિજૂએ મદદનું આશ્વાસન આપ્યો છે. તેમણે ટ્વીટર પર લખ્યું : ‘હું સોસીયલ મીડિયાના માધ્યમથી સતત આ જ જણાવી રહ્યો છું કે કોઈ પણ જેમણે વાસ્તવમાં ભારત માટે રમ્યા છે અને હવે દયનિય સ્થિતિમાં છે, તો તેમની નાણાકીય મદદ કરવામાં આવશે. આમનું સરનામું મળી જાય તો અમે જરૂર મદદ કરીશું.’

અમિતાભ બચ્ચને પણ ટ્વીટ કરી આ ખિલાડીને મદદની કરવાનું જણાવ્યું તેમને લખ્યું કે : શું આ સંભવ છે કે તેમના વિષે ખબર પડી જાય કે તે ક્યાં? અને તેમની કેવી રીતે મદદ કરી શકાય છે?’

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.