આજે પણ સળગી રહી છે એ અગ્નિ, જેના ફેરા લઈને ભગવાન શિવ-પાર્વતીએ કર્યા હતા લગ્ન.

ત્રિયુગ નારાયણ મંદિર જે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવ્યું છે. અહિયાંની જાત્રા બહું જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને સતયુગમાં માતા પાર્વતીના સાથે આજ જગ્યા પર લગ્ન કર્યા હતા અને તમને જાણીને નવાઈ લાગશે કે આજે પણ આ હવન કુંડથી જ્વાળા પ્રજ્વલિત થઈ રહી છે. જેને સાક્ષી માનીને તેમને લગ્ન કર્યા હતા.

ત્રિયુગ નારાયણ મંદિર ખુબ જ પ્રસિદ્ધ માનવામાં આવે છે. આ મંદિર ઉત્તરાખંડની પહાડીઓની વચ્ચે ખૂબ જ સુંદર નજરે પડે છે. ચારે તરફ હરિયાળીની વચ્ચે આવેલું આવેલું આ મંદિર યાત્રાળુ માટે સીમા બાંધી દે છે. આની સુંદરતા આંખોને ઠંડક આપે છે. એવું કહેવાય છે કે આ હવન કુંડ માંથી નીકળતી રાખ વિવાહાહિત જીવનને સુખમય બનાવી દે છે.

હરિદ્વાર પાસે કનખલમાં રાજા હિમાલય રહેતા હતા. જ્યાં માતા પાર્વતીનો જન્મ થયો હતો. એ એક પર્વત પુત્રી હતા આથી તેમનું નામ પાર્વતી રાખવામાં આવ્યું હતુ. પાર્વતીજી મોટા થયા ત્યારે તેમના લગ્ન શિવજી સાથે આજ સ્થળ પર કરવામાં આવ્યા. જેને આપણે ત્રિયુગ મંદીર નામથી ઓળખીએ છીએ. પૌરાણિક કથાઓ અનુસાર વિષ્ણુજીને આ લગ્નના સાક્ષી માનવામાં આવે છે. આથી આ જગ્યા પર વિષ્ણુનું મંદિર પણ છે. જેની પૂજા બધા ખુબ જ શ્રદ્ધા સાથે કરે છે.

ત્રિયુગ નારાયણ મંદિર કેવી રીતે પહોંચી શકીએ?

એમ તો આ મંદિરે પહોંચવાના ઘણા રસ્તા તમને મળી જશે પરંતુ ગૌરી કુંડ જવા માટે તમને બે જ રસ્તા મળશે. જયારે તમે ગૌરીકુંડથી ૬ કિલોમીટર દૂર ગુપ્તકાશી તરફ જસો, તો ત્યાં સોનપ્રયાગ આવશે અહીંથી પણ તમે ત્રિયુગી નારાયણ મંદિર જઇ શકો છો. ત્યાંથી તમને ત્રિયુગ મંદિર ૧૨ થી ૧૩ કિલોમીટર દૂર પડશે. જો તમે અહીંથી જવા નથી માંગતા તો બીજો પણ એક ચાલતા જવાનો રસ્તો છે.

જો તમે ચાલતા જવા માંગો છો, તો તમને ૬ થી ૭ કિલોમીટર જ ચાલવું પડશે. સૌથી પહેલા તમારે સોનપ્રયાગ જવું પડશે. ત્યાં થઈ તમે પેહલા સો મીટર ગૌરીકુંડ તરફ જશો, ત્યાં તમને એક લોખંડનો પુલ મળશે એ પુલ પહેલા તમને એક ગુમનામ પગદંડી મળશે. જે ઉપર તરફ જતી દેખાશે.

આ રસ્તેથી તમારે આગળ જવાનું છે. આ રસ્તો ગાઢ જંગલ માંથી પસાર થાય છે આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું કે જયારે તમે થોડા દૂર જશો, ત્યાં તમને નાનું ઝરણું દેખાશે. આ પહેલા તમને બહુ તરસ લાગી શકે છે આથી તમારે તમારા સાથે પાણી લઇ જવું. આ મંદિર જોવામાં તો ખૂબ જ સુંદર છે અને આની સાથે તમે રુદ્રકુંડ, વિષ્ણુંકુંડ અને બ્રહ્મકુંડ પણ જોઈ શકો છો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)