થવા માંગો છો પૈસાદાર અને સફળ? તો રામાયણમાં દર્શાવેલી આ 4 વાતોનું રાખો ખાસ ધ્યાન.

જીવનના દરેક ક્ષેત્ર ઉપર દરેકને પૈસાની ઘણી જરૂર હોય છે. આજકાલ વગર પૈસે તો તમે એક ડગલું પણ ચાલી નથી શકતા. પૈસા કમાવાની હોડમાં આજના યુવાનો નાની ઉંમરમાં જ બધું જ કરી લેવા માંગે છે. પરંતુ તમારા અથાગ પ્રયાસ કરવા છતા પણ તમારી પાસે ધન તો આવે છે પરંતુ ટકતું નથી. તેવામાં તમારું મગજ ઘણી વખત ખોટા રસ્તા ઉપર જતું રહે છે, પરંતુ હિંદુ ધર્મમાં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે ક્યાં લોકો પાસે ધન ટકતું નથી કે પછી પૈસા આવતા જ નથી. તો આવો જાણીએ તેના વિષે.

હિંદુ ધર્મ મુજબ, રામાયણમાં માણસના તમામ પ્રશ્નોના જવાબ છે. તેવામાં દરેક ઘરમાં રામચરિત માનસ જરૂર હોવી જોઈએ. તે ઉપરાંત ધર્મનું માનીએ તો દરેક એ રામાયણ જરૂર વાચવી જોઈએ. જો તમે રામાયણ નથી વાચી તો તમારું જીવન નકામું ગણવામાં આવે છે. રામાયણમાં ઉલ્લેખિત એ વાતો જેના કારણે તમારી પાસે ધન નથી ટકી શકતું. રામાયણમાં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે જો માણસ નીચે દર્શાવેલી ભૂલો કરે છે તો તેના ઘરમાં ક્યારે પણ લક્ષ્મીનો વાસ થતો નથી.

લાલચુ હોવું :-

આમ તો દરેકના મનમાં થોડી ઘણી તો લાલચ હોય જ છે, પરંતુ જો તે વધી જાય તો સમજો તમારો વિનાશ નક્કી છે. રામાયણ મુજબ લાલચુ વ્યક્તિના ઘરમાં લક્ષ્મીનો વાસ ક્યારે પણ થતો નથી અને જો ધન આવી પણ જાય, તો તે ઘણું જ જલ્દી ખલાસ થઇ જાય છે. એટલા માટે જો તમે લાલચ કરો છો તો તેને દુર કરી દો.

જીવનસાથી સારા ન હોવા :-

રામાયણ મુજબ જો તમારા જીવનસાથી સારા નથી. એટલે કે ઝગડાખોર કે દગાબાજ છે તો તમારા ઘરમાં ધન ભૂલથી પણ નહિ ટકે. જો તમે મહેનત કરીને થોડું ધન કમાઈ લો છો, તો તેને તમે રોકીને રાખી નથી શકતા. તેવામાં ઘરની સ્ત્રીનો સ્વભાવ શાંત હોવો જોઈએ અને કહેવામાં પણ આવે છે કે એક સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી શકે છે.

મોટા વડીલોનું સન્માન ન કરવું :-

જે વ્યક્તિ પોતાના મોટા વડીલોનું અપમાન કરે છે, તેના ઘરમાં લક્ષ્મી માતા કોઈપણ કિંમતે બિરાજમાન થતા નથી. રામાયણ મુજબ દરેક એ મોટા વડીલોનું સન્માન કરવું જોઈએ અને એમ કરવાથી ઘરમાં ક્યારે પણ ધનની ખામી થતી નથી, પરંતુ તમે જો એમ નથી કરતા, તો કેટલા પણ પ્રયાસ કરવા છતાં પણ તમે ધનને રોકી નહિ શકો.

ઘમંડ(અભિમાન) હોવો :-

રામાયણ મુજબ જે વ્યક્તિ પોતાની સફળતા ઉપર ઘમંડ કરે છે. તેની સફળતા ક્ષણિક હોય છે અને તેના જીવનના દરેક ક્ષેત્ર ઉપર ધન માટે સખત મહેનત કરવી પડે છે. એટલા માટે પોતાની સફળતા ઉપર ઘમંડ ક્યારે પણ ભૂલથી પણ ન કરવો જોઈએ. નહિ તો આખું જીવન ગરીબ બની રહેશો.