”થાય સરખામણી તો ઊતરતા છીએ” વિડીયો માં જુયો ગુજરાતી ગઝલ સાથે લવસ્ટોરી

નીચે ગીતના બોલ અને સહુ થી નીચે વિડિઓ જોવા મળશે.

થાય સરખામણી તો ઊતરતા છીએ

તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.

એમના મહેલ ને રોશની આપવા

ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર

તો જરા દોષ એમાં અમારો’ય છે

એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા

ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા

પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા

ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે

વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની

જીંદગી મા અસર એક તન્હાઇની

કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો

એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર

એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો

જાત મારી ભલે ને તરાવી નહી

લાશ મારી પરંતુ તરાવી દીધી.

 – બરકત વિરાણી ‘બેફામ’

Singer- Harsh Patel

નીચે વિડીયો આવશે બની સકે કે લોડ થવા માં વાર લાગે પણ નીચે જ આવશે એટલે થોડી રાહ જોજો

વિડીયો

https://www.facebook.com/gujjufanclub/videos/275203852960897/