નારાજ થયેલા ભગવાનને રીઝવવા માટે કરો આ ઉપાય, પુરી થઇ જશે તમારી દરેક ઈચ્છા.

આ ઉપાયથી તમે પણ નારાજ ભગવાનને મનાવો,દરેક ઈચ્છાઓ થશે પૂર્ણ

ઘણી વાર કેટલી પણ પૂજા કર્યા પછી પણ આપણને પૂજા કરવાનું ફળ મળતું નથી. જો તમારી સાથે પણ એવું બને છે, તો તમે નિરાશ થશો નહીં. કારણ કે ઘણી વાર આપણી પૂજા ભગવાન સુધી પહોંચી શકતી નથી. જેના કારણે આપણને પૂજા કરવાનું ફળ મળતું નથી. તે વખતે તમારે ભગવાનને રીઝવવા માટે આ સરળ ઉપાય કરવા. આ ઉપાયો કરવાથી ભગવાન ખુશ થઇ જશે અને તમને પૂજાનું ફળ પ્રાપ્ત થઇ જશે.

ભગવાનને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય

ગાય માટે રોટલી બનાવો

રોજ જ્યારે તમે રોટલી બનાવો છો ત્યારે સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવવી. આ રોટલીમાં થોડું ઘી અને ગોળ લગાડો અને તેને ગાયને ખાવા માટે આપી દો. ખરેખર, ગાયની અંદર તમામ દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. જેના કારણે ગાયને રોટલી ખવડાવવું સારું માનવામાં આવે છે અને તેમ કરવાથી ભગવાન પ્રસન્ન થઇ જાય છે.

કેળાના ઝાડની પૂજા કરો

કેળાના ઝાડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ ઝાડના પાંદડાનો ઉપયોગ લગ્ન જેવા શુભ કાર્યો દરમિયાન કરવામાં આવે છે. આ વૃક્ષમાં ભગવાનનો વાસ હોય છે. તેથી આ વૃક્ષની પૂજા કરવાથી પણ લાભ થાય છે. કેળાના ઝાડની પૂજા કરવા માટે, તમે આ ઝાડ ઉપર પાણી ચડાવીને લાલ રંગની મોલી ચડાવો. તમે સતત 11 ગુરુવાર કેળાના ઝાડની પૂજા કરો. આમ કરવાથી તમને તે બધું મળશે, જે તમે પ્રાપ્ત કરવા માંગો છો. આ ઉપરાંત દર સોમવારના દિવસે મંદિરમાં કેળા પણ જરૂર ચડાવો.

ચડાવો ચોખા

જ્યારે પણ તમે કોઈ ભગવાનની પૂજા કરો છો ત્યારે તેમને સ્વચ્છ ચોખા ચડાવો. ભગવાનને ચોખા અર્પણ કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થઇ જાય છે. ખરેખર ચોખાને સૌથી પવિત્ર અનાજ માનવામાં આવે છે. તેથી પૂજા દરમિયાન તેનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

કરો તુલસીના છોડની પૂજા

તુલસીનો છોડ ખૂબ પવિત્ર છોડ માનવામાં આવે છે. આ છોડની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તમે દરરોજ સવાર-સાંજ આ છોડની પૂજા કરો અને તેની નજીક દીવો પ્રગટાવો.

નાળિયેર જરૂર ચડાવવું જોઇએ

નાળિયેરમાં ત્રિદેવનો વાસ માનવામાં આવે છે. તેથી કોઈપણ પ્રકારની પૂજા દરમિયાન, નાળિયેરનો ઉપયોગ જરૂર કરો અને ભગવાનને નાળિયેર જરુર ચડાવો. તેમ જ ઇચ્છા પૂર્ણ થયા પછી પણ ભગવાનને નારિયેળ ચડાવો.

કરો મંદિરની સફાઈ

હા, મંદિરની સફાઈ કરવી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે અને તે પ્રકારની ભગવાનની સેવા માનવામાં આવે છે. તેથી તમારે મંદિરને સાફ કરવું જોઈએ અને મંદિરને સાફ કરતા રહો અને મંદિરની બહારનો રસ્તો પણ સાફ કરો.

વસ્તુઓનું દાન કરો

મંદિરમાં પૂજા સંબંધિત વસ્તુઓ જેવી કે જ્યોત, દીવો, થાળી, ઘંટડી વગેરે વસ્તુઓનું દાન જરૂર કરતા રહો. આ ઉપરાંત, મંદિરમાં વખતોવખત પૈસા પણ ચડાવો અને ભગવાનને વસ્ત્ર પણ અર્પણ કરો. આ ઉપાય કરવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી પૂજા તેમના સુધી પહોંચી જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)