105 વર્ષની પરદાદીએ આપી ચોથા ધોરણની પરીક્ષા, રિજલ્ટમાં આવ્યો આ નંબર.

શિક્ષણ જીવનમાં ખુબ જરૂરી છે. માણસ જયારે ભણતર કરી લે છે. તો તેના જીવનમાં ઘણા પોજીટીવ બદલાવ આવે છે. પણ દુઃખની વાત એ છે કે દરેકને પોતાનું ભણતર પૂરું કરવાની તક મળતી નથી. ગરીબી, પરિવારીની જવાબદારી કે માતાપિતાની વિપરીત વિચારણાના ચાલતા કેટલાક લોકો વધારે અભ્યાસ કરી શકતા નથી. એવામાં લોકોની ભણવા પ્રતિ જાગૃત કરવા માટે સરકાર પાછલા કેટલાક સમયથી સાક્ષરતા અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પ્રમાણે બાળકની સાથે વૃદ્ધ લોકો પણ પોતાની પોતાનું ભણતર પૂરું કરવાની તક આપવામાં આવે છે. તાજેતરમાં આ સુંદર તકનો લાભ 105 વર્ષની પરદાદીએ પણ ઉઠાવ્યું.

કેરળની રહેવા વાળી 105 વર્ષની ભગીરથી અમ્મા પાછલા વર્ષે નવેમ્બરમાં રાજ્ય સાક્ષરતા અભિયાન મુજબ કોલ્લમ આયોજિત કરવામાં આવેલ પરીક્ષામાં ભાગ લીધો હતો. આ દરમિયાન અમ્માએ ધોરણ 4ની પરીક્ષા આપી હતી. તાજેતરમાં 5 ફેબ્રુઆરીએ આ પરીક્ષાનું રિજલ્ટ પણ આવી ગયું. એવામાં અમ્માએ આશ્ચર્યજનક રૂપથી ટોટલ 275 ગુણમાંથી 205 ગુણ મેળવી લીધા. આવું કરીને આ અમ્મા ભારતની સૌથી વધારે ઉંમર વાળી વિધાર્થી પણ બની ગઈ.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા આ સાક્ષરતા અભિયાનમાં કુલ 11593 વિધાર્થીઓ ધોરણ 4ની પરીક્ષા આપી હતી. જેમાંથી 10012 પાસ થઇ ગયા. સારી વાત એ છે કે આમાંથી 9456 મહિલા છે.

105 વર્ષની અમ્માએ જણાવે છે કે બાળપણમાં તેમને ભણવાની ખુબ ઈચ્છા હતી. માતાનું જલ્દી નિધન થઇ ગયું હતું. જેના કારણે તેમણે જ ભાઈ-બહેનોને ઉછેરવાની જવાબદારી સાંભળવી પડી. તે દરમિયાન અમ્મા 9 વર્ષની હતી. પછી જયારે તે 30 વર્ષની થઇ તો પતિનું પણ મૃત્યુ થઇ ગયું. એવામાં તેમના ઉપર 6 બાળકોની જવાબદારી આવી ગઈ. વર્તમાનમાં અમ્માને 12 પૌત્ર-પૌત્રીઓ અને પરપૌત્ર અને પરપૌત્રોની દાદી અને પરદાદી છે.

આ અભિયાનના વિશેષજ્ઞ વસંત કુમાર અમ્માનો વખાણ કરતા જણાવે છે કે ભગીરથજીની યાદશક્તિ હજુ પણ ખુબ વધારે સારી છે. અહીં સુધી કે તેમને જોવામાં પણ કોઈ સમસ્યા આવતી નથી. આની સાથે જ અમ્મા ગીત ગાવામાં પણ માસ્ટર છે. હમણાં અમ્મા પાસે આધાર કાર્ડ ન હોવાના કારણે વિધવા પેંશન કે વૃદ્ધ પેંશન નહિ મળી શકતું.

સોસીયલ મીડિયા પર લોકો અમ્માની ભણવા પ્રતિ લગ્નને જોઈને ખુબ વખાણ કરી રહ્યા છે. ભણવાની કોઈ ઉંમર હોતી નથી. જો તમારા ઘરમાં કોઈ એવો વ્યક્તિ છે. જે વધારે ભણેલ નથી, તો તમે તેને ભણાવી શકો છો. ભણવાનો અધિકારી બધાની પાસે હોવો જોઈએ. આમ તો આજકાલ આ વાતોમાં ખુબ સુધાર જોવા મળી રહ્યો છે. પહેલાના જમાનામાં લોકો ભણવાને આટલું બધું મહત્વનું માનતા નહોતા. ખાસકારી મહિલાઓ વધારે ભણવાની પરવાનગી નહોતી. જો તમારા ઘરે પણ આ પછાત વિચારસરણી છે, તો તેને બદલવાનો સમય આવી ગયો છે. આનાથી દેશની ભલાઈ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.