11 ફૂટનો સાપ એક 8 વર્ષની બાળકીનો પાક્કોનો મિત્ર છે, રોજ એક સાથે નહાવા જાય છે, જુઓ વીડિયો

છોકરા-છોકરી નહિ પણ આ 8 વર્ષની બાળકીનો પરમ મિત્ર છે 11 ફૂટનો આ પીળો સાપ, જુઓ વાયરલ વિડીયો. બાળકોને જાનવર પાળવાનો ઘણો શોખ હોય છે. ઘણી વખત તે જાનવર બાળકોના સારા મિત્ર પણ બની જાય છે. આમ તો જયારે પણ બાળકો માટે પાળેલા જાનવરની વાત આવે છે, તો આપણે કુતરા, બિલાડી જેવા પ્રાણીઓને જ પ્રાથમિકતા આપીએ છીએ. આમ તો ઇઝરાયલની રહેવાસી 8 વર્ષની ઈનબર બેસ્ટ ફ્રેન્ડ અને સ્વીમીંગ મિત્ર એક અજગર છે.

ઇનબર જયારે પણ તેના આંગણામાં સ્વીમીંગ પુલમાં તરવા જાય છે, તો તેનો જીગરી દોસ્ત એટલે કે પાળેલો સાંપ પણ તેની સાથે તરે છે. હવે અજગર પાળેલો હોય કે ન હોય, પરંતુ એક બાળક પાસે આ પ્રકારનો જીવ હોવો દરેક માટે નવાઈની વાત છે. સામાન્ય રીતે બાળક નાની એવી ગરોળી કે કીડા મકોડા જોઇને ડરી જાય છે, તેવામાં આઠ વર્ષની આ બાળકીએ 11 ફૂટ લાંબા અજગરને પોતાની રમતનો સાથી બનાવી લીધો છે.

ઇનબરને તેનો પીળા રંગનો અજગર ખુબ ગમે છે. તે તેની સાથે વધુમાં વધુ સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે પોતાના માતા પિતા સાથે ઇઝરાયલમાં એક કૃષિ વિભાગના એનીમલ સેન્ચુરીમાં રહે છે. અહિયાં તેનું નાનપણથી જ જાનવરો સાથે ઉઠવા બેસવાનું રહ્યું છે. અહિયાં તેની પાસે પાળેલા જાનવર છે જેમાંથી બેલે પણ એક છે. બેલે તેના સાંપનું નામ છે.

હવે કોરોના વાયરસને લઈને લોકડાઉન લાગ્યું હતું તો ઇનબરનું સ્કુલ જવાનું બંધ થઇ ગયું હતું. તેવામાં બેલે (સાંપ) જ તેનો જીગરી દોસ્ત બની ગયો. તેણે આ લોકડાઉનમાં આ અજગર સાથે ઘણો સમય પસાર કર્યો. તે બંને હવે સારા મિત્ર પણ બની ગયા છે. ઇનબરની માં Sarit Regev જણાવે છે કે મારી દીકરી સાંપ અને બીજા જાનવરો વચ્ચે જ મોટી થઇ છે. નાનપણમાં તે તેની સાથે જ સ્નાન કરતી હતી. તે તેના માટે નોર્મલ છે. બંને નાનપણથી જ ઘણો સમય સાથે રહે છે. ઇનબરને સાંપો સાથે રમવાનું અને ફરવાનું ગમે છે.

સોશિયલ મીડિયા ઉપર પણ આ અનોખી મિત્રતા ચર્ચાનો વિષય બનેલો છે. જ્યાં એક તરફ લોકોને આ મિત્રતા પસંદ આવી તો બીજી તરફ અમુક લોકોએ બુરાઈ પણ કરી. લોકોનું કહેવું છે કે એક સાંપ ખરેખર તો સાંપ જ હોય છે. ખરેખર તેની ઉપર કેમ વિશ્વાસ કરી શકાય છે. તે વાતની પણ શક્યતા છે કે તે બાળકોને નુકશાન પહોચાડી શકે છે.

આમ તો તમને આ મિત્રતા કેવી લાગી?

 

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.