પોતાનાથી મોટાના ચરણ સ્પર્શ કરવામાં નથી શરમાતા આ 6 બોલીવુડ અભિનેતા, સંસ્કાર તેનામાં ખુબ જ જોવા મળે છે.

આપણે ભારતીય આપણા મહેમાનોને ભગવાનનું સ્થાન આપીએ છીએ. આપણા સંસ્કાર આપણેને શીખવે છે કે આપણાથી મોટાનું સન્માન કરો અને તેને માન સન્માન આપો. ભારતીય સંસ્કૃતિમાં આપણાથી મોટાનું સન્માન જાળવવાની સૌથી ઉત્તમ રીત છે. તેમના ચરણ સ્પર્શ કરી લેવા. આમ તો ઘણા લોકો બીજાના ચરણ સ્પર્શ કરવામાં શરમ અનુભવે છે. ખાસ કરીને શ્રીમંત અને માન મોભો મેળવી ચુકેલા લોકોની વિચારસરણી એવી જ હોય છે. પરંતુ આજે અમે તમને બોલીવુડના આ કલાકારોનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જેમના માટે ધન-ફેમ પછી અને ભારતીય સંસ્કૃતિ પહેલા આવે છે.

અક્ષય કુમાર :-

અક્ષય કુમાર બોલીવુડના સફળ અભિનેતાઓ માંથી એક છે. તેની દર વર્ષે ત્રણથી ચાર ફિલ્મો આવી જાય છે. તે તમામ ફિલ્મો હીટ પણ થાય છે. તે આજે ભારતના ટોપ કલાકારની યાદીમાં જોડાયેલા છે. આમ તો તેમ છતાંપણ તે સફળતા અને ફેમ અક્ષયને જરાપણ અભિમાન નથી. તે પોતાની ભારતીય સંસ્કૃતિનું ખુબ સન્માન કરે છે. અક્ષય જમીન સાથે જોડાયેલા માણસ છે. તે કારણ છે કે તે જયારે પણ પોતાના કરતા મોટા વ્યક્તિ કે સીનીયર કલાકારને મળે છે, તો તેના ચરણ સ્પર્શ જરૂર કરે છે. અક્ષય ગોવામાં થયેલા ૪૮માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન અમિતાભ બચ્ચના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા.

રણવીર સિંહ :-

રણવીર બોલીવુડના બિંદાસ અભિનેતા છે. તેના ફેશન સેંસ ભલે વિચિત્ર હોય પરંતુ માણસ તે ઘણા સારા છે. રણવીર જયારે પણ પોતાના ફેંસને મળે છે, તો વિનમ્ર રહે છે. રણવીરની મુલાકાત જયારે પોતાનાથી મોટા અભિનેતાઓ સાથે થાય છે. તો તે ચરણ સ્પર્શ કરવામાં શરમાતા નથી. એક વખત તો એવોર્ડ ફંક્શનમાં રણવીરે સંપૂર્ણ જમીન ઉપર સુઈને અમિતજીના ચરણ સ્પર્શ કર્યા હતા.

રણબીર કપૂર :-

રણબીર કપૂર જોવામાં ઘણા હેન્ડસમ છે. તેની પાસે મિલકત અને માન મોભાની પણ કોઈ ખામી નથી. બોલીવુડમાં તેની ઈમેજ એક પ્લેબોય વાળી છે. આમ તો તેમ છતાં પણ રણવીર પોતાનાથી વડીલોનું ઘણું સન્માન કરે છે અને તેના ચરણ શરમ વગર સ્પર્શ કરે છે.

સલમાન ખાન :-

સલમાન ખાન બોલીવુડના નંબર ૧ સુપરસ્ટાર છે. પરંતુ તેના આ સ્થાને તેને ક્યારે પણ ઘમંડી કે તોછડા નથી બનાવ્યા. ખાસ કરીને જયારે વાત સીનીયર કલાકારની આવે છે, તો સલમાન તેની સાથે સન્માન પૂર્વક વર્તન કરે છે. તેનું ઉદાહરણ તમે આ ફોટામાં જોઈ શકો છો. એ કારણ છે કે લોકો ભાઈજાનને પસંદ કરે છે.

કપિલ શર્મા :-

કપિલ એક મધ્યમ વર્ગમાંથી આવે છે. તેને તેના સંસ્કારોની કિંમત છે. એ કારણ છે કે આજે ભારતના નંબર ૧ કોમેડિયન બની જવા છતાં પણ તે પોતાના શો ઉપર આવનારા દરેક સીનીયર કલાકારના ચરણ સ્પર્શ કરે છે.

શાહરૂખ ખાન :-

બોલીવુડમાં કિંગનું સ્થાન મેળવનારા શાહરૂખ ખાન પણ બધા સાથે ઘણા વિનમ્રતા પૂર્વક વર્તે છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તે મમતા બેનર્જીના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. તે ઉપરાંત શાહરૂખને અમિતાભ બચ્ચન સહીત ઘણા સીનીયર લોકોના ચરણ સ્પર્શ કરતા જોવામાં આવ્યા છે. તે પણ સાંભળવામાં આવ્યું છે કે શાહરૂખના ઘરે જયારે પણ કોઈ મહેમાન આવે છે, તો તે બહાર કાર સુધી છોડવા જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.