આ અભિનેતાને મળ્યો હતો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ, આવું કામ કરવાવાળા દુનિયાના પહેલા કલાકાર હતા.

ફ્રાંસમાં બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ભારતીય કલાકારને, જાણો તેમના વિષે.

હિન્દી સિનેમાના અભિનેતા નિર્મલ પાંડેએ ફિલ્મોથી લઈને ટીવીની દુનિયામાં પણ ખ્યાતી મેળવી છે. નેશનલ સ્કુલ ઓફ ડ્રામાથી નિર્મલને અભિનયની જે તાલીમ પ્રાપ્ત થઇ તેનાથી તેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયનો જાદુ પાથર્યો. અભિનેતાનો જન્મ 10 ઓગસ્ટ 1962 ના રોજ ઉત્તરાખંડના નૈનીતાલમાં થયો હતો. નિર્મલે લગભગ 20 વર્ષ ફિલ્મોમાં કામ કર્યું. 18 ફેબ્રુઆરી 2010 ના રોજ 48 વર્ષની ઉંમરમાં જ તેમણે દુનિયા માંથી વિદાય લઇ લીધી.

બોલીવુડમાં એવા ઘણા ઓછા કલાકાર છે જેમને ફ્રાંસનો બેસ્ટ એક્ટર વેલેન્ટી એવોર્ડ મળ્યો છે. નિર્મલ પાંડેને એવોર્ડ વિનિંગ ફિલ્મ બેન્ડીટ ક્વીનના પાત્ર વિક્રમ મલ્લાહ માટે યાદ કરવામાં આવે છે.

અલ્મોડામાં અભ્યાસ દરમિયાન જ નિર્મલ પાંડેએ થીએટરમાં જવાનું નક્કી કરી લીધું હતું. તે કારણથી તે અલ્મોડાથી દિલ્હી આવી ગયા અને ત્યાંની નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં પ્રવેશ લીધો. એનએસડી દરમિયાન નિર્મલ પાંડે પોતાના સાથીઓ વચ્ચે ચર્ચિત થીએટર આર્ટીસ્ટ બની ગયા હતા. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવવા વાળા વિશ્વના પહેલા અભિનેતા નિર્મલ પાંડે હતા.

અહિયાં ટોપ આર્ટીસ્ટનું સ્થાન પ્રાપ્ત કર્યા પછી નિર્મલ પાંડેને લંડનમાં શુટિંગ માટે જવાની તક મળી. આ તક નિર્મલની કારકિર્દીને ઉંચાઈઓ ઉપર લઇ જવા વાળી સાબિત થઇ. લંડનમાં તેમણે તારા થીએટર ગ્રુપ સાથે કામ કરતા ચર્ચિત પ્લે હીર રાંઝા અને એંટીગોનમાં કામ કર્યું. તે ઉપરાંત નિર્મલે લંડનમાં લગભગ 125 પ્લેમાં ભાગ લઈને ઘણી પ્રસંશા મેળવી.

લંડનથી પાછા ફર્યા પછી નિર્મલે હિન્દી સિનેમા અને પ્રોડ્યુર્સને ત્યાંથી કોલ આવવા લાગ્યા. આ દરમિયાન ફિલ્મ ‘બેન્ડીટ ક્વીન’ માટે અભિનેતાની શોધ કરી રહેલા શેખર કપૂરે નિર્મલ પાંડેને ફિલ્મમાં વિક્રમ મલ્લાહનું પાત્ર ઓફર કર્યું. 1996 માં આવેલી આ ફિલ્મે નિર્મલને બોલીવુડમાં અભિનેતા તરીકે સ્થાપિત કરી દીધા અને તેમને ઘણી પ્રશંસા મળી.

અમોલ પાલેકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દાયરા’ હિન્દી સિનેમાની સૌથી જોરદાર ફિલ્મોમાં ગણવામાં આવે છે. નિર્મલ પાંડેએ આ ફિલ્મમાં એક કિન્નરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં સુંદર અભિનય માટે 1997 માં નિર્મલ પાંડેને ફ્રાંસમાં બેસ્ટ એક્ટર વેલેન્ટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે આ પુરસ્કાર મેળવવા વાળા નિર્મલ વિશ્વના પહેલા અભિનેતા હતા.

1997 પછી નિર્મલ પાંડે અને ચર્ચિત ગીતકાર કૌસર મુનીર એક બીજાના પ્રેમમાં પડ્યા. લાંબા સમય સુધી સાથે રહ્યા પછી બંનેએ લગ્ન કરી લીધા. પણ લગ્નના ત્રણ વર્ષ પછી જ બંને વચ્ચે ખટપટ શરુ થઇ ગઈ. ત્યાર પછી પરસ્પર નિર્ણય લઈને બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા. કૌસર મુનીરે 2001 માં નવીન પંડિત સાથે લગ્ન કરી લીધા, તો નિર્મલ પાંડેએ 2005 માં અર્ચના શર્મા સાથે લગ્ન કરી ફરી વખત ઘર વસાવી લીધું. નિર્મલ પાંડેએ ફિલ્મ ‘ટ્રેન ટુ પાકિસ્તાન’, ‘ગોડ મધર’ સહીત હિન્દી, અંગ્રેજી ઉપરાંત અલગ અલગ ઘણી ભાષાઓમાં ડઝનો ફિલ્મોમાં કામ કર્યું.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.