અલ્ફા-અલ્ફા જે છે ‘છોડનો બાપ’ અને ધરતીનું વરદાન. નામ સાંભળ્યું છે? નહિ. ગામડાના લોકોએ જોઈ છે અલ્ફા-અલ્ફા એટલે રજકો હા રજકો

અલ્ફા-અલ્ફાના ફાયદા :

રજકો ધરતીનો આશીર્વાદ છે. આજે ઢગલાબંધ દેશી અને વિદેશી કંપનીઓ તેની ઉપર ઘણા અનુસંધાન કરી ચૂકેલ છે, અને તેને સુપર ફૂડ ગણવામાં આવે છે. અલ્ફા-અલ્ફાને રજકો પણ કહે છે. આ હંમેશા ગામડાઓમાં જાનવરોને ચારા માટે ઉપયોગ કરવામાં આવે છે.

અલ્ફા-અલ્ફા અરબી શબ્દ છે જેનો અર્થ છે ‘છોડનો બાપ’ અલ્ફા-અલ્ફાના મૂળ જમીનથી લગભગ ૨૦ થી ૩૦ ફૂટ નીચે હોય છે. ત્યાં તેને તે ખનીજ લવણ મળે છે, જે સામાન્ય રીતે ધરતીના ઉપરના પડ ઉપર રહેતી નથી.

આવો જાણીએ તેના ઉત્તમ ગુણો વિષે :

અલ્ફા-અલ્ફા વિટામીન, મિનરલ અને બીજા પોષક તત્વોથી ભરપુર હોય છે. તે તમારા હાડકાને શક્તિ આપવા સાથે તેના વિકાસમાં પણ ઉપયોગી બને છે. તે ઉપરાંત તે સ્વસ્થ શરીરને જાળવી રાખવામાં મહત્વની કામગીરી કરે છે. તેમાં પ્રોટીન અને વિટામીન એ, વિટામીન બિ 1, વિટામીન બિ 6, વિટામીન સી, વિટામીન ઈ અને વિટામીન કે હોય છે.

તે ઉપરાંત તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, કેરોટીન, આયરન અને જીંક પણ હોય છે. તેનું સેવન બીજ, પાંદડા કે ગોળીઓ તરીકે લઇ શકાય છે.

કિડનીની તકલીફ, આર્થરાઈટીસ, યુરીન સાથે જોડાયેલી તકલીફો, કોલેસ્ટ્રોલનું સ્તર, સ્ટ્રોક જેવી ઘણી તકલીફોનો ઈલાજ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

અલ્ફા-અલ્ફાના (રજકો) ફાયદા :

અલ્ફા-અલ્ફાનો ઉપયોગ ઘણી આરોગ્ય સ્થિતિઓના ઈલાજ માટે કરવામાં આવે છે. તેને મિનરલનો સૌથી મોટો સ્ત્રોત ગણવામાં આવે છે. તેમાં રહેલ વિટામીન, મિનરલ અને બીજા પોષક તત્વ ઘણા તેને ગુણકારી બનાવે છે. કીડનીની તકલીફ, આર્થરાઈટીસ, યુરીન સાથે જોડાયેલી તકલીફો, કોલેસ્ટ્રોલના સ્તર, સ્ટ્રોક જેવી ઘણી તકલીફોનો ઈલાજ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આવો જાણીએ તેના ફાયદા વિષે.

ગઠીયા માટે ઉપચાર આલ્ફા-આલ્ફા :

હાડકાના બંધારણ અને મજબુત બનાવવા માટે મિનરલની જરૂર હોય છે. આ જરૂરિયાત મુજબ અલ્ફા-અલ્ફામાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેથી તેને ગઠીયાના ઉપચાર માટે ઘણું ફાયદાકારક ગણવામાં આવે છે. અલ્ફા-અલ્ફા (ખાસ કરીને તેના બીજ માંથી) માંથી બનેલ ચા ગઠીયાના ઉપચારમાં લાભદાયક પરિણામ આપે છે.

કેન્સર ઉપર કંટ્રોલ આલ્ફા-આલ્ફા :

અલ્ફા-અલ્ફા એટલે કે રજકામાં રહેલ એક એમીનો અમ્લ પ્રેક્રીયાટીક, લ્યુકેમિયા અને કોલન કેન્સરના સામના માટે સારું રહે છે.

ડાયાબીટીસમાં અલ્ફા-અલ્ફાનો ઉપયોગ :

અલ્ફા-અલ્ફા બ્લડ શુગરના સ્તરને ઓછો કરવા માટે પણ ઓળખવામાં આવે છે. તેથી તેને ડાયાબીટીસને દુર કરવાનો કુદરતી ઉપચાર ગણવામાં આવે છે. ડાયાબીટીસથી પીડિત વ્યક્તિઓએ તેનું સેવન કરવું જોઈએ.

કીડનીની પથરી માટે ઉપાય આલ્ફા-આલ્ફા :

કીડનીની પથરીને દુર કરવા માટે પણ અલ્ફા-અલ્ફાનો ઉપયોગ કરી શકાય છે. કિડનીની પથરીને ઓગાળીને કાઢવામાં વિટામીન એ, સી અને જીંક ઉપયોગી સાબિત થાય છે. આ બધા વિટામીન અને મિનરલને તમે અલ્ફા-અલ્ફા પાવડર અને અલ્ફા-અલ્ફા સ્પ્રાઉટમાં મેળવી શકો છો.

ટાલીયાપણું અને વાળ ખરવામાં કુદરતી ઉપચાર આલ્ફા-આલ્ફા :

અલ્ફા-અલ્ફાનો રસ અને સરખા પ્રમાણમાં ગાજર અને સલાડના પાંદડાને ભેળવીને નિયમિત રીતે વાળમાં લગાવો. તેનાથી તમારા વાળનો વિકાસ થવામાં મદદ મળે છે. પોષક તત્વોથી સમૃદ્ધ આ રસ વાળનો વિકાસ અને વાળને ખરવાથી અટકાવવા માટે વિશેષ રીતે ઉપયોગી થાય છે.

માસિકધર્મ સાથે જોડાયેલી તકલીફોમાં લાભદાયક આલ્ફા-આલ્ફા :

અલ્ફા-અલ્ફાનો ઉપયોગ મહિલાઓ માટે પણ ઘણો ઉપયોગી હોય છે. અલ્ફા-અલ્ફામાં રહેલ એસ્ટ્રોજેનિક ગુણને કારણે તે મહિલાઓના માસિકધર્મ દરમિયાન થતા લક્ષણો અને દર્દને ઓછુ કરવામાં ઘણો અસરકારક ઉપાય છે.

શ્વાસ સબંધી રોગીનો ઈલાજ આલ્ફા-આલ્ફા :

અલ્ફા-અલ્ફાનું જ્યુસ ક્લોરોફીલનો ઘણો સારો સ્ત્રોત છે, તેથી તે શ્વાસ સાથે જોડાયેલી તકલીફોના ઉપચારમાં પણ અસરકારક હોય છે. શ્વાસની તકલીફ ખાસ કરીને ફેફસા અને સાઈનસને કારણે થતી તકલીફોના ઉકેલ માટે તેનાં જ્યુસનો ઉપયોગ કરવામાં આવે છે.

ઊંચા લોહીના દબાણમાં આલ્ફા-આલ્ફા :

ઊંચા લોહીના દબાણનો ઉપચાર, અલ્ફા-અલ્ફાના આરોગ્ય ફાયદા માંથી એક બીજો લાભ છે. તેના સેવનથી કડક ધમનીઓને નરમ કરવામાં મદદ મળે છે. જેથી ઊંચા લોહીના દબાણને કુદરતી રીતે ઓછું કરી શકાય છે.

પેટના રોગોની ઔષધી આલ્ફા-આલ્ફા :

અલ્ફા-અલ્ફાના ઉપયોગ પેટ સાથે જોડાયેલી બીમારીઓના ઈલાજ માટે એક ઔષધી તરીકે કરવામાં આવે છે. નિયમિત રીતે થોડા પ્રમાણમાં અલ્ફા-અલ્ફાના બીજનું સેવન કરવાથી પણ પેટની બીમારીઓ સામે લડવાની ઈમ્યુનીટી મજબુત બને છે. તમે અલ્ફા-અલ્ફાનો ઉપયોગ ચા તરીકે પણ કરી શકો છો.

મોટાપો ઓછો કરે છે આલ્ફા-આલ્ફા :

જો તમે તમારું વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો અલ્ફા-અલ્ફા સ્પ્રાઉટસ તમારા માટે સ્વસ્થ અને સ્વાદિષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. અલ્ફા-અલ્ફા સ્પ્રાઉટસ એક આદર્શ ઓછી કેલેરી વાળો આહાર છે. જે ખાંડ, ચરબી, સંતૃપ્ત ચરબી કે કોલેસ્ટ્રોલથી મુક્ત હોય છે. તે કુરકુરા ખાદ્ય ફાઈબર્સ અને પ્રોટીનથી ભરપુર હોય છે, તેથી તે ખાધા પછી તમને પૂર્ણતાનો અહેસાસ લાંબા સમય સુધી થાય છે.

સફેદ ડાઘનો ઈલાજ અલ્ફા-આલ્ફા :

રજકો સો ગ્રામ અને કાકડીનો રસ ભેળવીને પીવો સફેદ ડાઘમાં ઘણી રાહત થાય છે.

અમે તમને ઘણી જડીબુટ્ટી વિષે જણાવીએ છીએ, તો તમને લોકોને પ્રશ્ન થતો હશે કે તે મળશે ક્યાંથી, તો અમે તમારી તકલીફને ધ્યાનમાં રાખીને તમારા માટે આ વેબસાઈટ ઇદુકાન ડોટ નેટ ઉપર આ જડીબુટ્ટી મેળવવાનો નિર્ણય કરેલ છે.

જલ્દી જ તમને આ જડીબુટ્ટી એવી ઉત્તમ ઔષધી અહિયાથી મળી જશે.

આભાર

તમારી પ્રતિક્રિયાની રાહ જોઈશું.