બાળક દત્તક લેવામાં સૌથી આગળ નીકળ્યા આ 7 સ્ટાર્સ, એકે તો 334 છોકરીઓને લીધી હતી દત્તક

આ 7 સ્ટાર બાળકોને દત્તક લેવાની બાબતમાં સૌથી આગળ નીકળ્યા, એક સ્ટારે તો દત્તક લીધી હતી 334 છોકરીઓ

માતા પિતા બનવાનુ સપનું દરેકનું હોય છે. તેવામાં મોટાભાગના લોકો એવું ઈચ્છે છે કે તે પોતાના જ સંતાન એટલે કે સગા બાળકોના પેરેન્ટ્સ બને. આમ તો આ દેશમાં ઘણા અનાથ બાળકો પણ રહેલા છે. જે પોતાના માટે નવા માતા પિતાની આશા રાખતા હોય છે. તેવામાં જો આપણે તેમાંથી કોઈ બાળકને દત્તક લઇ લઈએ છીએ તો તેનું જીવન સુધરી જાય છે અને સાથે જ દેશની વધતી વસ્તીમાં પણ નિયંત્રણ રહે છે. તે વાત બોલીવુડના અમુક ખાસ કલાકારોએ સારી રીતે સમજી છે. તે કારણ છે કે તેમણે કોઈને કોઈ બલકને દત્તક જરૂર લીધા છે.

સુષ્મિતા સેન :-

જયારે બાળક દત્તક લેવાની કોઈ પ્રથા પણ ન હતી તેવા સમયમાં સુષ્મિતા સેને કુંવારી હોવા છતાં પણ બે દીકરીઓને દત્તક લીધી હતી. પોતાની કહેલી દીકરી રેનેને દત્તક લેતી વખતે સુષ્મિતા સેનને ઘણી કાયદાકીય તકલીફો પડી હતી. આમ તો તેમ છતાં પણ તેમને બીજી દીકરી અહીસાહને પણ વર્ષ ૨૦૧૦માં દત્તક લીધી. સુષ્મિતા આજે પણ કુંવારી છે અને પોતાની બંને દીકરીઓને પ્રેમથી સાંચવે છે.

રવિના ટંડન :-

સુષ્મિતા સેનની જેમ રવિના ટંડને પણ લગ્ન પહેલા પોતાના દુરના સગાની બે દીકરીઓ છાંયા અને પૂજાને દત્તક લીધી હતી. થોડા સમય પહેલા જ તેણે દત્તક લેવામાં આવેલી મોટી દીકરી પૂજાના લગ્ન થયા છે. રવિનાએ જ્યારે બંને દીકરીઓને દત્તક લીધી હતી, ત્યારે રવિનાની ઉંમર પણ ઓછી ન હતી.

સુભાષ ધઈ :-

મેઘના ધઈ નામની છોકરીને ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ધઈએ દત્તક લીધી હતી. આમ તો મેઘના સુભાષના નાના ભાઈની સગી દીકરી છે પણ તેનો ઉછેર સુભાષ અને તેની પત્ની રેહાનાએ કરી છે.

સલીમ ખાન :-

સલમાનની વ્હાલી બહેન અર્પિતા વિષે તો તમે બધા જાણો જ છો. સલીમ ખાને અર્પિતાને એક ફૂટપાથ ઉપર રડતી મળી હતી. તે દરમિયાન કોઈ કારણથી અર્પિતાની માંનું અવસાન થઇ ગયું હતું. તેવામાં સલીમ આ એકલી દીકરીને ઘરે લઇ આવ્યા. સલીમ અને તેના કુટુંબે અર્પિતાને એક સગી દીકરીની જેમ ઘણા પ્રેમથી ઉછેરી છે.

સની લિયોન :-

બોલીવુડ કલાકાર સની લિયોને પોતાના પાસ્ટ કારકિર્દી ઓપ્શનને કારણે જ ઘણી વખત ટ્રોલિંગનો ભોગ બનવું પડ્યું છે. પરંતુ રીયલ લાઈફમાં સની એક ઘણી જ સારી મહિલા છે. તેમણે પોતાના પતિ ડેનિયલ વેબર સાથે મળી નિશા નામની છોકરીને દત્તક લીધી હતી. ત્યારે નિશાની ઉંમર આશરે ૨૧ મહિનાની હતી. નિશા અને સનીની તસ્વીર સોશિયલ મીડિયા ઉપર ઘણી પસંદ કરવામાં આવી છે.

મિથુન ચક્રવર્તી :-

બોલીવુડના ડિસ્કો ડાંસર મિથુને દિશાની નામની છોકરીને દત્તક લીધી હતી. મિથુને આ દત્તક બાળકીને પોતાની સગી દીકરીની જેમ ઉછરી છે. તેમણે દિશાનીની સુખ સુવિધામાં કોઈ પ્રકારની ખામી આવવા દીધી ન હતી.

પ્રીતિ ઝીંટા :-

બાળકોને દત્તક લેવાની બાબતમાં પ્રીતિ ઝીંટા સૌથી આગળ નીકળી ગઈ છે. તેમણે પોતાના ૩૪માં જન્મ દિવસ ઉપર ૩૩૪ છોકરીઓને દત્તક લીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે આ તમામ છોકરીઓની દેખરેખનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે.

આમ તો તમે કોઈ બાળકને દત્તક લેવાનું પસંદ કરશો? તમારો વિચાર કમેન્ટમાં જરૂર જણાવશો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.