બાળક ગળી ગયો LED બલ્બ, ફેફસામાં જઈને ફસાયો, એક્સ-રે જોઈને ડોક્ટર પણ દંગ રહી ગયા.

કોઈ પણ બાળકને રમવાનું સૌથી વધારે પસંદ હોય છે પરંતુ રમત રમતમાં જ તે કોઈ એવી ભૂલ કરી નાખે છે. જેનાથી તેના જીવ પર પણ ખતરો થઇ જતો હોય છે. આવું જ કંઈક થયું દિલ્હીની બાજુમાં હરિયાણાના ફરીદાબાદમાં જ્યાં એક બાળકે રમત દરમિયાન રમકડામાં લાગેલ એલઇડી બલ્બને જ ગળી ગયો.. બલ્બ ગળ્યા પછી તે બાળકના ગળા અને છાતીમાં ખુબ દુઃખાવો થવા લાગ્યો અને તેને સતત ખાંસી ખાઈ રહી હતી.

બાળકની સતત ખાંસી જોઈએ તેના પરિજનોએ પહેલા તો ખાંસીની દવા લઈને આપી પરંતુ ખાંસીમાં કોઈ અસર થયો નહિ અને બાળક પણ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતો રહ્યો, તો પરેશાન પરિજન તેને હોસ્પિટલ લઇ ગયા.

ડોક્ટરોએ જયારે બાળકને જોયું તો તેમને પણ સતત થઇ રહેલી ખાંસી અને છાતીમાં દુ:ખાવાનું કારણ સમજમાં આવ્યું નહિ. તેના પછી ડોક્ટરોની ટીમે બાળકના છાતીનો એક્સરે પાડ્યો, તો તેમના તેમના હોશ ઉડી ગયા. એક્ષરે દ્વારા તેમને ખબર પડી કે શ્વાસ નળી અને ફેફસા નજીક કોઈ વસ્તુ ફસાઈ ગઈ હતી. જેના કારણે બાળકને સતત તકલીફ થઇ રહી હતી.

બાળકની સારવાર કરવા વાળા ડોક્ટર મનીષ મુજબ આ પ્રકારની સમસ્યામાં ઓપરેશન કરીને તે વસ્તુઓને બહાર કાઢવામાં આવે છે, પરંતુ બાળકની ઓછી ઉંમરને જોતા આવું કરવું સંભવ નહોતું. ડોક્ટરોને સમજમાં આવી રહ્યું નહોતું કે બાળકને આ દુ:ખાવાથી છુટકારો કેવી રીતે અપાય. પછી આખી ટિમ બાળકને બેભાન કરી એક ઉપકરણ તેના મોંના રસ્તે અંદર નાખ્યું અને ફસાયેલ વસ્તુને બહાર કાઢી.

બાળકના ફેફસામાં ફસાયેલી વસ્તુને કાઢવામાં આવી ત્યારે ડોક્ટરોને ખબર પડી કે તે રમકડામાં ઉપયોગ કરવામાં આવતી એલઇડી બલ્બ હતી. જે બાળકની રમત દરમિયાન ભૂલથી ગળી ગયો હતો અને તેને પણ તે સમય ખબર પડી નહિ.

બાળકની આવી ભૂલ જોઈને હોસ્પિટલના ડોક્ટરે લોકોને સલાહ આપી કે બાળકો રમત સમયે તેમના પર ધ્યાન રાખો અને આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે મોંમાં એવી કોઈ પણ વસ્તુ ન લે જે પચી ન શકે. બાળકોને આવા બધા રમકડાંથી દૂર રાખો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.