7 મહિનાના બાળકને ખોળામાં લઈને નવવધૂએ લીધા ફેરા, ગામ વાળા જોતા જ રહી ગયા.

હાલના સમયમાં ચારે તરફ લગ્નનું વાતાવરણ છે, તેવામાં આપણેને અવાર નવાર નવાર અનોખા લગ્નો જોવા મળતા રહે છે. સામાન્ય રીતે લોકોની એવી ધારણા હોય છે કે પહેલા લગ્ન કરીશું અને પછી બાળકોને જન્મ આપીને કુટુંબ વધારીશું, હાલમાં મધ્ય પ્રદેશના છત્તરપુર જીલ્લામાં લોકો તે વખતે આશ્ચર્યચકિત રહી ગયા. જયારે તેણે લગ્ન કરવા વાળા વર વધુએ તેડેલુ ૭ મહિનાનું બાળક જોયું. આ વર વધુએ પોતાના લગ્નમાં પોતાનું જ બાળક ઉપાડેલું હતું.

આ અનોખા લગ્નના સમાચાર જયારે મીડિયામાં ફેલાયા તો દરેક આશ્ચર્યચકિત રહી ગયા. સામાન્ય રીતે બાળકો પોતાના માતા પિતાના લગ્નમાં નથી જોડાતા. ખાસ કરીને તો તે સમયે જન્મ્યા જ નથી હોતા. પરંતુ આ ૭ મહિનાના બાળકને તેને માતા પિતાના લગ્નમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઇ ગયું. આવી આ આખી ઘટનાને વધુ નજીકથી જાણીએ.

બાળકને તેડીને લીધા ૭ ફેરા

આ આખી ઘટના મધ્ય પ્રદેશના છત્તરપુર જીલ્લાના કુમ્હારા ટોલા ગામની છે. અહિયાં ગયા શનિવારે કરણ અને નેહા નામના વર વધુના લગ્ન થયા, આ બંને જયારે સાત ફેરા લઇ રહ્યા હતા. તો તેમના ખોળામાં પોતાનું જ ૭ મહિનાનું બાળક પણ હતું. શિવાંગ નામના આ બાળકે પોતાના માતા પિતાના લગ્નની વિધિ જોઈ, લગ્નમાં હાજર રહેલા મહેમાન પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત રહી ગયા. તેમનું પણ એવું કહેવું હતું કે અમે આવા અનોખા લગ્ન આજ પહેલા ક્યારે પણ નથી જોયા.

આ છે તેમની લવ સ્ટોરી

હવે તમારા બધાના મનમાં ઘણા પ્રશ્ન ઉઠી થયા હશે, જેવા કે આ બાળક લગ્ન પહેલા કેવી રીતે અને કેમ આવ્યું? વાત એમ છે કે કરણ અને નેહા બે વર્ષ પહેલા ઘરેથી ભાગીને લગ્ન કરી ચુક્યા છે. છતરપુર જીલ્લાના રહેવાસી પપ્પુ અહીરવારનો દીકરો કરણ દિલ્હીમાં રહે છે. એક વખત જયારે તે પોતાના ગામ આવ્યો, તો તેને પોતાના પાડોશમાં રહેતી નેહા સાથે પ્રેમ થઇ ગયો, હવે આમ તો છોકરી છોકરો અલગ અલગ જાતીના હતા. એટલા માટે તેના કુટુંબ વાળા આ લગ્નને માન્ય ન રાખ્યા.

તેવામાં કરણ પોતાની સાથે નેહાને ભગાડીને દિલ્હી લઇ આવ્યો. અહિયાં તેણે ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ બંનેએ આર્ય સમાજ મંદિરથી ઈંટરકાસ્ટ મેરેજ કરી લીધા. આ લગ્ન પછી ૨૨ જુન ૨૦૧૯ના રોજ તેના ઘરે એક દીકરાનો જન્મ થયો. આ લોકોએ દીકરાનું નામ શિવાંગ રાખ્યું. શિવાંગ હાલમાં ૭ મહિનાનો થઇ ચુક્યો છે.

આ કારણે થયા ફરી વખત લગ્ન

જયારે નેહા અને કરણના ઘરવાળાને ખબર પડી કે તેને એક દીકરો થઇ ગયો છે, તો તેમને મનભેદ દુર કરી લીધા. ત્યાર પછી બંનેને દિલ્હીથી ગામ બોલાવવામાં આવ્યા અને તેના ફરી વખત લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. તેની ફેમીલીએ લગ્નના કાયદેસર કાર્ડ છપાવ્યા અને સંપૂર્ણ વિધિ સાથે એક વખત ફરી બંનેના લગ્ન કરાવી દીધા. તેવામાં ૭ મહિનાના દીકરાને પણ પોતાના પેરેન્ટ્સના લગ્નમાં સામેલ થવાની તક મળી ગઈ.

તો શું તમે લોકોએ આ પહેલા આ પ્રકારના લગ્ન જોયા છે? તમારો જવાબ કમેન્ટમાં જરૂર જણાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.