વરરાજાનું રહસ્ય ખબર પડતા જ ભડકી ગઈ કન્યા, મંડપમાં જઈને કહ્યું, મરી જઈશ પણ આની સાથે લગ્ન નહિ કરું.

ઉત્તર પ્રદેશમાં એક કન્યાએ પોતાના લગ્નના મંડપ ઉપર જઈને ઘણી ધમાલ મચાવી અને વરરાજા સાથે લગ્ન ન કરવાનું કહી દીધું. ત્યાર પછી જાનને કન્યા વગર પાછા જવું પડ્યું. આ ઘટના ઉત્તર પ્રદેશના ઔરૈયા જીલ્લાની છે. ઔરૈયા જીલ્લાના જનેતપુર ગામમાં હમીરપુરથી જાન આવી હતી. છોકરી વાળાએ ધામધૂમ પૂર્વક જાનનું સ્વાગત કર્યું હતું.

જાન આવ્યા પછી વરમાળાની વિધિ પણ કરવામાં આવી અને વિધિના સમયે કન્યા ઘણી ખુશ પણ હતી. પરંતુ થોડા સમય પછી કન્યાએ લગ્ન કરવાની ના કહી દીધી અને ઘણું સમજાવવા છતાં પણ કન્યા પોતાના નિર્ણય ઉપર અડગ રહી. જયારે ફેરા ફરવાના આવ્યા તો કન્યાએ લગ્ન કરવાની ના કહી દીધી.

શું છે આખી ઘટના :-

ઔરૈયા સદર વિસ્તારના ગામ જનેતપુરમાં રવિવારે હમીરપુરથી જાન આવી હતી. વરમાળાની વિધિ પૂરી થયા પછી જયારે ફેરા માટે કન્યાને મંડપ ઉપર લાવવામાં આવી તો કન્યાએ લગ્ન કરવાની ના કહી દીધી. કન્યાના આ નિર્ણયથી દરેક આશ્ચર્યચકિત રહી ગયા. કન્યાના ના કહેવાથી જાનૈયાઓમાં ખળભળાટ મચી ગયો અને દરેક કન્યાને સમજાવવા લાગ્યા. પરંતુ કન્યાએ કોઈની વાત ન સાંભળી.

આ કારણથી તોડ્યા લગ્ન :-

વરરાજાના ગૂંગા હોવા વિષે કન્યાથી છુપાવવામાં આવ્યું હતું. અને જેવી જ કન્યાને ખબર પડી કે જેની સાથે તેના લગ્ન થઇ રહ્યા છે, તે બોલી નથી શકતો. તો તેણે કોઈનાથી ડર્યા વગર લગ્ન કરવાની ના કહી દીધી. વરમાળા સુધી કન્યાને વરરાજા ગૂંગા હોવા વિષે ખબર ન હતી. પરંતુ ફેરા પહેલા કન્યાના મામાએ તેને વરરાજાનું સત્ય જણાવી દીધું. ત્યાર પછી કન્યાએ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. છોકરીના પિતાએ તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે પોતાના નિર્ણય ઉપર અડગ રહી.

કન્યાને મનાવવા માટે સંબંધીઓએ પણ તેની ઉપર ઘણું દબાણ કર્યું પરંતુ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મરી જઈશ પણ તેની સાથે લગ્ન નહિ કરું. આમ તો વરરાજાના ગુંગા હોવાની જાણકારી છોકરીના કુટુંબના થોડા સભ્યોને હતી. અને જેવી જ લગ્નના સમયે કન્યાના મામાને વરરાજા ગૂંગા હોવાની જાણ થઇ. તો તેણે મોડું કર્યા વગર કન્યાને તે વાતની જાણ કરી દીધી. ત્યાર પછી કન્યાએ લગ્ન માટે ના કહી દીધી.

જાનૈયાએ કરી ધમાલ :-

કન્યાના લગ્ન કરવાની ના કહ્યા પછી જાનમાં આવેલા લોકોએ ઘણી ધમાલ મચાવી અને આ ધમાલને લઈને પોલીસને સ્થળ ઉપર બોલાવવી પડી. ગામ લોકોએ પોલીસને ઘટનાની માહિતી આપી અને પોલીસે સ્થળ ઉપર આવીને ઘટનાની તપાસ કરી. ત્યાર પછી જાનને પાછા ફરવા કહેવામાં આવ્યું. આમ તો કોઈ પણ પક્ષે પોલીસમાં ફરિયાદ નથી કરી અને આ આંતરિક બાબત ગણવામાં આવી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.