ચેન ખેંચીને ચીસો પાડી અને ઉંધી ચાલવા લાગી ટ્રેન, ડ્રાયવરને મળશે ઇનામ, જાણો શું છે મામલો?

મહારાષ્ટ્રના જલગાવ જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે, જ્યાં દેવલાલી-ભુસાવળ પૈસેન્જર ટ્રેનનો ડ્રાયવરે અચાનક ટ્રેનને પાછળની તરફ રીવર્સ ભગાવવા લાગ્યો. પહેલા તો મુસાફરોને કાઈ સમજાયું નહીં, તેના પછી જયારે લોકોને ખબર પડી તો ડ્રાયવરને ઇનામ આપવાની ઘોષણા કરી દીધી.

આ ઘટના ગુરુવારની છે, ચાલતી ટ્રેનમાંથી અચાનક એક મુસાફર પડી ગયો. એક મુસાફરે ચેન ખેંચી અને ડ્રાયવર સુધી આ વાત પહુંચાડી દીધી. તેના પછી ટ્રેન ગાર્ડ અને ડ્રાયવરએ ટ્રેનને રીવર્સ ભગાડવાનો નિર્ણય લીધો.

યુવકને ત્યાંથી ઉઠાવીને રેલવે સ્ટેશન પહુંચાડવામાં આવ્યો, જ્યાં પહેલાથી તૈયાર એમ્બુલેન્સથી જીઆરપીએ યુવકને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો. યુવકની હાલત ખતરાથી બહાર જણાવવામાં આવી રહી છે.

આ ઘટના વિષે ટ્રેનકર્મીઓના વખાણ થઇ રહ્યા છે. મુસાફરોએ પણ આ કામનું ખુબ વખાણ કર્યું છે. આ ઘટનાના કારણે ટ્રેન એક કલાક લેટ પોતાના સ્ટેશન સુધી પહુંચી.

રેલવે પીઆઇઓ મુજબ, ચાલાક દળના સભ્યોનો સમ્માન પણ કરવામાં આવશે. તેઓએ વ્યક્તિનો જીવ બચાવવા માટે એવોર્ડ પણ આપવામાં આવશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.