આ તહેવારમાં ખરીદો દેશની સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં ચાલે છે 107km

તહેવારમાં ઘરે લઈને આવો સિંગલ ચાર્જમાં 107km ચાલનારી થી લઈને દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક સ્કૂટર.

Ather 450X સ્કુટર સિંગલ ચાર્જમાં 107 કી.મિ. ડ્રાઈવિંગ રેંજ આપવામાં સક્ષમ છે. આ સ્કુટરની કિંમત 1 લાખથી શરુ થાય છે. આમ તો વર્તમાનમાં કંપની માત્ર દક્ષીણ ભારતના શહેરોમાં પોતાના સ્કુટર બહાર પાડે છે.

ટોપ 3 ઇલેક્ટ્રિક સ્કુટર : ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનો ટ્રેંડ ભારતમાં ઝડપથી વધી રહ્યો છે. દેશભરમાં ઘણી વાહન નિર્માતા કંપનીઓ આ સેગમેંટમાં પ્રવેશ કરી ચુકી છે, અને ઘણી નવી ઈવી સ્ટાર્ટ-અપ કંપનીઓ દ્વારા પણ પોતાની પ્રોડક્ટ લોંચ કરી ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્ન ચાલુ છે. હાલમાં જો તમે આ તહેવારમાં એક સારા સ્કુટરની શોધ કરી રહ્યા છો, તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ, માર્કેટમાં રહેલા એવા 3 ઇલેક્ટ્રિક સ્કુટર જે સુદંર રેંજ સાથે કિંમતમાં પણ સસ્તા છે.

બજાજ ચેતક : બજાજ ચેતક આ વર્ષની શરુઆતમાં પોતાના રેટ્રો સ્કુટર ચેતકને ઇલેક્ટ્રિક અવતારમાં રજુ કર્યું હતું. આમ તો વર્તમાનમાં આ માત્ર પસંદગીના શહેરોમાં જ ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં તેને બીજા શહેરોમાં લોંચ કરવાનું આયોજન કરી રહી છે. ચેતકમાં 3kWh, લીથીયમ-આયન બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને લીધે આ સ્કુટર સિંગલ ચાર્જમાં 95km સુધીની રેંજ આપવામાં સક્ષમ છે. તેની કિંમત 1 લાખ રૂપિયાથી શરુ થાય છે.

TVS iQube : ટીવીએસ IQube સ્કુટરને 2020ની શરુઆતમાં બહાર પાડવામાં આવ્યું છે. આ સ્કુટરમાં 4.4 kwની ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્કુટર સિંગલ ચાર્જમાં 75 કી.મિ. સુધીની ડ્રાઈવિંગ રેંજ આપવામાં સક્ષમ છે. આમ તો ખાસ કરીને ફીચર્સ આ સ્કુટરમાં કંપનીનું SmartXonnect પ્લેટફોર્મ પણ સામેલ છે, જેથી ઘણા ફીચર્સ જેવા કે જીયો-ફેસિંગ, રીમોટ બેટરી ચાર્જ નેવીગેશન વગેરેના વિકલ્પ મળે છે. TVS iQubeની કિંમત 1 લાખ રૂપિયાથી શરુ થાય છે.

Ather 450X : એથર એનર્જી ભારતમાં સૌથી ઝડપથી વધતા ઈવી સ્ટાર્ટઅપ્સ માંથી એક છે. આમ તો વર્તમાનમાં આ બ્રાંડ માત્ર દક્ષિણી ભારતીય શહેરો જેવા કે બેંગલુરુ અને ચેન્નઈમાં પોતાના સ્કુટરને બહાર પાડે છે, પરંતુ તે થોડા સમયમાં દિલ્હી અને મુંબઈ સહીત ઘણા બીજા શહેરોમાં પણ પોતાના વાહનોને લોંચ કરવાનું આયોજન કરી રહી છે. Ather 450X કંપનીનું પહેલુ ઇલેક્ટ્રિક સ્કુટર છે. જેનું કંપનીએ હાલમાં જ 450X એડીશનને લોંચ કર્યું છે. અહેવાલ મુજબ આ સ્કુટર સિંગલ ચાર્જમાં 107 km ની ડ્રાઈવિંગ રેંજ આપવામાં સક્ષમ છે. આ સ્કુટરની કિંમત 1 લાખથી શરુ થાય છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.