ભગવાન શિવની કૃપાથી ખૂબ પ્રસિદ્ધિ મેળવશે બાળક, શ્રાવણ મહિનામાં કરી લો આ એક કામ.

શ્રાવણ મહિનામાં બાળકો માટે કરી લો આ ઉપાય, જીવનના દરેક કામમાં મળશે સફળતા અને સ્વાસ્થ્ય રહેશે સારું.

કેટલાક બાળકો બાળપણથી જ ખૂબ પ્રતિભાશાળી હોય છે. તે ભણવાની સાથે રમત-ગમત, વધારાની કરિકુલર એક્ટિવિટીઝ વગેરેમાં પણ આગળ રહે છે. પણ દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક દરેક ક્ષેત્રમાં સફળ રહે. બાળકના શાનદાર કરિયર માટે વાલીઓ દરેક શક્ય પ્રયત્ન કરે છે. આજે અમે એવા જ ઉપાય વિષે જણાવવાના છીએ જેને કરવાથી બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તે જીવનમાં દરેક પગલાં પર સફળતા પણ મેળવશે.

બાળકો માટે શ્રાવણ મહિનામાં કરો આ ઉપાય : બાળકની સફળતા માટે દર વર્ષે શ્રાવણ મહિનામાં ભૂલ્યા વિના એક ઉપાય કરવાનો છે. તેના માટે શિવજીની આરાધના માટે સમર્પિત શ્રાવણ મહિનામાં સહપરિવાર રુદ્રાભિષેક કરો. ધ્યાન રાખજો કે બાળકના હાથથી પણ રુદ્રાભિષેક થવો જોઈએ. એવું કરવાથી બાળકને જીવનના દરેક તબક્કે સફળતા મળશે, સાથે જ તે હંમેશા સ્વસ્થ્ય પણ રહેશે.

બાળકને પહેરાવો સ્વસ્તિક : સનાતન ધર્મમાં સ્વસ્તિકનું ચિન્હ ઘણું શુભ માનવામાં આવ્યું છે. જો બાળકના ગળામાં લાલ દોરામાં સોના કે ચાંદીનું સ્વસ્તિક પહેરાવશો તો તેને ઘણો લાભ થશે. તેનાથી બાળકના દરેક કામમાં સફળતા મળશે અને તે અલગ અલગ ગતિવિધિયોમાં સક્રિય રહેશે.

આ માહિતી ઝી ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.