આજની આવી મોંઘવારી અને પેટ્રોલના રોજે રોજ વધતા જતા ભાવને જોતા લોકોને વાહન વાપરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, અને લોકો આ પરિસ્થિતિથી ખુબ જ અકળાઈ ગયા છે, અને વાહનોનો ઉપયોગ જરૂર હોય તો જ કરતા હોય છે. અને તેવી સ્થિતિમાં લોકોને પોષાય તેવા નવા નવા પ્રકારના વાહનો માર્કેટમાં આવતા રહે છે. એવું જ એક વાહન થોડા સમયમાં જ આપણા દેશના માર્કેટમાં આવી રહ્યું છે, જેના વિષે વિગતવાર માહિતી જાણીએ.
દરેક માણસના સપના હોય છે કે તેની પાસે તેની પોતાની એક કાર હોય, તે કારમાં પોતાના પરિવાર સાથે ફરે. ભારતીય બજારમાં હજુ સુધી જેટલી પણ કારો છે તેને ખરીદવું સામાન્ય માણસ માટે વાંકી ખીર જેવું જ છે.
ત્રણ લાખ સુધીની કાર ખરીદવામાં જ માણસનું તેલ નીકળી જાય છે. સામાન્ય માણસ લોન લીધા વગર તો કાર લઇ જ નથી શકતા. અને ઉપરથી લોનમાં પણ ઘણી માથાકૂટ થાય છે. આજે અમે તમારા માટે એવા સમાચાર લઈને આવ્યા છીએ જે વાંચીને કાર ખરીદવાના સપના જોઈ રહેલા લોકો આનંદથી કુદી પડશે. દુનિયાની સૌથી સસ્તી કાર ભારતમાં આવી રહી છે. બજાજ મોટર્સ ભારતને સૌથી સસ્તી કાર આપવા જઈ રહી છે.
આ કારનું નામ બજાજ ક્યુટ (bajaj qute) હશે. તે કાર દિવાળી કે આ વર્ષના અંત સુધી બજારમાં આવી જશે. બધું મળીને એક નાના પરિવાર માટે તે કાર સૌથી ઉત્તમ કાર સાબિત થશે.
અને જો કારના માઈલેજની વાત કરીએ તો કાર પેટ્રોલથી ચાલશે અને એક લીટર પેટ્રોલમાં ૪૯ કિલોમીટર સુધી માઈલેજ આપશે. આ કારની ભારતના માર્કેટમાં લોકો બેચેનીથી રાહ જોઈ રહ્યા છે. આ કારમાં 4 વાલ્વ વાળું વોટર કુલડ DTS-i એન્જીન આપવામાં આવશે. આ એન્જીન 216 cc નું લાઈટ વેઇટ એન્જીન હશે. આ કારનો મેન્ટેન્સ ખર્ચ ઓછો આવશે. અને આ કાર ભારતમાં બનેલી હોવાથી એના દરેક પાર્ટ સરળતાથી મળી રહેશે. આ કારમાં 12 ઇંચના એલોય વ્હીલ મળશે જે રોડ પર સારી ગ્રીપ આપશે. આ કારમાં ડેશબોર્ડ પર ગીયર શિફ્ટ સીસ્ટમ મળશે જે, ડ્રાઈવીંગને સરળ બનાવશે.
જો તમને આ કારની માહિતી સારી લાગી હોય તો આ માહિતી શેર કરશો.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.