લગ્ન માટે હા બોલતા પહેલા લિવ ઈન રિલેશનમાં રહ્યા હતા આ કપલ, જાણો શું હતું કારણ.

લગ્ન પહેલા લિવ ઈન રિલેશનમાં રહ્યા આ કપલ, કેટલાકે કર્યા લગ્ન તો કેટલાકનો તૂટ્યો સંબંધ. લગ્ન એક ઘણું મોટું સ્ટેપ હોય છે. એક નાની એવી ભૂલ તમારું આખું જીવન બરબાદ કરી શકે છે. એટલા માટે એક યોગ્ય પાર્ટનરની પસંદગી જરૂરી હોય છે. આમ તો મોટા ભાગના લોકો લગ્ન પહેલા તેના થનારા પાર્ટનરને સારી રીતે સમજી નથી શકતા. તેથી લગ્ન પછી તેના છૂટાછેડા કે ઝગડા થાય છે. એ કારણ છે કે આજના મોર્ડન જમાનામાં ઘણા લોકો લગ્ન પહેલા લીવ ઈન રીલેશનમાં રહેવાનું પસંદ કરે છે. લીવ ઈનમાં રહેવાના ઘણા બધા ફાયદા હોય છે. જયારે તમારા ભાવી પાર્ટનર તમારી સાથે એક જ છતની નીચે 24 કલાક રહે છે, તો તમે તેને સારી રીતે સમજી શકો છો.

લવ પાર્ટનર સાથે ક્યારેક ક્યારેક મળવાથી તમને તેની સાચી પર્સનાલીટી, ખાસિયતો અને ખામીઓ વિષે સારી રીતે જાણકારી નથી થતી. લીવ ઈનમાં રહ્યા પછી તમે તેને ઘણી સારી રીતે સમજી લો છો. આમ તો ઘણા લોકો લીવ ઈનમાં એટલા માટે પણ રહે છે કેમ કે તેને લગ્ન પસંદ નથી હોતા. લીવ ઈનમાં રહેવાના કારણ કોઈ પણ હોય પરંતુ મોટા ભાગના લોકોને તેનો વિચાર જરૂર આવે છે. હવે બોલીવુડના આ કલાકારોને જ લઇ લો. તે લીવ ઈનમાં રહ્યા અને પછી તેનું ભવિષ્ય નક્કી કર્યું.

અનુષ્કા શર્મા – વિરાટ કોહલી : વિરુષ્કાના નામથી પ્રસિદ્ધ અનુષ્કા વિરાટ દરેકની ફેવરીટ જોડી છે. બંનેએ 2017માં ઇટલીમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા તે બંને લીવ ઈનમાં રહીને એક બીજાને સારી રીતે જાણવા માંગતા હતા. એટલા માટે તેમણે એવું કર્યું હતું.

સૈફ અલી ખાન – કરીના કપૂર : સૈફીનાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. તે સૈફના બીજા લગ્ન હતા. સૈફ પહેલા એક વખત છૂટાછેડા કરી ચુક્યા હતા. એટલા માટે આ વખતે તેમણે કરીના સાથે લગ્ન કરતા પહેલા લીવ ઈનમાં રહીને તેને જાણવી જરૂરી લાગ્યું.

રણબીર કપૂર – કેટરીના કૈફ : દીપિકા સાથે બ્રેકઅપ પછી રણબીરે કેટરીનાને ડેટ કરવાનું શરુ કરી દીધું હતું. તેનો સંબંધ લગભગ 6 વર્ષ સુધી રહ્યો. તે ઘણા વર્ષો એક બીજા સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહ્યા પરંતુ છતાં પણ તેમનો બ્રેકઅપ થઇ ગયો. હાલના દિવસોમાં રણબીરનું નામ આલિયા ભટ્ટ સાથે જોડાયેલું રહ્યું છે.

અનુરાગ કશ્યપ – કલ્કી કોચલીન : ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ બોલીવુડ અભિનેત્રી કલ્કી કોચલીન સાથે ચાર વર્ષ લીવ ઈન રીલેશનમાં રહ્યા હતા. એક બીજાને સારી રીતે જાણ્યા પછી જ તેમણે 2011માં લગ્ન કર્યા હતા. આમતો તેમ છતાં પણ થોડા સમય પછી તેમના છૂટાછેડા થઇ ગયા. તેમના છૂટાછેડાનું કોઈ ચોક્કસ કારણ સામે ક્યારે પણ ન આવ્યું.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.